Cottonseedના નામે સસ્તુ તેલ વેચતા લેભાગુ ઉત્પાદકો સામે ગ્રાહક સુરક્ષાનું સમિતિનું અભિયાન

ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિએ (અખિલ ભારતીય) કપાસિયા તેલના પેકેજિંગ અને સંગ્રહમાં અનૈતિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં લેતાં ગ્રાહકોને કપાસિયા તેલમાં સોયાબીન અને પામોલિન તેલની ભેળસેળયુક્ત પ્રોડક્ટ અને ઉત્પાદકોથી ચેતવ્યાં છે. ખાદ્ય તેલમાં ભેળસેળ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાના નિયમિત પ્રયાસોના ભાગરૂપે એસોસિયેશને ગ્રાહકોને ડબ્બામાં સોયાબીન અને સોયાતેલની ભેળસેળ કરીને કપાસિયા તેલના નામે સસ્તુ તેલનું વેચાણ કરનારા અને લેભાગુ ઉત્પાદકોની પ્રોડક્ટ અંગે સાવેચત રહેવા તેમજ ગુણવત્તાયુક્ત બ્રાન્ડેડ કપાસિયા તેલની ખરીદી કરવા અનુરોધ કર્યો છે. જીએસટી કાયદાનું પણ સરેઆમ ઉલ્લંઘન આ અંગે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિએ જણાવ્યું હતું કે, ખાદ્યતેલોમાં ભેળસેળની વારંવાર ગ્રાહકોની ફરિયાદોને અનુલક્ષીને અમારી સંસ્થાએ રાજ્યના અનેક જિલ્લા, તાલુકા અને ગામોમાંથી કપાસિયા તેલના સીલપેક ટીનમાંથી સેમ્પલ લઇને પ્રતિષ્ઠિત લેબોરેટરીમાં તમામ સેમ્પલની ચકાસણી કરાવી છે. જેમાં અનેક બ્રાન્ડના કપાસિયા તેલમાં ભેળસેળના પુરાવા મળી આવ્યાં છે.સમિતિએ ઉમેર્યું હતું કે, જો ગ્રાહકો આવા ઉત્પાદકોના સસ્તી કિમતના કપાસિયા તેલના ડબ્બા ખરીદે છે, તો તેમને હલકી ગુણવત્તાવાળું પામોલિન અથવા સોયાતેલ પધરાવાવમાં આવે છે. ઘણાં વેપારીઓ આવા ડબ્બાનું વેચાણ બિલ વગર અને માત્ર બ્રાન્ડનું નામ લખી કાચા બિલથી કરે છે તેમજ જીએસટી કાયદાનું પણ સરેઆમ ઉલ્લંઘન કરે છે. ગ્રાહકલક્ષી નિયમોનો અમલ પાલન નહીં સમિતિના મતે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના વારંવાર કિસ્સા સામે આવી રહ્યા છે અને ખોરાકની સુરક્ષાની બાબત વધુને વધુ ચિંતાજનક બની રહી છે. નિયમનકારી પ્રયાસો કરવા છતાં ખાદ્યતેલોના પેકેજિંગ અને સંગ્રહ માટે પુનઃઉપયોગમાં લેવાયેલા ડબ્બાનો ફરી ઉપયોગ કરવાની સતત ગેરરીતિ ગુજરાતમાં આરોગ્ય માટે નોંધપાત્ર જોખમો ઊભા કરે છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) અને ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશને (FDCA) અનેક ચેતવણીઓ અને નિર્દેશો જારી કર્યા છે છતાં રાજ્યમાં ખાદ્યતેલના ઉત્પાદકો, ડિલરો, અને વેપારીઓ દ્વારા ગ્રાહકલક્ષી નિયમોનો અમલ પાલન નહીં કરવાનું ચલણ ખૂબ જ વ્યાપક બન્યું છે. ગેરરીતીઓ અને દુષણો ચાલુ રહે છે તાજેતરમાં FSSAI ફૂડ પેકેજિંગ માટે ટીનકન્ટેનરનો ફરી વાર ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકતા 2018ના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (પેકેજિંગ) રેગ્યુલેશનનો ભંગ કરવા બદલ ગુજરાતમાં 48 ખાદ્યતેલઉત્પાદકોને નોટિસ જારી કરી હતી. આ અગાઉ ગુજરાત એફડીસીએએ નિયમોનું કડક પાલન થાય છે કે નહીં તે ચકાસવા અને જરૂર પડે તો કાયદાકીય પગલાં લેવા માટે તમામ જિલ્લા નિયુક્ત અધિકારીઓને સૂચના આપી હતી.કેન્દ્ર સરકારના વર્ષ – 2011 અને 2017 ના ગ્રાહકલક્ષી પરિપત્રો ના અસરકારક અમલવારી થતી નથી. જુના ટીનના રીયુઝ પર પ્રતિબંધના સરકારી પરિપત્રો કાગળ ઉપર રહ્યા છે. મોટા ભાગના ઉત્પાદકો કેન્દ્ર સરકારના લાયસન્સ ધરાવે છે અને સંબંધિત ઓથોરીટી નોટીસો આપે છે પરંતુ ગેરરીતીઓ અને દુષણો ચાલુ રહે છે.આરોગ્ય નિષ્ણાંતો ચેતવણી આપે છે સપ્લાય ચેઇનમાં ફરીથી ઉપયોગમાં લેવાતા ડબ્બા જે અસ્વચ્છ પ્રક્રિયામાંથી પસાર થાય છે તે તેમને પ્રદૂષકો માટે ખૂબ જ સંવેદનશીલ બનાવે છે અને ધૂળ, બેક્ટેરિયા, પરોપજીવીઓ, હાનિકારક તત્વો અને રસાયણોના નિશાન, માઇક્રોસ્કોપિક સજીવો સહિતના દૂષણો માટે અત્યંત જોખમી બનાવે છે, જે ખોરાકજન્ય રોગો અને લાંબા ગાળાની આરોગ્યની સમસ્યાઓ ઊભી કરી શકે છે. જ્યારે આ ડબ્બાને યોગ્ય રીતે સાફ કરવામાં કે પુનઃવપરાશ કરવામાં આવતો નથી ત્યારે જોખમ વધી જાય છે, જેના પરિણામે કાટ ઊભો થાય છે અને અન્ય કેમિકલ રિએક્શન્સ થાય છે જે તેલને બગાડે છે અને ગંભીર આરોગ્ય માટે જોખમ ઊભું કરે છે.

