Surat News: સુરતમાં સંબંધો શર્મસાર, બ્લેકમેઈલ કરી પૈસા માંગ્યા, 3 આરોપીઓની ધરપકડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat News: વર્તમાન સમયમાં સંબંધોમાં ભરોસો ખોવાઈ રહ્યો હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે. સંબંધોને શર્મસાર કરતો આવો જ એક કિસ્સો સુરતમાંથી આવ્યો છે. જ્યાં જમાઈ દ્વારા કાકા સસરાને બ્લેકમેઈલ કરવામાં આવી રહ્યા હોવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
શું છે સમગ્ર ઘટના?
ઘટના અંગે મળતી માહિતી અનુસાર, સુરતમાં જમાઇ દ્વારા કાકા સસરાને બ્લેકમેઈલ કરવામાં આવી રહ્યા હતા. જમાઈ પાસે કાકા સસરાના આપત્તિજનક ફોટો હતા, જે સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની ધમકી આપીને પૈસાની માંગણી કરતો હતો. આ આપત્તિજનક ફોટોમાં કાકા સસરા મહિલા સાથે વાંધાજનક હાલતમાં હોવાના કારણે કાકા સસરાને બદનામ કરવાની ધમકી જમાઈ દ્વારા આપવામાં આતી હતી. જમાઈ કાકા સસરાને બદનામ કરવાની ધમકી આપીને પૈસા અને મિલકતની માંગણી કરી હતી.
સસરાએ નોંધાવી ફરિયાદ
આ સાથે જમાઈ દ્વારા કાકા સસરાને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. સમાજમાં બદનામીના ડર અને પૈસા-મિલકત જવાની બીક વચ્ચે કાકા સસરાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં બિલ્ડર જય ડાંગર સહિત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
સાથીદારો સાથે મળી રચ્યું કાવતરું
સુરતનો નિવાસી જય ડાંગર કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલો છે. આ સાથે તેમના કાકા સસરા વરજાંગભાઈ પણ કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે જોડાયેલા છે. જય ડાંગર વરજાંગભાઈની ભત્રીજીના પતિ છે. આરોપી જમાઈ જય ડાંગરે તેમના બાદ સાથીદારો પ્રશાંત પટેલ અને સ્મિત સાથે મળીને આ કાવતરું રચ્યું હતું.
અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો
આ ગેંગે વરજાંગભાઈને એક મહિલા સાથેના આપત્તિજનક ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી. આ સાથે તેમને બળાત્કારના ખોટા કેસમાં ફસાવીને સમાજમાં બદનામ કરવાની ધમકી પણ આપી હતી. આ સમગ્ર મામલે પીડિત મહિલા દ્વારા અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
ત્રણેય આરોપીઓની ધરપકડ
પીડિત મહિલાએ જ અડાજન પોલીસ સ્ટેશનમાં આરોપી જમાઈ અને તેના બે સાથીદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા આ મામલે મુખ્ય આરોપી જમાઈ જય ડાંગર અને તેના અન્ય બે સાથીદારો પ્રશાંત પટેલ અને સ્મિત સહિત ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

