Amreliમાં દરિયાએ તોફાની રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ, કરંટ સાથે મોજા ઉછળ્યા
જાફરાબાદ,પીપાવાવ પોર્ટ વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો દરિયો તોફાની બનતા 3 નંબરનું સિગ્નલ યથાવત 700 બોટો બંદર પર લગાવી દેવામાં આવી અમરેલીમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે,દરિયામાં મોજા ઉછળતા જોવા મળ્યા છે.સાથે સાથે માછીમારોની 700 બોટ દરિયામાં લંગારી દેવામાં આવી છે,અમરેલીમાં વહેલી સવારથી દરિયો તોફાની બન્યો હતો,સાથે સાથે અમરેલી ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. દરિયો તોફાને ચડયો અમરેલી જિલ્લાના દરિયા કાંઠે દરિયામાં કરંટ જોવા મળ્યો છે,જાફરાબાદ,પીપાવાવ પોર્ટ,ધારાબંદર સહીત દરિયા કાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો છે,તેજગતી પવન ફૂંકાતા દરિયા પર 3 નંબરનું સિગ્નલ યથાવત છે.700 ઉપરાંતની બોટો બંદર પર લંગારી દેવાઈ છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે,અગામી 3 થી 4 દિવસ માછીમારોને દરિયો ના ખેડવા સૂચના અપાઈ છે,ત્યારે હવામાન વિભાગની આગાહી મૂજબ વરસાદ પડતા શહેરીજનો તેમજ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. હાઇવે ચેકપોસ્ટ પર NDRF અને રેસ્ક્યુ ટીમ તૈનાત યાત્રાધામ દ્વારકામાં આવેલ ગોમતી નદીમાં ઉપર વાસના વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે. જેમાં ગોમતી ઘાટ પર આવેલા હરી કુંડ પાસે આવેલ હવેલી બેઠકજી કૃષ્ણ મંદિર, ગોવર્ધન નાથ મંદિર, શામળશા શેઠ મંદિર વરસાદી પાણીમાં ગરકાવ થયુ છે. તેમજ દ્વારકાના હાઇવે રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ફરી વળતા વાહનવ્યવહાર ઠપ્પ થયો છે. જેમાં ખોડિયાર માતાજી મંદિર પાસે પાણી ભરાયા છે. પોલીસ ચેકપોસ્ટ હાઇવે રોડ પર પાણી ભરાયા છે. હાઇવે ચેકપોસ્ટ પર NDRF,રેસ્ક્યુ ટીમ તૈનાત છે. બપોરે 1 થી 4 વાગ્યા સુધી માટે વેધર બુલેટિન જાહેર અરવલ્લી, મહીસાગર, પંચમહાલ તથા બનાસકાંઠા, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી છે. વડોદરા, આણંદ, ખેડા, ગાંધીનગરમાં વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ, ભરૂચ તથા નર્મદા, સુરત, તાપી, ડાંગમાં મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ નવસારી, વલસાડ, દીવ દમણમાં મધ્યમ વરસાદની આગાહી સાથે નગર હવેલીમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે. પવનની ગતિ 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. બપોરે 1 થી 4 વાગ્યા સુધી માટે વેધર બુલેટિન જાહેર કર્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- જાફરાબાદ,પીપાવાવ પોર્ટ વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો
- દરિયો તોફાની બનતા 3 નંબરનું સિગ્નલ યથાવત
- 700 બોટો બંદર પર લગાવી દેવામાં આવી
અમરેલીમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે,દરિયામાં મોજા ઉછળતા જોવા મળ્યા છે.સાથે સાથે માછીમારોની 700 બોટ દરિયામાં લંગારી દેવામાં આવી છે,અમરેલીમાં વહેલી સવારથી દરિયો તોફાની બન્યો હતો,સાથે સાથે અમરેલી ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.
દરિયો તોફાને ચડયો
અમરેલી જિલ્લાના દરિયા કાંઠે દરિયામાં કરંટ જોવા મળ્યો છે,જાફરાબાદ,પીપાવાવ પોર્ટ,ધારાબંદર સહીત દરિયા કાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો છે,તેજગતી પવન ફૂંકાતા દરિયા પર 3 નંબરનું સિગ્નલ યથાવત છે.700 ઉપરાંતની બોટો બંદર પર લંગારી દેવાઈ છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે,અગામી 3 થી 4 દિવસ માછીમારોને દરિયો ના ખેડવા સૂચના અપાઈ છે,ત્યારે હવામાન વિભાગની આગાહી મૂજબ વરસાદ પડતા શહેરીજનો તેમજ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
હાઇવે ચેકપોસ્ટ પર NDRF અને રેસ્ક્યુ ટીમ તૈનાત
યાત્રાધામ દ્વારકામાં આવેલ ગોમતી નદીમાં ઉપર વાસના વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે. જેમાં ગોમતી ઘાટ પર આવેલા હરી કુંડ પાસે આવેલ હવેલી બેઠકજી કૃષ્ણ મંદિર, ગોવર્ધન નાથ મંદિર, શામળશા શેઠ મંદિર વરસાદી પાણીમાં ગરકાવ થયુ છે. તેમજ દ્વારકાના હાઇવે રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ફરી વળતા વાહનવ્યવહાર ઠપ્પ થયો છે. જેમાં ખોડિયાર માતાજી મંદિર પાસે પાણી ભરાયા છે. પોલીસ ચેકપોસ્ટ હાઇવે રોડ પર પાણી ભરાયા છે. હાઇવે ચેકપોસ્ટ પર NDRF,રેસ્ક્યુ ટીમ તૈનાત છે.
બપોરે 1 થી 4 વાગ્યા સુધી માટે વેધર બુલેટિન જાહેર
અરવલ્લી, મહીસાગર, પંચમહાલ તથા બનાસકાંઠા, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી છે. વડોદરા, આણંદ, ખેડા, ગાંધીનગરમાં વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ, ભરૂચ તથા નર્મદા, સુરત, તાપી, ડાંગમાં મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ નવસારી, વલસાડ, દીવ દમણમાં મધ્યમ વરસાદની આગાહી સાથે નગર હવેલીમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે. પવનની ગતિ 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. બપોરે 1 થી 4 વાગ્યા સુધી માટે વેધર બુલેટિન જાહેર કર્યું છે.