Surat: ઓલપાડ તાલુકામાં ખેડૂતોની હાલત દયનીય, પાણી માટે મારી રહ્યા છે વલખા
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના ખેડૂતોની હાલત દયનીય બનવા પામી છે. જમણા કાંઠા ઉકાઈ નહેરમાં સિંચાઈ માટે પાણી છોડાયાના 15 દિવસ થઈ ગયા હોવા છતાં છેવાડાના ગામડા સુધી પાણી પહોંચ્યુ નથી. ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખાં મારી રહ્યા છે. જેને લઈ ડાંગર પકવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ઓલપાડ તાલુકામાં હાલ ઉનાળુ ડાંગરની ફેર રોપણીની સીઝન ઓલપાડ તાલુકામાં હાલ ઉનાળુ ડાંગરની ફેર રોપણીની સીઝન ચાલી રહી છે. આવા સમયે સિંચાઈના પાણીની ખૂબ જરૂરિયાત હોય છે. ઓલપાડના પિંજરત કાંઠા વિસ્તારના ગામોમાં ઉનાળામાં મુખ્ય પાક તરીકે ડાંગરનું વાવેતર કરવામાં આવે છે. દિહેણ, બરબોધન, પીંજરત, તેના, તેના રાંગ, ધનસેર, છીણી, ટુંડા, ડભારી, નાના અને મોટા ખોસાડિયા, ભાંડુત, સેલુત સહિત ગામોમાં હાલ ખેડૂતો ડાંગરની ફેર રોપણી માટે પાણી શોધી રહ્યા છે. ઉદ્યોગોને પાણી મળે છે તો ખેડૂતોને કેમ નહીં? નહેરમાં 15 દિવસ પહેલા સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડવામાં આવ્યું હતું. પરંતુ ખૂબ ઓછા પ્રેશરથી પાણી છોડાતા છેવાડાના ખેડૂતો પાણી માટે તરસી રહ્યા છે. છેવાડાના દીહેણ, બરબોધન, તેના વિગેરે ગામોને હજુ પણ પાણી મળ્યું નથી. ખેડૂતોનું કોઈ સંભાળનાર નથી, અધિકારીઓ અને નેતાઓ દ્વારા ખેડૂતોને પાણીના નામે માત્ર આશ્વાસન જ મળી રહ્યા છે. ફુલ ભરાયેલા ઉકાઈ ડેમમાં પુરતું પાણી હોવાથી જો ઉદ્યોગોને પૂરતું પાણી આપી શકાતું હોય તો પછી ખેડૂતોને કેમ નહીં મળે તેવો રોષ ઠાલવી રહ્યા છે. ડાંગરની ખેતીમાં તક સાચવવી અત્યંત જરૂરી હોવાથી જો ખેડૂતોનો ડાંગરના પાક સમયસર ન રોપાઈ તો કાપણી સમયે વરસાદી માવઠાની અસરથી ડાંગરનું ઉત્પાદન ઘટી પણ શકે છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના ખેડૂતોની હાલત દયનીય બનવા પામી છે. જમણા કાંઠા ઉકાઈ નહેરમાં સિંચાઈ માટે પાણી છોડાયાના 15 દિવસ થઈ ગયા હોવા છતાં છેવાડાના ગામડા સુધી પાણી પહોંચ્યુ નથી. ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખાં મારી રહ્યા છે. જેને લઈ ડાંગર પકવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ઓલપાડ તાલુકામાં હાલ ઉનાળુ ડાંગરની ફેર રોપણીની સીઝન
ઓલપાડ તાલુકામાં હાલ ઉનાળુ ડાંગરની ફેર રોપણીની સીઝન ચાલી રહી છે. આવા સમયે સિંચાઈના પાણીની ખૂબ જરૂરિયાત હોય છે. ઓલપાડના પિંજરત કાંઠા વિસ્તારના ગામોમાં ઉનાળામાં મુખ્ય પાક તરીકે ડાંગરનું વાવેતર કરવામાં આવે છે. દિહેણ, બરબોધન, પીંજરત, તેના, તેના રાંગ, ધનસેર, છીણી, ટુંડા, ડભારી, નાના અને મોટા ખોસાડિયા, ભાંડુત, સેલુત સહિત ગામોમાં હાલ ખેડૂતો ડાંગરની ફેર રોપણી માટે પાણી શોધી રહ્યા છે.
ઉદ્યોગોને પાણી મળે છે તો ખેડૂતોને કેમ નહીં?
નહેરમાં 15 દિવસ પહેલા સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડવામાં આવ્યું હતું. પરંતુ ખૂબ ઓછા પ્રેશરથી પાણી છોડાતા છેવાડાના ખેડૂતો પાણી માટે તરસી રહ્યા છે. છેવાડાના દીહેણ, બરબોધન, તેના વિગેરે ગામોને હજુ પણ પાણી મળ્યું નથી. ખેડૂતોનું કોઈ સંભાળનાર નથી, અધિકારીઓ અને નેતાઓ દ્વારા ખેડૂતોને પાણીના નામે માત્ર આશ્વાસન જ મળી રહ્યા છે. ફુલ ભરાયેલા ઉકાઈ ડેમમાં પુરતું પાણી હોવાથી જો ઉદ્યોગોને પૂરતું પાણી આપી શકાતું હોય તો પછી ખેડૂતોને કેમ નહીં મળે તેવો રોષ ઠાલવી રહ્યા છે. ડાંગરની ખેતીમાં તક સાચવવી અત્યંત જરૂરી હોવાથી જો ખેડૂતોનો ડાંગરના પાક સમયસર ન રોપાઈ તો કાપણી સમયે વરસાદી માવઠાની અસરથી ડાંગરનું ઉત્પાદન ઘટી પણ શકે છે.