Surat News : સુરત કોર્ટનો મોટો નિર્ણય, શિક્ષક આપઘાત કેસમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર

Aug 2, 2025 - 18:00
Surat News : સુરત કોર્ટનો મોટો નિર્ણય, શિક્ષક આપઘાત કેસમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના અથવાલાઈન્સ વિસ્તારમાં બનેલી અત્યંત કરુણ ઘટનામાં શિક્ષક અલ્પેશ મકવાણાએ પોતાના બે બાળકોને ઝેર આપીને તેમની હત્યા કર્યા બાદ પોતે આપઘાત કરી લીધો હતો. આ ઘટના પાછળના કારણોનો ખુલાસો થતાં પોલીસે મૃતકની પત્ની ફાલ્ગુની સોલંકી અને તેના પ્રેમી નરેશ રાઠોડની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓને આજે સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

સુસાઈડ નોટ અને ડાયરીમાંથી ખુલ્યું રહસ્ય

આ કેસની તપાસ કરી રહેલી ઉમરા પોલીસને મૃતક અલ્પેશ મકવાણાની એક સુસાઈડ નોટ અને અંગત ડાયરી મળી હતી. આ દસ્તાવેજોમાં અલ્પેશે સ્પષ્ટપણે લખ્યું હતું કે, તેની પત્ની ફાલ્ગુનીના પ્રેમી નરેશ રાઠોડ સાથેના આડાસંબંધો અને તેના ત્રાસથી તે કંટાળી ગયો હતો. આ કારણે જ તેણે આ આત્યંતિક પગલું ભર્યું અને પોતાના નિર્દોષ બાળકોને પણ સાથે લઇ ગયો. આ સુસાઈડ નોટ અને ડાયરીના આધારે પોલીસે ફાલ્ગુની અને નરેશ સામે આત્મહત્યા માટે દુષ્પેરણાનો ગુનો દાખલ કર્યો હતો.

રિમાન્ડ દરમિયાન પોલીસની સઘન પૂછપરછ

પોલીસે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં માટે આરોપીઓના રિમાન્ડ જરૂરી છે. કોર્ટે પોલીસની રજૂઆતને માન્ય રાખીને બંને આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરશે કે, આ સમગ્ર ઘટનામાં તેમનો શું રોલ હતો. અલ્પેશને કઈ રીતે ત્રાસ આપવામાં આવતો હતો અને આ ગુના પાછળ કોઈ અન્ય કારણો છે કે કેમ. રિમાન્ડ દરમિયાન પોલીસ ફાલ્ગુની અને નરેશની કડક પૂછપરછ કરશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0