Surat News : સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ, 4 સ્પેશિયલ જનરલ ટ્રેન ચાલુ કરવા છતાં લોકોની ભીડ બેકાબું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત ઉધના રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 બેરેક ઉપર મુસાફરોની અદભુત ભીડ જોવા મળી છે, દિવાળીની રજામાં યુપી બિહાર જવા નીકળ્યા મુસાફરો, તાપી ગંગા, દાનાપૂર, ભાગલપૂર, સહિત વધુ 4 સ્પેશિયલ જનરલ ટ્રેન ચાલુ કરવા છતાં ભીડ નિયંત્રણ બહાર છે, મુસાફરોની લાંબી કાતર રોડ ઉપર પણ જોવા મળી રહી છે અને ટ્રેનમાં બેસ માટે મુસાફરો સાંજે 7 વાગે જ સ્ટેશન ઉપર આવી પહોંચે છે, મુસાફરો 12 થી 15 કલાક સુધી રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર જ પસાર કરે છે.
17મી ઓક્ટોબરથી ટ્રેનમાં ભીડ બમણી થવાનો અંદાજ છે
ઉધના રેલવે સ્ટેશનથી ઉત્તરપ્રદેશ. બિહાર અને ઝારખંડની 7 ટ્રેન મારફતે અંદાજિત ૧૧,૦૦૦ મુસાફરો માદરે વતન ગયા હતા. આ સાથે જ ૭૦,૦૦0 પરપ્રાંતીયોએ વતનની વાટ પકડી છે. બુધવારે ૭,૦૦૦ મુસાફરોએ જનરલ ટિકિટ પર બિહાર અને ઉત્તરપ્રદેશની યાત્રા શરૂ કરી હતી. જેમાંથી મોબાઈલ ટિકિટિંગની સંખ્યા ૩,૦૦૦ છે. એટલે કે કલાર્ક દ્વારા ૩૦૦૦ મુસાફરોને પ્લેટફોર્મ અને હોલ્ડિંગ એરિયામાં ટિકિટ આપવામાં આવી હતી. ૧૭મી ઓક્ટોબરથી ટ્રેનમાં ભીડ બમણી થવાનો અંદાજ છે.
બુધવારે પણ ડ્રોનની મદદથી મુસાફરોની ગતિવિધિ પર નજર રાખવામાં આવી હતી
મોબાઈલ ટિકિટિંગને કારણે મુસાફરોને ટિકિટ લેવા માટે લાંબી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટથી છુટકારો મળી ગયો હતો. મુસાફરો જ્યાં બેઠા હતા ત્યાં જ જઈને ૬ કલાર્કે ટિકિટ ઈશ્યૂ કરી હતી. જેને કારણે પ્લેટફોર્મ તેમજ સ્ટેશન પરિસરમાં મુસાફરોની ભીડ પણ ઓછી થઈ ગઈ હતી. રેલવેતંત્રના અંદાજ પ્રમાણે ૧૭મી ઓક્ટોબરથી ટ્રેનમાં બમણી ભીડ થવાની સંભાવના છે. ૧૭થી ૨૦ ઓક્ટોબર સુધી ટ્રેનોમાં ભારે ભીડ થશે. દરમિયાન આ ભીડને પહોંચી વળવા માટે પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
What's Your Reaction?






