Surat News: કોસંબા મર્કન્ટાઇલ કો-ઓપરેટિવ બેંકની ચૂંટણીમાં 7 હજારથી વધુ સભાસદોનું મતદાન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના તરસાડી ખાતે આવેલી ધી કોસંબા મર્કન્ટાઇલ કો-ઓપરેટિવ બેંકની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં વિકાસ પેનલ અને સંઘર્ષ સમિતિ પેનલ વચ્ચે સીધો અને ખરાખરીનો મુકાબલો જામ્યો છે. બંને પેનલોના 17-17 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરતા સમગ્ર પંથકમાં સહકારી રાજકારણ ગરમાયું છે અને સભાસદોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
7 હજારથી વધુ સભાસદો મતદાન કરશે, લાંબી કતારો
બેંકની આ ચૂંટણીમાં 7 હજારથી વધુ સભાસદો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન શરૂ થતાની સાથે જ મતદાન મથકો પર સભાસદોની લાંબી કતારો જોવા મળી હતી. તરસાડી અને કોસંબા વિસ્તારના નાગરિકો તેમજ વેપારીઓ માટે આ બેંક આશીર્વાદરૂપ ગણાય છે, જેના કારણે સભાસદોમાં મતદાનને લઈને અનેરો ઉત્સાહ અને રસ જોવા મળી રહ્યો છે.
આવતીકાલે ચૂંટણીનું પરિણામ જાહેર થશે
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવતીકાલે મતગણતરી સાથે પરિણામ જાહેર કરવામાં આવશે. મતદારો ધી કોસંબા મર્કન્ટાઇલ કો-ઓપરેટિવ બેંકની સત્તાની કમાન કોને સોંપે છે અને કઈ પેનલ બાજી મારે છે તે આવતીકાલે સ્પષ્ટ થશે. પરિણામને લઈને બંને પેનલના ઉમેદવારો અને સમર્થકોમાં ઉત્સુકતા વધી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

