Surat News : જ્વેલર્સમાં વહુએ 11 જોડી ઝાંઝર આપી ને સાસુએ ચણિયામાં છુપાવી, બે લાખના દાગીના ચોરી ફરાર

Aug 10, 2026 - 20:00
Surat News : જ્વેલર્સમાં વહુએ 11 જોડી ઝાંઝર આપી ને સાસુએ ચણિયામાં છુપાવી, બે લાખના દાગીના ચોરી ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલ માનસરોવર સર્કલ પાસેના સતનામ જ્વેલર્સમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.ગ્રાહકના સ્વાંગમાં આવેલી સાસુ અને વહુની જોડીએ વેપારીની નજર ચૂકવીને આશરે બે લાખ રૂપિયાની કિંમતના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. શહેરમાં ધોળા દિવસે બનેલી આ ઘટનાથી વેપારી આલમમાં ચકચાર મચી જવા પામી છે.

વાતોમાં ભોળવીને ચાંદીની 11 જોડી પાયલ સેરવી લીધી

મળતી માહિતી મુજબ આશરે 40 થી 45 વર્ષની એક મહિલા તેની સાસુ સાથે સતનામ જ્વેલર્સમાં દાગીના ખરીદવાના બહાને આવી હતી.દુકાનદારને વિવિધ દાગીના બતાવવાનું કહીને બંને મહિલાઓએ તેને વાતોમાં ભોળવી રાખ્યો હતો.આ દરમિયાન વહુએ વેપારીની નજર ચૂકવીને કાઉન્ટર પરથી 900 ગ્રામ વજન ધરાવતી ચાંદીની 11 જોડી પાયલ ચાલાકીપૂર્વક ઉપાડીને પોતાની સાસુને આપી દીધી હતી.સાસુએ ત્વરિત આ ઝાંઝરીઓ પોતાના ચણિયામાં છુપાવી દીધી હતી.વેપારીને સહેજ પણ આશંકા ન જાય તે રીતે આ બંને મહિલાઓ ચોરી કરીને રફુચક્કર થઈ ગઈ હતી.

ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ

થોડી વાર પછી જ્યારે વેપારીને દાગીના ઓછા હોવાનો ખ્યાલ આવ્યો ત્યારે તેમણે તરત જ દુકાનમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા.CCTV ફૂટેજમાં સાસુ-વહુની આ જોડી સાતિરતાથી ચોરી કરતી સ્પષ્ટપણે કેદ થઈ ગઈ હતી.વેપારીએ આ અંગે ત્વરિત અમરોલી પોલીસ મથકે જાણ કરી હતી.પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે બંને ચતુર મહિલાઓની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Anand News: ખંભાતમાં દુષ્કર્મ કેસના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા, એક દિવસના રિમાન્ડ મંજૂર




What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0