Surat Airport પરથી 50 લાખના ગોલ્ડ સાથે 4 ઝડપાયા,ગોલ્ડ સ્મગલિંગના કામની આશંકા

દુબઇથી ગોલ્ડ લાવતા હોવાનું સામે આવ્યું ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્મગલિંગમાં મહિલાનો સમાવેશ બેગની અંદર ચોર ખાનું બનાવી લાવતા હતા સોનું સુરત એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્મગલિંગનો પર્દાફાશ થયો છે.SOG પોલીસે 50 લાખના ગોલ્ડ સાથે ચાર આરોપીની અટકાયત કરી છે.દુબઇથી લાવતાં હતા ગોલ્ડ,ચાર પૈકી એક મહિલા પણ સામિલ.બેગની અંદર ચોર ખાનું બનાવી લાવતા હતા સોનુ.સુરત એરપોર્ટ ગોલ્ડ સ્મલગલિંગનું હબ બની ગયું તેવું લાગી રહ્યું છે.એક મહિના પહેલા પણ ગોલ્ડ ઝડપાયું સુરત એરપોર્ટ પરથી 41 લાખ રૂપિયાના સોના સાથે એક મહિલાને ઝડપી લેવામાં આવી છે. બુધવારે જ શારજાહથી આવેલી મહિલા પાસે સ્કેનરમાં કઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી અને આ બાદ તેને ચેક કરવામાં આવી હતી. તમ કેપ્સ્યુલમાં 500 ગ્રામ સોનું મળી આવ્યું હતું.મહિલાએ બંને કેપ્સ્યુલ તેના પ્રાઇવેટ પાર્ટમાં છુપાવી હતી. આ મહિલા ચારેક મહિના પહેલા 4 વખત દુબઈ ગઈ હતી. કસ્ટમ અને DRI વિભાગને એક મહિલા દુબઈથી આવતી ફ્લાઇટમાં સોનું સાથે લાવી રહી હોવાની બાતમી મળી હતી. સુરત કસ્ટમ ઓફીસરને સસ્પેન્ડ કરાયા સુરત એરપોર્ટ કસ્ટમના એર ઇન્ટેલિજન્સ યુનિટમાં ફરજ બજાવતી મહિલા સુપરિન્ટેડન્ટ પ્રિતી આર્યને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. ગોલ્ડ સ્મગલિંગ કરતી વલસાડની એક મહિલા કેરિયર સાથેની સાંઠગાંઠ મહિલા કેરિયર ગયા સપ્તાહે પકડાઈ જતા ઉઘાડી પડી ગઈ હતી. અમદાવાદ સ્થિત ચીફ કસ્ટમ કમિશનર દ્વારા નિયુક્ત તપાસ ટીમે પ્રિતીને કસૂરવાર ઠેરવતા તપાસના અંતે તેને સસ્પેન્ડ કરવામાં આવી છે. કસ્ટમ સુપરિન્ટેડન્ટ તરીકે એક લાખ રૂપિયાનું માસિક વેતન ધરાવનાર અધિકારી પ્રથમવાર ગોલ્ડ કેરિયર સાથેની મિલીભગતમાં ઝડપાઈ છે, તેણે કુલ 22 કેસમાં ગોલ્ડ સાથે પેસેન્જર્સ ઝડપાયા હોવા છતાં લેવડદેવડ કરી નીલ રિપોર્ટ ભરીને કેસ કર્યા ન હતા.

Surat Airport પરથી 50 લાખના ગોલ્ડ સાથે 4 ઝડપાયા,ગોલ્ડ સ્મગલિંગના કામની આશંકા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દુબઇથી ગોલ્ડ લાવતા હોવાનું સામે આવ્યું
  • ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્મગલિંગમાં મહિલાનો સમાવેશ
  • બેગની અંદર ચોર ખાનું બનાવી લાવતા હતા સોનું

સુરત એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્મગલિંગનો પર્દાફાશ થયો છે.SOG પોલીસે 50 લાખના ગોલ્ડ સાથે ચાર આરોપીની અટકાયત કરી છે.દુબઇથી લાવતાં હતા ગોલ્ડ,ચાર પૈકી એક મહિલા પણ સામિલ.બેગની અંદર ચોર ખાનું બનાવી લાવતા હતા સોનુ.સુરત એરપોર્ટ ગોલ્ડ સ્મલગલિંગનું હબ બની ગયું તેવું લાગી રહ્યું છે.

એક મહિના પહેલા પણ ગોલ્ડ ઝડપાયું

સુરત એરપોર્ટ પરથી 41 લાખ રૂપિયાના સોના સાથે એક મહિલાને ઝડપી લેવામાં આવી છે. બુધવારે જ શારજાહથી આવેલી મહિલા પાસે સ્કેનરમાં કઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી અને આ બાદ તેને ચેક કરવામાં આવી હતી. તમ કેપ્સ્યુલમાં 500 ગ્રામ સોનું મળી આવ્યું હતું.મહિલાએ બંને કેપ્સ્યુલ તેના પ્રાઇવેટ પાર્ટમાં છુપાવી હતી. આ મહિલા ચારેક મહિના પહેલા 4 વખત દુબઈ ગઈ હતી. કસ્ટમ અને DRI વિભાગને એક મહિલા દુબઈથી આવતી ફ્લાઇટમાં સોનું સાથે લાવી રહી હોવાની બાતમી મળી હતી.


સુરત કસ્ટમ ઓફીસરને સસ્પેન્ડ કરાયા

સુરત એરપોર્ટ કસ્ટમના એર ઇન્ટેલિજન્સ યુનિટમાં ફરજ બજાવતી મહિલા સુપરિન્ટેડન્ટ પ્રિતી આર્યને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. ગોલ્ડ સ્મગલિંગ કરતી વલસાડની એક મહિલા કેરિયર સાથેની સાંઠગાંઠ મહિલા કેરિયર ગયા સપ્તાહે પકડાઈ જતા ઉઘાડી પડી ગઈ હતી. અમદાવાદ સ્થિત ચીફ કસ્ટમ કમિશનર દ્વારા નિયુક્ત તપાસ ટીમે પ્રિતીને કસૂરવાર ઠેરવતા તપાસના અંતે તેને સસ્પેન્ડ કરવામાં આવી છે. કસ્ટમ સુપરિન્ટેડન્ટ તરીકે એક લાખ રૂપિયાનું માસિક વેતન ધરાવનાર અધિકારી પ્રથમવાર ગોલ્ડ કેરિયર સાથેની મિલીભગતમાં ઝડપાઈ છે, તેણે કુલ 22 કેસમાં ગોલ્ડ સાથે પેસેન્જર્સ ઝડપાયા હોવા છતાં લેવડદેવડ કરી નીલ રિપોર્ટ ભરીને કેસ કર્યા ન હતા.