Cottonseedના નામે સસ્તુ તેલ વેચતા લેભાગુ ઉત્પાદકો સામે ગ્રાહક સુરક્ષાનું સમિતિનું અભિયાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિએ (અખિલ ભારતીય) કપાસિયા તેલના પેકેજિંગ અને સંગ્રહમાં અનૈતિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં લેતાં ગ્રાહકોને કપાસિયા તેલમાં સોયાબીન અને પામોલિન તેલની ભેળસેળયુક્ત પ્રોડક્ટ અને ઉત્પાદકોથી ચેતવ્યાં છે. ખાદ્ય તેલમાં ભેળસેળ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાના નિયમિત પ્રયાસોના ભાગરૂપે એસોસિયેશને ગ્રાહકોને ડબ્બામાં સોયાબીન અને સોયાતેલની ભેળસેળ કરીને કપાસિયા તેલના નામે સસ્તુ તેલનું વેચાણ કરનારા અને લેભાગુ ઉત્પાદકોની પ્રોડક્ટ અંગે સાવેચત રહેવા તેમજ ગુણવત્તાયુક્ત બ્રાન્ડેડ કપાસિયા તેલની ખરીદી કરવા અનુરોધ કર્યો છે.

જીએસટી કાયદાનું પણ સરેઆમ ઉલ્લંઘન
આ અંગે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિએ જણાવ્યું હતું કે, ખાદ્યતેલોમાં ભેળસેળની વારંવાર ગ્રાહકોની ફરિયાદોને અનુલક્ષીને અમારી સંસ્થાએ રાજ્યના અનેક જિલ્લા, તાલુકા અને ગામોમાંથી કપાસિયા તેલના સીલપેક ટીનમાંથી સેમ્પલ લઇને પ્રતિષ્ઠિત લેબોરેટરીમાં તમામ સેમ્પલની ચકાસણી કરાવી છે. જેમાં અનેક બ્રાન્ડના કપાસિયા તેલમાં ભેળસેળના પુરાવા મળી આવ્યાં છે.સમિતિએ ઉમેર્યું હતું કે, જો ગ્રાહકો આવા ઉત્પાદકોના સસ્તી કિમતના કપાસિયા તેલના ડબ્બા ખરીદે છે, તો તેમને હલકી ગુણવત્તાવાળું પામોલિન અથવા સોયાતેલ પધરાવાવમાં આવે છે. ઘણાં વેપારીઓ આવા ડબ્બાનું વેચાણ બિલ વગર અને માત્ર બ્રાન્ડનું નામ લખી કાચા બિલથી કરે છે તેમજ જીએસટી કાયદાનું પણ સરેઆમ ઉલ્લંઘન કરે છે.

