Surat News : ઉધના વિસ્તારમાં પતિ પત્નીના વિવાદ વચ્ચે દીકરીને મળવા ગયેલા પિતા ઉપર હુમલો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના ઉધના વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા કૌટુંબિક વિવાદ વચ્ચે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. પોતાની પુત્રીને મળવા ગયેલા પિતા પર અચાનક જાનલેવા હુમલો કરવામાં આવ્યો હતો. આ અણધારી ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.
યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી
ઘટનાની વિગતો મુજબ, કૌટુંબિક અણબનાવ વચ્ચે પિતા પોતાની બાળકીને મળવા પહોંચ્યા હતા. ત્યારે ત્યાં હાજર હુમલાખોરે તેમની સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. ત્યારબાદ યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.આ હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પોલીસનો કાફલો ત્વરિત હરકતમાં આવ્યો
આ લોહિયાળ ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસનો કાફલો ત્વરિત હરકતમાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને હુમલો કરનાર આરોપી સાળાની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Ahmedabad News: DHFL લોન કૌભાંડ મામલે EDની મોટી કાર્યવાહી, પ્રમોટરો સામે મની લોન્ડરિંગની તપાસ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

