Surat News: ફાયર સેફ્ટીના અભાવે કીમમાં લક્ષ્મી મલ્ટીપ્લેક્ષ સીલ કરાયું

ફાયરની તમામ બોટલની એક્સપાયરી ડેટ પૂર્ણમલ્ટીપ્લેક્ષના માલિક પાસે મંજૂરીના દસ્તાવેજ પણ ન હતા મલ્ટિપ્લેક્ષમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે એક જ રસ્તો રાજકોટના ચકચારી TRP ગેમઝોનમાં આગ લાગી અને ફાયર સેફટીના અભાવે આગ એટલી ભીષણ બની ગઈ કે 28 લોકોના ભોગ લેવાયા. આ ઘટનાના એવા તે પડઘા પડ્યા કે ફાયર સેફટીને લઈને વર્ષોથી કુંભકર્ણ નિંદ્રામાં ઊંઘતું તંત્ર સફાળું જાગ્યું અને ઠેર ઠેર ફાયર સેફટીને લઈને તપાસ હાથ ધરીને ગેરકાયદેસર અને ફાયર સેફટી વગરના એકમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતમાં પાલનપુરમાં આજે જ્યાં એક તરફ બે મોલ સીલ કરવામાં આવ્યા છે તો સુરતમાં આજે એક મલ્ટીપ્લેક્ષ સીલ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, સુરતના ઓલપાડના કીમમાં ફાયર સેફટીના અભાવને કારણે એક મલ્ટીપ્લેક્ષ સીલ કરવામાં આવ્યું છે. કીમ ખાતે આવેલું લક્ષ્મી મલ્ટીપ્લેક્ષ સીલ કરવામાં આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સ્થાનિક પોલીસની ટીમે ઘટના સ્થળ તપાસ માટે આવી હતી અને તપાસમાં ક્ષતિઓ જણાતા આખરે મલ્ટીપ્લેક્ષ સીલ કરવામાં આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે ટીમ દ્વારા લક્ષ્મી મલ્ટીપ્લેક્ષ ખાતે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં મલ્ટીપ્લેક્ષ ખાતે ફાયર સેફટીના નિયમો રિતસરના ધજાગરા ઉડાડીને મલ્ટીપ્લેક્ષ ચલાવવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. મલ્ટીપ્લેક્ષ ખાતે ફાયર સેફટીની તમામ બોટલો એક્સપાઇર ડેટની હોવાનું જોવા મળ્યું હતું. તો સાથે સાથે, મલ્ટીપ્લેક્ષ સંચાલકો કોઈપણ પ્રકારની મંજૂરીના કાગળો રજૂ કરી શક્યા નહોતા. તો સાથે સાથે, મલ્ટીપ્લેક્ષમાં એકજ એન્ટ્રી અને એક્ઝીટનો રસ્તો હોવાનું સામે આવ્યું હતું.

Surat News: ફાયર સેફ્ટીના અભાવે કીમમાં લક્ષ્મી મલ્ટીપ્લેક્ષ સીલ કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ફાયરની તમામ બોટલની એક્સપાયરી ડેટ પૂર્ણ
  • મલ્ટીપ્લેક્ષના માલિક પાસે મંજૂરીના દસ્તાવેજ પણ ન હતા
  • મલ્ટિપ્લેક્ષમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે એક જ રસ્તો

રાજકોટના ચકચારી TRP ગેમઝોનમાં આગ લાગી અને ફાયર સેફટીના અભાવે આગ એટલી ભીષણ બની ગઈ કે 28 લોકોના ભોગ લેવાયા. આ ઘટનાના એવા તે પડઘા પડ્યા કે ફાયર સેફટીને લઈને વર્ષોથી કુંભકર્ણ નિંદ્રામાં ઊંઘતું તંત્ર સફાળું જાગ્યું અને ઠેર ઠેર ફાયર સેફટીને લઈને તપાસ હાથ ધરીને ગેરકાયદેસર અને ફાયર સેફટી વગરના એકમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતમાં પાલનપુરમાં આજે જ્યાં એક તરફ બે મોલ સીલ કરવામાં આવ્યા છે તો સુરતમાં આજે એક મલ્ટીપ્લેક્ષ સીલ કરવામાં આવ્યું છે.


મળતી માહિતી મુજબ, સુરતના ઓલપાડના કીમમાં ફાયર સેફટીના અભાવને કારણે એક મલ્ટીપ્લેક્ષ સીલ કરવામાં આવ્યું છે. કીમ ખાતે આવેલું લક્ષ્મી મલ્ટીપ્લેક્ષ સીલ કરવામાં આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સ્થાનિક પોલીસની ટીમે ઘટના સ્થળ તપાસ માટે આવી હતી અને તપાસમાં ક્ષતિઓ જણાતા આખરે મલ્ટીપ્લેક્ષ સીલ કરવામાં આવ્યું છે.


જાણવા મળી રહ્યું છે કે ટીમ દ્વારા લક્ષ્મી મલ્ટીપ્લેક્ષ ખાતે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં મલ્ટીપ્લેક્ષ ખાતે ફાયર સેફટીના નિયમો રિતસરના ધજાગરા ઉડાડીને મલ્ટીપ્લેક્ષ ચલાવવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. મલ્ટીપ્લેક્ષ ખાતે ફાયર સેફટીની તમામ બોટલો એક્સપાઇર ડેટની હોવાનું જોવા મળ્યું હતું. તો સાથે સાથે, મલ્ટીપ્લેક્ષ સંચાલકો કોઈપણ પ્રકારની મંજૂરીના કાગળો રજૂ કરી શક્યા નહોતા. તો સાથે સાથે, મલ્ટીપ્લેક્ષમાં એકજ એન્ટ્રી અને એક્ઝીટનો રસ્તો હોવાનું સામે આવ્યું હતું.