Surat: મહારાષ્ટ્રમાં ઘરફોડ ચોરી કરી ભાગતી મધ્યપ્રદેશની ખતરનાક ગેંગ સારોલીથી ઝડપાઈ, 12.52 લાખનો મુદ્દામાલ જપ્ત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત શહેરની સારોલી પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી મહારાષ્ટ્રમાં ઘરફોડ ચોરીના ગુના આચરી નાસતા ફરતા મધ્યપ્રદેશની એક ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે. પોલીસની સતર્કતાને કારણે લાખો રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે.
આંતરરાજ્ય તસ્કર ગેંગનો પર્દાફાશ
સારોલી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે મહારાષ્ટ્રમાં મોટી ચોરી કરીને તસ્કરો સુરતના રસ્તે પસાર થઈ રહ્યા છે. પોલીસે વોચ ગોઠવીને શંકાસ્પદ ત્રણ શખ્સોને અટકાવ્યા હતા. તેમની તલાશી લેતા તેમની પાસેથી ચોરીના સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસે આ કાર્યવાહીમાં કુલ ₹12,52,765 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મધ્યપ્રદેશની રીઢા તસ્કર ગેંગને દબોચી
પકડાયેલા ત્રણેય આરોપીઓ મૂળ મધ્યપ્રદેશના વતની છે અને રીઢા ગુનેગાર છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપીઓ અગાઉ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં લૂંટ, ઘરફોડ ચોરી અને આર્મ્સ એક્ટ (હથિયાર ધારો) જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. તેઓ આંતરરાજ્ય નેટવર્ક ધરાવે છે અને અલગ-અલગ રાજ્યોમાં ચોરી કરીને નાસી જવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.
આ પણ વાંચો: Rajkot: સૌની યોજનાથી આજી અને ન્યારી ડેમમાં નવા નીરની આવક, ઉનાળો હેમખેમ પસાર થશે
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

