Surat થી ચેન્નાઈ હવે માત્ર 16 કલાકમાં! નવો એક્સપ્રેસ વે 5 રાજ્યોને જોડશે

Sep 22, 2026 - 13:30
Surat થી ચેન્નાઈ હવે માત્ર 16 કલાકમાં! નવો એક્સપ્રેસ વે 5 રાજ્યોને જોડશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત અને દક્ષિણ ભારત વચ્ચેના રોડ કનેક્ટિવિટી ક્ષેત્રે એક ક્રાંતિકારી પરિવર્તન આવવા જઈ રહ્યું છે. ભારતમાલા પરિયોજના હેઠળ નિર્માણ પામી રહેલા નવા સુરત-ચેન્નાઈ એક્સપ્રેસ વેના કારણે હવે સુરતથી ચેન્નાઈની લાંબી મુસાફરી માત્ર 16 કલાકમાં જ પૂરી થઈ શકશે. અગાઉ પરંપરાગત રાષ્ટ્રીય ધોરીમાર્ગો દ્વારા આ સફરમાં ભારે ટ્રાફિકને કારણે લગભગ ૩૫ થી ૩૬ કલાક જેટલો સમય લાગતો હતો, પરંતુ આ ૯૦૦ કિલોમીટર લાંબો હાઇવે સમય અને અંતર બંનેમાં મોટો ઘટાડો કરશે.

પાંચ મુખ્ય રાજ્યોને જોડશે આ લેન

આ મહત્વાકાંક્ષી કોરિડોર પાંચ મુખ્ય રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુને સીધા એકબીજા સાથે જોડશે. પ્રોજેક્ટના રૂટમાં વહીવટી અને માર્ગ સુધારા બાદ હવે આ હાઇવે નાસિક-ચેન્નાઈ એક્સપ્રેસ વે તરીકે ઓળખાશે. આ 6 લેન કોરિડોર સુરતથી શરૂ થઈને નાસિક, અહમદનગર, સોલાપુર, અક્કલકોટ, કલબુર્ગી, રાયચુર, ગઢવાલ, કુર્નૂલ, કડપા અને તિરુપતિ જેવા પ્રમુખ શહેરોમાંથી પસાર થઈને ચેન્નાઈ સુધી પહોંચશે. સુરતના ભાગને બાદ કરતા પણ તે મહારાષ્ટ્રના સમૃદ્ધિ મહામાર્ગ દ્વારા મુંબઈ-અમદાવાદ અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે સાથે પરોક્ષ રીતે જોડાઈ જશે.

પ્રોજેક્ટ પર કામ પૂરઝડપે ચાલુ

આ પ્રોજેક્ટ પર વિવિધ તબક્કામાં કામ પૂરઝડપે ચાલી રહ્યું છે. મહારાષ્ટ્ર સરકારે ૩૭૪ કિલોમીટરના નાસિક-સોલાપુર-અક્કલકોટ ગ્રીનફિલ્ડ સેક્શનને મંજૂરી આપી દીધી છે, જે અંદાજે ₹૧૯,૧૪૨ કરોડના ખર્ચે બનશે. આ ઉપરાંત કર્ણાટક અને આંધ્રપ્રદેશ વચ્ચેના ૧૭૭ કિલોમીટરના રૂટ પર પણ કામ શરૂ કરી દેવાયું છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયા ઝડપી બનાવીને આ પ્રોજેક્ટને 2027 ના અંત સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.ધાર્મિક કેન્દ્રો વચ્ચે સીધી કનેક્ટિવિટી

આ હાઈવે માત્ર સમય જ નહીં બચાવે પરંતુ પરિવહનને સરળ બનાવીને પ્રવાસી અને ધાર્મિક કેન્દ્રો વચ્ચે સીધી કનેક્ટિવિટી પણ પૂરી પાડશે. આ એક્સપ્રેસ વે ગુજરાત અને દક્ષિણ ભારત વચ્ચે વેપાર અને મુસાફરી માટે એક સાચી 'જીવનરેખા' (Life Line) સાબિત થશે.

આ પણ વાંચોઃ US: ચૂંટણી પહેલા જ ટ્રમ્પને મોટો ઝટકો! ટ્રમ્પના કામકાજથી લોકો નાખુશ, સર્વેમાં આવ્યા ચોંકાવનારા આંકડા

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0