ડાંગ જિલ્લામાં વરસાદમાં ભૂસ્ખલનગ્રસ્ત માર્ગો પરથી માટી અને પથ્થરો દૂર કરાયા

Jul 6, 2026 - 02:30
ડાંગ જિલ્લામાં વરસાદમાં ભૂસ્ખલનગ્રસ્ત માર્ગો પરથી માટી અને પથ્થરો દૂર કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વાંસદા-ડાંગ : ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ પડેલા ભારે વરસાદમાં અનેક માર્ગો પર ભૂસ્ખલન થયું હતું. વરસાદ અટકતા જ ડાંગ કલેક્ટર এন.ડી.પરમારના માર્ષદર્શન તથા કાર્યપાલક ઇજનેર કેતન કુકણાની નિગરાની હેઠળ, વિભાગના અધિકારીઓ અને ફિલ્ડ સ્ટાફ દ્વારા આ અસરગ્રસ્ત માર્ગો પર ધસી પડેલી માટી, પથ્થરો અને કાદવ અને ગટર અને ક્રોસ ડ્રેનેજમાં સર્જાયેલા અવરોધ જે.સી.બી. મશીન અને અન્ય સાધનોની મદદથી હટાવી સફાઈ હાથ ધરવામાં આવી હતી. માર્ગો પર પડેલા વૃક્ષો અને ડાળીઓ પણ દૂર કરી વાહન વ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો. જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે જિલ્લાના વિવિધ પંચાયત માર્ર્ગો, કોઝવે, પુલો, પાઇપ કલ્વર્ટ તેમજ સાઈડ ડ્રેનોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.

કેટલાક સ્થળોએ માર્ગોના એપ્રોચ, શોલ્ડર અને ડામર સપાટી ધોવાઈ ગઈ હતી. જેની મરામત પંચાયત માર્ગ અને મકાન વિભાગ (ડાંગ-આહવા) દ્વારા શરૂ કરાઈ છે. અધિકારીઓ, ટેકનિકલ સ્ટાફ, જેસીબી અને ટ્રેક્ટર-ટ્રોલી સહિતની જરૂરી મશીનરી સાથે રસ્તાઓ સરખા કરવાના કામમાં લાગી ગયા છે. ચોમાસાના પાણીનો ભરાવો ન થાય તે માટે કોઝવે, પુલો તથા પાઇપ કલ્વર્ટમાંથી કાદવ અને ઝાડ-ઝાંખરા દૂર કરાઈ રહ્યા છે. રસ્તાની બંને બાજુએ આવેલી સાઇડ ડ્રેનોની સફાઈ ચાલુ કરી દેવાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0