Surat Breaking: સુરત PCB-SOGનો સપાટો, 138 સીમકાર્ડ સાથે 4 ઝડપાયા

સુરત પોલીસની SOG-PCB ટીમે સનામિલ ભેસ્તાન પાસે વોચ ગોઠવી હતીઅફઝલ વોરા, આદિલ વોરા નામના શખ્સો પાસેથી 101 સીમકાર્ડ જપ્ત શાંતિનગરમાંથી 37 સીમ સાથે આરીફ સૈયદ, મોહંમદ ફારૂક મેમણની ધરપકડ સુરતના ભેસ્તાન વિસ્તારમાં પીસીબી અને એસઓજી પોલીસે વોચ ગોઠવીને ગેરકાયદેસર રીતે એક્ટિવ કરેલા મોબાઈલ સીમકાર્ડ સાથે 4 શખ્સોને ઝડપી પાડયા છે. આ ચારેય શખ્સો પાસેથી દસ-વીસ નહિ પરંતુ અધધધ 138 જેટલા સીમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, સુરત SOG અને પીસીબી પોલીસની ટીમે બાતમીને આધારે ભેસ્તાન વિસ્તારમાં આવેલ સના મીલ પાસે વોચ ગોઠવીને ચાર શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ચારેય શખ્સોની પૂછપરછ કરતાં તેમની પાસેથી 138 સીમકાર્ડ મળી આવ્યા હતા. બાતમીને આધારે એસઓજી અને પીસીબીની ટીમે અફઝલ વ્હોરા અને આદિલ વ્હોરા નામના શખ્સોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 101 જેટલા સીમકાર્ડ જપ્ત કરવામાં આવ્યા હતા. ઉપરાંત આરોપીની વધુ પૂછપરછ કરતાં વધુ ગેરકાયદેસર સીમકાર્ડની ડીલેવરી આપવા આવેલા અન્ય બે શખ્સોને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસની ટીમ દ્વારા શાંતિનગર સાઈબાબા મંદિર પાસેથી આરીફ સૈયદ અને મોહમ્મદ ફારુક મેમણની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ બંને પાસેથી 37 પ્રિ-એક્ટિવ સીમકાર્ડ કબજે કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે ભેસ્તાન પોલીસ દ્વારા જાણવા જોગ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો આ મામલે મોટા રેકેટનો પર્દાફાશ થાય તેવી પોલીસને આશંકા છે.

Surat Breaking: સુરત PCB-SOGનો સપાટો, 138 સીમકાર્ડ સાથે 4 ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરત પોલીસની SOG-PCB ટીમે સનામિલ ભેસ્તાન પાસે વોચ ગોઠવી હતી
  • અફઝલ વોરા, આદિલ વોરા નામના શખ્સો પાસેથી 101 સીમકાર્ડ જપ્ત
  • શાંતિનગરમાંથી 37 સીમ સાથે આરીફ સૈયદ, મોહંમદ ફારૂક મેમણની ધરપકડ

સુરતના ભેસ્તાન વિસ્તારમાં પીસીબી અને એસઓજી પોલીસે વોચ ગોઠવીને ગેરકાયદેસર રીતે એક્ટિવ કરેલા મોબાઈલ સીમકાર્ડ સાથે 4 શખ્સોને ઝડપી પાડયા છે. આ ચારેય શખ્સો પાસેથી દસ-વીસ નહિ પરંતુ અધધધ 138 જેટલા સીમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે.


મળતી માહિતી મુજબ, સુરત SOG અને પીસીબી પોલીસની ટીમે બાતમીને આધારે ભેસ્તાન વિસ્તારમાં આવેલ સના મીલ પાસે વોચ ગોઠવીને ચાર શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ચારેય શખ્સોની પૂછપરછ કરતાં તેમની પાસેથી 138 સીમકાર્ડ મળી આવ્યા હતા. બાતમીને આધારે એસઓજી અને પીસીબીની ટીમે અફઝલ વ્હોરા અને આદિલ વ્હોરા નામના શખ્સોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 101 જેટલા સીમકાર્ડ જપ્ત કરવામાં આવ્યા હતા.

ઉપરાંત આરોપીની વધુ પૂછપરછ કરતાં વધુ ગેરકાયદેસર સીમકાર્ડની ડીલેવરી આપવા આવેલા અન્ય બે શખ્સોને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસની ટીમ દ્વારા શાંતિનગર સાઈબાબા મંદિર પાસેથી આરીફ સૈયદ અને મોહમ્મદ ફારુક મેમણની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ બંને પાસેથી 37 પ્રિ-એક્ટિવ સીમકાર્ડ કબજે કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે ભેસ્તાન પોલીસ દ્વારા જાણવા જોગ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો આ મામલે મોટા રેકેટનો પર્દાફાશ થાય તેવી પોલીસને આશંકા છે.