Suratમાં બિલ્ડીંગ ધરાશાયી બાદ મનપા ઉંઘમાંથી જાગ્યુ,જર્જરિત કન્સ્ટ્રકશન સાઈટ પર તપાસ કરી

SMCની આગ લાગે પછી કૂવો ખોદવાની નીતિ સુરત શહેરમાં અંદાજિત 242 જર્જરિત મિલકતો સચિન કનસાડમાં સૌથી વધારે 171 મિલકત બિસ્માર સુરત શહેરમાં બિલ્ડીંગ અકસ્માતનું મોટું જોખમ છે.મંજૂર પ્લાન સિવાય વધારાના 2થી 3 માળ બાંધ્યા છે.પાલી ગામમાં બિલ્ડીંગ પડતા 7 લોકોના થયા હતા મોત.સચિન-કનસાડમાં ૧૭૧ મિલકતો જર્જરિત હાલતમાં છે.ત્યારે મનપા તંત્ર બિલ્ડીંગ ધરાશાયી બાદ ઉંઘમાંથી જાગ્યુ,જર્જરિત કન્સ્ટ્રકશન સાઈટ પર તપાસ કરી હતી. સુરત સિવિલ હોસ્પિટલ પણ જર્જરિત સામાન્ય રીતે હાથ-પગમાં ઈજા થાય તો ઘણીવાર ડોક્ટર્સ લોખંડની પ્લેટ લગાવી આપતા હોય છે પણ સુરતની સિવિલ હોસ્પિટલ તો એવી જર્જરિત થઈ ચુકી છે કે એમાં આખી બિલ્ડિંગમાં લોખંડના ટેકા લગાવવામાં આવ્યા છે.દર્દીઓ કરતાં પણ વધુ બીમાર એવી હોસ્પિટલને જોઈને તમને નીચેથી પસાર થતાં પણ છત પડવાની બીક લાગી શકે છે.સુરતની સિવિલ હોસ્પિટલની હાલત ખરાબ છે. અહીં ચાર માળની બિલ્ડિંગને ટકાવી રાખવા લોખંડના ટેકા રાખવામાં આવ્યા છે. બિલ્ડીંગ ધરાશાયીમાં ચોંકાવનારો ખુલાસો સુરતનાં સચિનનાં વાંઝ ખાતે મકાન ધરાશાયી થવાની ઘટનામાં એક ચોંકાવનારો ખુલાસો થવા પામ્યો છે. આ બિલ્ડીંગમાં જ રહેતા શુભમ નામના એક યુવાને દાવો કર્યો છે કે, એક દિવસ પહેલાથી બિલ્ડીંગનો એક પિલર તૂટી ગયો હતો. અને બિલ્ડીંગ જર્જરિત થઈ ગયું હતું. ચાર પાંચ દિવસ પેહલા જ બિલ્ડિગમાં રહેવા આવેલા શુભમનો ભાઈ આ તૂટી પડેલા બિલ્ડીંગમાં દબાઈને મોતને ભેટ્યો છે. અભિષેક હજુ માંડ 17 વર્ષનો છે અને અભિષેક અને પોતાનો ભાઈ શુભમ સાથે અહીંયા પાંચેક દિવસ પહેલા જ રહેવા માટે આવ્યા હતા. બે દિવસ પહેલા બિલ્ડીંગ થયું ધરાશાયી સચિનના પાલીગામ ખાતે એકાએક બનેલી ઘટનાને કારણે ફાયર વિભાગ ફરીથી દોડતો થયો હતો. પાલીગામ વિસ્તારમાં આવેલી 5 માળની ઇમારત એકાએક ધરાશાયી થઈ જતાં આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે.આ ઘટનામાં અત્યારસુધી 7 લોકોના મોત થયા છે,સુરતના ચીફ ફાયર ઓફિસર બસંત પરીખનું કહેવું છે કે આખી રાત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન એક મહિલાનો અવાજ સંભળાયો હતો, જેથી ફાયર બ્રિગેડના જવાનોને અંદર મોકલીને મહિલાને બહાર કાઢી હતી. અત્યાર સુધીમાં ટીમે સાત લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે હજુ સુધી કોઈના ગુમ થયાની કોઈ માહિતી સામે આવી નથી. નજીકના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે કે કોઈ વ્યક્તિ ગુમ છે કે કેમ.  

