Surat: પરબ ગામે ગેસ બોટલના કાળાબજારના રેકેટ પર LCBનો દરોડો, 3 વાહનો અને 34 લાખના મુદ્દામાલ સાથે 8 શખ્સોની ધરપકડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ કામરેજ તાલુકાના પરબ ગામે ચાલી રહેલા ગેસ સિલિન્ડરના કાળાબજારના એક મોટા નેટવર્કને ઝડપી પાડ્યું છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને મોટા પ્રમાણમાં ગેસના બોટલ, બે આઈશર ટેમ્પો અને એક છોટા હાથી સહિત કુલ રૂપિયા 34 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં કાળાબજારીમાં સંડોવાયેલા 8 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
ગેસ સિલિન્ડરના કાળાબજારનું નેટવર્ક
પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે પરબ ગામે કેટલાક વાહનોમાં ગેરકાયદેસર રીતે ગેસના બોટલનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 229 નાના-મોટા ભરેલા ગેસના બોટલ તેમજ 153 ખાલી બોટલ મળી કુલ 382 નંગ જપ્ત કર્યા હતા. આ જથ્થો 2 આઈશર ટેમ્પો અને 1 છોટા હાથીમાં ભરેલો હતો.
મહારાષ્ટ્ર કનેક્શન અને મોડસ ઓપરેન્ડી
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ મહારાષ્ટ્રના પાલઘર ખાતે આવેલી 'કોન્ફિડન્સ પેટ્રોલિયમ ઇન્ડિયા લિમિટેડ' નામની કંપનીમાંથી આ બોટલ ભરીને લાવ્યા હતા. આ જથ્થો તેઓ કામરેજના વેલંજા અને ભરૂચના અંકલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે સપ્લાય કરવાના હતા. સસ્તા દરે ગેસ લાવી તેને ઊંચા ભાવે કાળાબજારમાં વેચવાનું આખું નેટવર્ક છેલ્લા કેટલાક સમયથી સક્રિય હોવાની આશંકા છે.LCB એ આ મામલે 8 આરોપીઓની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: Surat: પુણા પોલીસે ફ્રૂટ માર્કેટ પાસેથી 4 શખ્સોને 6 કિલો ગાંજા સાથે દબોચ્યા, 3.89 લાખનો મુદ્દામાલ જપ્ત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

