Surat: ભાજપના મહિલા નેતાનો આપઘાત કે હત્યા? ઘરમાંથી મૃતદેહ મળ્યો

ગુજરાતમાં દિવસેને દિવસે ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે સુરતમાં વધુ એક ઘટના સામે આવી છે. સુરતના અલથાણામાં વોર્ડ 30ના ભાજપ મહિલા મોરચા પ્રમુખે આપઘાત કર્યો હોય કે હત્યા થઈ હોવાની શંકા જોવા મળી રહી છે. 34 વર્ષીય દીપિકાબેન નરેશભાઈ પટેલે પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભાજપમાં શોકનો માહોલ છવાયો છે. પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી જોકે, ઘટનાની જાણ થતાં સુરત અલથાણા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન પોસ્ટમોર્ટમ રૂમ પર પહોંચતા જ મહિલાનો પતિ ભાંગી પડ્યો હતો. જોકે, મૃતકના પરિવારજનો દ્વારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માગ કરવામાં આવી રહી છે. પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે.પરિવારમાં બે દીકરા અને એક દીકરી છે સુરતના અલથાણના ભીમરાડ ગામ ખાતે આવેલા બ્રાહ્મણ ફળિયામાં 34 વર્ષીય દીપિકાબેન નરેશભાઈ પટેલ પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં બે દીકરા અને એક દીકરી છે. પતિ ખેતી કામ કરે છે અને દીપિકાબેન સક્રિય રીતે ભાજપ સાથે જોડાયેલા છે. હાલ દીપિકાબેન વોર્ડ નંબર 30ના મહિલા મોરચાના પ્રમુખ તરીકે પોતાની ફરજ અદા કરી રહ્યા હતા. આત્મહત્યા નથી હત્યા થઈ છે: મૃતક મહિલાના સંબંધી મૃતક મહિલાના સંબંધી મિનેષ પટેલે જણાવ્યું હતું કે, મૃતક ઘણા સમયથી ભાજપના કાર્યકર્તા હતા અને સમાજ સેવક પણ હતા. આ આત્મહત્યા નથી હત્યા થઈ હોવાની અમને આશંકા છે. કેમ કે કહેવામાં આવી રહ્યું છે કે, તેમણે ફાંસો ખાધો હતો પણ ત્યાં કોઈ દોરડું કે કોઇપણ દુપટ્ટો ન હતો. પરિવારજનોમાંથી તેમના બાળકો ઘરે હતા. તેમના પતિ ખેતરે હતા. રૂમમાં માત્ર સચિન વિસ્તારના કોર્પોરેટર ચિરાગ અને અન્ય એક શખ્સ આકાશ કરીને હાજર હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈએ ફાંસો ખાધો હોય તો નીતિ નિયમ પ્રમાણે પહેલાં પોલીસને બોલાવી જોઇએ પરંતુ ચિરાગે પોલીસને બોલાવી ન હતી અને તેમણે ફાંસો ખાધેલી હાલતમાંથી દીપિકાબેનને નીચે ઉતાર્યા હતા. તેમનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોય તેવી અમને આશંકા છે. જેથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવે. આ ઉપરાંત અમારી એક જ માગ છે અમને ન્યાય મળવો જોઇએ અને જે સાચુ હોય તે સામે આવવું જોઇએ.

Surat: ભાજપના મહિલા નેતાનો આપઘાત કે હત્યા? ઘરમાંથી મૃતદેહ મળ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં દિવસેને દિવસે ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે સુરતમાં વધુ એક ઘટના સામે આવી છે. સુરતના અલથાણામાં વોર્ડ 30ના ભાજપ મહિલા મોરચા પ્રમુખે આપઘાત કર્યો હોય કે હત્યા થઈ હોવાની શંકા જોવા મળી રહી છે. 34 વર્ષીય દીપિકાબેન નરેશભાઈ પટેલે પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભાજપમાં શોકનો માહોલ છવાયો છે.

પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી

જોકે, ઘટનાની જાણ થતાં સુરત અલથાણા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન પોસ્ટમોર્ટમ રૂમ પર પહોંચતા જ મહિલાનો પતિ ભાંગી પડ્યો હતો. જોકે, મૃતકના પરિવારજનો દ્વારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માગ કરવામાં આવી રહી છે. પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે.

પરિવારમાં બે દીકરા અને એક દીકરી છે

સુરતના અલથાણના ભીમરાડ ગામ ખાતે આવેલા બ્રાહ્મણ ફળિયામાં 34 વર્ષીય દીપિકાબેન નરેશભાઈ પટેલ પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં બે દીકરા અને એક દીકરી છે. પતિ ખેતી કામ કરે છે અને દીપિકાબેન સક્રિય રીતે ભાજપ સાથે જોડાયેલા છે. હાલ દીપિકાબેન વોર્ડ નંબર 30ના મહિલા મોરચાના પ્રમુખ તરીકે પોતાની ફરજ અદા કરી રહ્યા હતા.

આત્મહત્યા નથી હત્યા થઈ છે: મૃતક મહિલાના સંબંધી

મૃતક મહિલાના સંબંધી મિનેષ પટેલે જણાવ્યું હતું કે, મૃતક ઘણા સમયથી ભાજપના કાર્યકર્તા હતા અને સમાજ સેવક પણ હતા. આ આત્મહત્યા નથી હત્યા થઈ હોવાની અમને આશંકા છે. કેમ કે કહેવામાં આવી રહ્યું છે કે, તેમણે ફાંસો ખાધો હતો પણ ત્યાં કોઈ દોરડું કે કોઇપણ દુપટ્ટો ન હતો. પરિવારજનોમાંથી તેમના બાળકો ઘરે હતા. તેમના પતિ ખેતરે હતા. રૂમમાં માત્ર સચિન વિસ્તારના કોર્પોરેટર ચિરાગ અને અન્ય એક શખ્સ આકાશ કરીને હાજર હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈએ ફાંસો ખાધો હોય તો નીતિ નિયમ પ્રમાણે પહેલાં પોલીસને બોલાવી જોઇએ પરંતુ ચિરાગે પોલીસને બોલાવી ન હતી અને તેમણે ફાંસો ખાધેલી હાલતમાંથી દીપિકાબેનને નીચે ઉતાર્યા હતા. તેમનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોય તેવી અમને આશંકા છે. જેથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવે. આ ઉપરાંત અમારી એક જ માગ છે અમને ન્યાય મળવો જોઇએ અને જે સાચુ હોય તે સામે આવવું જોઇએ.