Gandhinagar: નવી બનેલી 9 મહાનગરપાલિકાઓમાં પાયાની સુવિધાઓ ઊભી કરવા સરકારી જમીન વિનામૂલ્યે અપાશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યના શહેરી વિસ્તારોના સુઆયોજિત અને ઝડપી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને જનહિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં નવી બનેલી 9 મહાનગરપાલિકાઓમાં નાગરિકો માટે પ્રાથમિક અને જાહેર સુવિધાઓ ઝડપથી ઊભી થઈ શકે તે હેતુથી સરકાર દ્વારા આ મહાનગરપાલિકાઓને વિનામૂલ્યે સરકારી જમીન ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
નવી બનેલી 9 મહાનગરપાલિકાઓને જમીન ફાળવવાનો નિર્ણય
મળતી વિગતો અનુસાર, રાજ્ય સરકારે નવી મહાનગરપાલિકાઓને જમીન મેળવવામાં પડતી વહીવટી અડચણો દૂર કરવા માટે જમીન ફાળવણીના પ્રવર્તમાન નિયમોમાં મોટી છૂટછાટ આપી છે. સરકારની આ ખાસ જોગવાઈનો લાભ આગામી 5 વર્ષ સુધી આ 9 નવી મહાનગરપાલિકાઓને મળતો રહેશે. આ ઉપરાંત, વિકાસલક્ષી કામોમાં વિલંબ ન થાય તે માટે 1 હેક્ટર સુધીની જમીન ફાળવણીની પ્રક્રિયા પણ અત્યંત સરળ બનાવી દેવામાં આવી છે.
ફાયર સ્ટેશન, STP અને WTP સહિત 11 સુવિધાઓનો થશે વિકાસ
રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે ફાળવવામાં આવનારી આ સરકારી જમીન પર શહેરીજનોની સુખાકારી માટે જરૂરી એવી 11 જેટલી જાહેર સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે ફાયર સ્ટેશન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP), વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP) સહિતની અત્યંત આવશ્યક માળખાકીય સુવિધાઓનો સમાવેશ થાય છે. સરકારના આ નિર્ણયથી નવી રચાયેલી મહાનગરપાલિકાઓના માળખાકીય વિકાસને નવી ગતિ મળશે.
આ પણ વાંચો: Rajkot: યાર્ડમાં 50 હજારથી વધુ ડુંગળીના કટાની આવક, આવક વધતા મણે ₹100 થી ₹150નો ઘટાડો નોંધાયો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