ગ્રાહકલક્ષી નિયમોનો અમલ પાલન નહીં
સમિતિના મતે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના વારંવાર કિસ્સા સામે આવી રહ્યા છે અને ખોરાકની સુરક્ષાની બાબત વધુને વધુ ચિંતાજનક બની રહી છે. નિયમનકારી પ્રયાસો કરવા છતાં ખાદ્યતેલોના પેકેજિંગ અને સંગ્રહ માટે પુનઃઉપયોગમાં લેવાયેલા ડબ્બાનો ફરી ઉપયોગ કરવાની સતત ગેરરીતિ ગુજરાતમાં આરોગ્ય માટે નોંધપાત્ર જોખમો ઊભા કરે છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) અને ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશને (FDCA) અનેક ચેતવણીઓ અને નિર્દેશો જારી કર્યા છે છતાં રાજ્યમાં ખાદ્યતેલના ઉત્પાદકો, ડિલરો, અને વેપારીઓ દ્વારા ગ્રાહકલક્ષી નિયમોનો અમલ પાલન નહીં કરવાનું ચલણ ખૂબ જ વ્યાપક બન્યું છે.

ગેરરીતીઓ અને દુષણો ચાલુ રહે છે
તાજેતરમાં FSSAI ફૂડ પેકેજિંગ માટે ટીનકન્ટેનરનો ફરી વાર ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકતા 2018ના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (પેકેજિંગ) રેગ્યુલેશનનો ભંગ કરવા બદલ ગુજરાતમાં 48 ખાદ્યતેલઉત્પાદકોને નોટિસ જારી કરી હતી. આ અગાઉ ગુજરાત એફડીસીએએ નિયમોનું કડક પાલન થાય છે કે નહીં તે ચકાસવા અને જરૂર પડે તો કાયદાકીય પગલાં લેવા માટે તમામ જિલ્લા નિયુક્ત અધિકારીઓને સૂચના આપી હતી.કેન્દ્ર સરકારના વર્ષ – 2011 અને 2017 ના ગ્રાહકલક્ષી પરિપત્રો ના અસરકારક અમલવારી થતી નથી. જુના ટીનના રીયુઝ પર પ્રતિબંધના સરકારી પરિપત્રો કાગળ ઉપર રહ્યા છે. મોટા ભાગના ઉત્પાદકો કેન્દ્ર સરકારના લાયસન્સ ધરાવે છે અને સંબંધિત ઓથોરીટી નોટીસો આપે છે પરંતુ ગેરરીતીઓ અને દુષણો ચાલુ રહે છે.

આરોગ્ય નિષ્ણાંતો ચેતવણી આપે છે
સપ્લાય ચેઇનમાં ફરીથી ઉપયોગમાં લેવાતા ડબ્બા જે અસ્વચ્છ પ્રક્રિયામાંથી પસાર થાય છે તે તેમને પ્રદૂષકો માટે ખૂબ જ સંવેદનશીલ બનાવે છે અને ધૂળ, બેક્ટેરિયા, પરોપજીવીઓ, હાનિકારક તત્વો અને રસાયણોના નિશાન, માઇક્રોસ્કોપિક સજીવો સહિતના દૂષણો માટે અત્યંત જોખમી બનાવે છે, જે ખોરાકજન્ય રોગો અને લાંબા ગાળાની આરોગ્યની સમસ્યાઓ ઊભી કરી શકે છે. જ્યારે આ ડબ્બાને યોગ્ય રીતે સાફ કરવામાં કે પુનઃવપરાશ કરવામાં આવતો નથી ત્યારે જોખમ વધી જાય છે, જેના પરિણામે કાટ ઊભો થાય છે અને અન્ય કેમિકલ રિએક્શન્સ થાય છે જે તેલને બગાડે છે અને ગંભીર આરોગ્ય માટે જોખમ ઊભું કરે છે.