Rajkot: યાર્ડમાં 50 હજારથી વધુ ડુંગળીના કટાની આવક, આવક વધતા મણે ₹100 થી ₹150નો ઘટાડો નોંધાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હાલ ડુંગળીની મબલખ આવક જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારોમાંથી ખેડૂતો મોટી માત્રામાં પોતાનો માલ વેચવા માટે યાર્ડમાં લાવી રહ્યા છે. એકલા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જ 50,000 કટા કરતાં વધુ ડુંગળીની આવક નોંધાતા સમગ્ર યાર્ડ પરિસર ડુંગળીના કટાથી ઉભરાઈ ગયું છે.
માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક
મળતી વિગતો અનુસાર, યાર્ડમાં હાલ નાસિક ડુંગળી તેમજ નવી ગુલાબી ડુંગળીની મોટા પ્રમાણમાં આવકો શરૂ થઈ ગઈ છે. દિવાળી બાદ ડુંગળીની આવકમાં એકાએક મોટો ઉછાળો આવવાને કારણે ભાવમાં સીધો ઘટાડો જોવા મળ્યો છે. યાર્ડના વેપારીઓ અને ખેડૂતોના જણાવ્યા મુજબ, ડુંગળીના ભાવમાં એક મણે (20 કિલોએ) ₹100 થી ₹150 સુધીનો ઘટાડો નોંધાયો છે. હાલ હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ ₹200 થી ₹600 સુધી બોલાઈ રહ્યા છે, જ્યારે સરેરાશ ડુંગળીના ભાવ ₹400 થી ₹600 આસપાસ મળી રહ્યા છે.
મોંઘા બિયારણ અને ખાતર સામે ખેડૂતોને હજુ વધુ ભાવ મળવાની અપેક્ષા
ભાવમાં થયેલા ઘટાડાને લઈને ખેડૂતોમાં થોડી ચિંતા જોવા મળી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે, ચાલુ વર્ષે બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ભાવ આસમાને પહોંચ્યા હોવાથી ખેતીનો ખર્ચ ઘણો વધી ગયો છે. આ વધેલા ખર્ચની સામે હાલ મળી રહેલા ભાવ પૂરતા ન હોવાથી ખેડૂતોને હજુ થોડા વધુ સારા ભાવ મળે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.
આ પણ વાંચો: Rajkot:કુવાડવા રોડ પર હિટ એન્ડ રનની ઘટના; D-Mart પાસે કિશોરને ટક્કર મારી કારચાલક ફરાર
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

