Vadodara News: પાદરા કોંગ્રેસમાં મોટું ગાબડું, 5 નગરસેવકો સહિતના આગેવાનો ભાજપમાં જોડાયા

Nov 22, 2026 - 23:00
Vadodara News: પાદરા કોંગ્રેસમાં મોટું ગાબડું, 5 નગરસેવકો સહિતના આગેવાનો ભાજપમાં જોડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા જિલ્લાના પાદરા પંથકમાંથી રાજકારણ ગરમાવતા મોટા સમાચાર સામે આવ્યા છે. તહેવારોની મોસમ વચ્ચે પાદરામાં કોંગ્રેસ પક્ષને મોટો રાજકીય ફટકો પડ્યો છે. સ્થાનિક સ્તરે પકડ ધરાવતા નગરસેવકો અને આગેવાનોએ હરોળબંધ રીતે પક્ષપલટો કરતા વિપક્ષની છાવણીમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, જ્યારે શાસક પક્ષ ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

દિવાળી સ્નેહમિલનમાં બદલાયા રાજકીય સમીકરણો

પાદરા ખાતે યોજાયેલા દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન આ રાજકીય ધડાકો થયો હતો. આ કાર્યક્રમમાં અચાનક જ રાજકીય સમીકરણો બદલાયા હતા અને કોંગ્રેસ તથા અપક્ષના નેતાઓએ કેસરિયો ખેસ ધારણ કરીને ભાજપ પરિવારમાં જોડાવાની જાહેરાત કરી હતી. આ અચાનક થયેલા પક્ષપલટાથી સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે.

કોંગ્રેસ અને અપક્ષના નગરસેવકો ભાજપમાં સામેલ

મળતી વિગતો અનુસાર, પક્ષપલટો કરનારાઓમાં કોંગ્રેસ અને અપક્ષના દિગ્ગજ સભ્યોનો સમાવેશ થાય છે. જેમાં કોંગ્રેસના નગરસેવક નસીમબેન અજદભાઈ ગરાસિયા અને દિલીપભાઈ ગોહેલ દ્વારા ભાજપનો ખેસ ધારણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, અપક્ષના નગરસેવક પૂજાબેન પટેલ, સોનલબેન રાણા અને દીપકભાઈ રાવળ પણ ભાજપમાં જોડાયા છે. એટલું જ નહીં, આંતિ તાલુકા પંચાયતના સભ્ય શબ્બીરભાઈ મલેક પણ ભાજપમાં જોડાઈ જતા સંગઠનની તાકાત વધુ મજબૂત બની છે.

Vadodara News: Five Councillors Join BJP in Padra, Giving Major Blow to Congress

પાદરા નગરપાલિકામાં ભાજપનું વર્ચસ્વ વધ્યું

એક સાથે બે કોંગ્રેસી અને ત્રણ અપક્ષ નગરસેવકો તેમજ તાલુકા પંચાયતના સભ્યના ભાજપમાં જોડાવાથી પાદરા નગરપાલિકામાં કોંગ્રેસનું રાજકીય વર્ચસ્વ ઘણું નબળું પડ્યું છે જ્યારે ભાજપની તાકાતમાં મોટો વધારો થયો છે. આગામી સમયમાં આ ફેરફાર સ્થાનિક રાજનીતિ અને સત્તાના સમીકરણો પર મોટી અસર કરશે તે નક્કી છે.


આ પણ વાંચો: Vadodara News: સાવલીના મેવલી ગામ પાસે પાણી પુરવઠાની લાઈન લીક, હજારો લીટર પાણીનો વેડફાટ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0