Surat News: સુરતના કથિત પત્રકાર મોન્ટુ કેબલના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર, 10 લાખની ખંડણી માંગી હતી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ટાંકલ ગામના એક રહીશ પાસેથી 10 લાખ રૂપિયાની ખંડણી માંગવાના પ્રકરણમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે.સુરતની સ્કાય સેવન ન્યુઝ ચેનલના માલિક તરીકે ઓળખ આપનાર મનોહરસિંહ ઉર્ફે મોન્ટુ કેબલ સામે ખંડણી અને ધમકી આપવા બદલ ચીખલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.ફરિયાદી ભાવિન લીંબાચીયાના મિત્ર વિરુદ્ધ સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો.
શરૂઆતમાં 35 લાખ રૂપિયાની માંગણી કરી હતી
આ ગુનામાંથી મિત્રનું નામ કમી કરાવી આપવા માટે મનોહરસિંહ ઉર્ફે મોન્ટુ કેબલે ફરિયાદી પાસે શરૂઆતમાં 35 લાખ રૂપિયાની માંગણી કરી હતી.ત્યારબાદ રકઝકને અંતે 10 લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો.ફરિયાદીએ પ્રથમ હપ્તા પેટે ૫ લાખ રૂપિયા આપવા માટે સુરત બોલાવ્યા હતા.ફરિયાદીએ નાણાં ચૂકવવાની અસમર્થતા દર્શાવતા આરોપીએ પોતાનો અસલી ચહેરો બતાવ્યો હતો. આરોપી મનોહરસિંહે ફરિયાદીને ધમકાવતા કહ્યું હતું કે જો રૂપિયા નહીં મળે તો તેને પોક્સો જેવા ગંભીર ગુનામાં ફસાવી દેશે.
પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી
આરોપીએ પોલીસમાં પોતાની મોટી વગ હોવાનો દાવો કરી ફરિયાદીનો વરઘોડો કાઢવાની અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.સતત મળતી ધમકીઓથી કંટાળીને અંતે ફરિયાદીએ પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.ફરિયાદ મળતાની સાથે જ ચીખલી પોલીસે મનોહરસિંહ ઉર્ફે મોન્ટુ ચૌહાણની ધરપકડ કરી હતી.ત્યારબાદ પોલીસે તેને ચીખલીની સ્થાનિક કોર્ટમાં રજૂ કરી આરોપીની પૂછપરછ માટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીએ અગાઉ કેટલા લોકો સાથે આ રીતે પત્રકારત્વની આડમાં ખંડણી ઉઘરાવી છે અને તેની પાછળ અન્ય કોઈ ગેંગ સક્રિય છે કે કેમ.
આ પણ વાંચોઃ Ahmedabad News: જગન્નાથ મંદિરથી લઈને રાયપુર સુધી પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, રૂટ પર 2200 કેમેરા કાર્યરત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