Suratમાં બિલ્ડીંગ ધરાશાયી બાદ મનપા ઉંઘમાંથી જાગ્યુ,જર્જરિત કન્સ્ટ્રકશન સાઈટ પર તપાસ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • SMCની આગ લાગે પછી કૂવો ખોદવાની નીતિ
  • સુરત શહેરમાં અંદાજિત 242 જર્જરિત મિલકતો
  • સચિન કનસાડમાં સૌથી વધારે 171 મિલકત બિસ્માર

સુરત શહેરમાં બિલ્ડીંગ અકસ્માતનું મોટું જોખમ છે.મંજૂર પ્લાન સિવાય વધારાના 2થી 3 માળ બાંધ્યા છે.પાલી ગામમાં બિલ્ડીંગ પડતા 7 લોકોના થયા હતા મોત.સચિન-કનસાડમાં ૧૭૧ મિલકતો જર્જરિત હાલતમાં છે.ત્યારે મનપા તંત્ર બિલ્ડીંગ ધરાશાયી બાદ ઉંઘમાંથી જાગ્યુ,જર્જરિત કન્સ્ટ્રકશન સાઈટ પર તપાસ કરી હતી.

સુરત સિવિલ હોસ્પિટલ પણ જર્જરિત

સામાન્ય રીતે હાથ-પગમાં ઈજા થાય તો ઘણીવાર ડોક્ટર્સ લોખંડની પ્લેટ લગાવી આપતા હોય છે પણ સુરતની સિવિલ હોસ્પિટલ તો એવી જર્જરિત થઈ ચુકી છે કે એમાં આખી બિલ્ડિંગમાં લોખંડના ટેકા લગાવવામાં આવ્યા છે.દર્દીઓ કરતાં પણ વધુ બીમાર એવી હોસ્પિટલને જોઈને તમને નીચેથી પસાર થતાં પણ છત પડવાની બીક લાગી શકે છે.સુરતની સિવિલ હોસ્પિટલની હાલત ખરાબ છે. અહીં ચાર માળની બિલ્ડિંગને ટકાવી રાખવા લોખંડના ટેકા રાખવામાં આવ્યા છે.


બિલ્ડીંગ ધરાશાયીમાં ચોંકાવનારો ખુલાસો

સુરતનાં સચિનનાં વાંઝ ખાતે મકાન ધરાશાયી થવાની ઘટનામાં એક ચોંકાવનારો ખુલાસો થવા પામ્યો છે. આ બિલ્ડીંગમાં જ રહેતા શુભમ નામના એક યુવાને દાવો કર્યો છે કે, એક દિવસ પહેલાથી બિલ્ડીંગનો એક પિલર તૂટી ગયો હતો. અને બિલ્ડીંગ જર્જરિત થઈ ગયું હતું. ચાર પાંચ દિવસ પેહલા જ બિલ્ડિગમાં રહેવા આવેલા શુભમનો ભાઈ આ તૂટી પડેલા બિલ્ડીંગમાં દબાઈને મોતને ભેટ્યો છે. અભિષેક હજુ માંડ 17 વર્ષનો છે અને અભિષેક અને પોતાનો ભાઈ શુભમ સાથે અહીંયા પાંચેક દિવસ પહેલા જ રહેવા માટે આવ્યા હતા.

બે દિવસ પહેલા બિલ્ડીંગ થયું ધરાશાયી

સચિનના પાલીગામ ખાતે એકાએક બનેલી ઘટનાને કારણે ફાયર વિભાગ ફરીથી દોડતો થયો હતો. પાલીગામ વિસ્તારમાં આવેલી 5 માળની ઇમારત એકાએક ધરાશાયી થઈ જતાં આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે.આ ઘટનામાં અત્યારસુધી 7 લોકોના મોત થયા છે,સુરતના ચીફ ફાયર ઓફિસર બસંત પરીખનું કહેવું છે કે આખી રાત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન એક મહિલાનો અવાજ સંભળાયો હતો, જેથી ફાયર બ્રિગેડના જવાનોને અંદર મોકલીને મહિલાને બહાર કાઢી હતી. અત્યાર સુધીમાં ટીમે સાત લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે હજુ સુધી કોઈના ગુમ થયાની કોઈ માહિતી સામે આવી નથી. નજીકના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે કે કોઈ વ્યક્તિ ગુમ છે કે કેમ.