Jamnagarમાં હાથી કોલોની વિસ્તારમાં નાની બાળાઓ તલવાર લઈને રમી રાસ

જામનગરના હાથી કોલોની વિસ્તારમાં શેરી-1 માં આશાપુરા ગ્રુપ આયોજિત ગરબીમાં નાની નાની બાળાઓ હાથમાં દાંડિયાને બદલે તલવારો લઈને રાસ રમે છે. આ ગ્રુપની બાળાઓના ત્રણ ગ્રુપ પાડવામાં આવ્યા છે. સામાન્ય રીતે પુરુષો કે છોકરાઓ હાથમાં તલવાર લઈને ગરબા રમતા હોય છે. પણ આ 35 વર્ષથી વધારે આશાપુરા ગ્રુપમાં નાની બાળાઓના હાથમાં તલવાર જોઈને જોનારા દંગ થઇ જાય છે. તલવાર રાસ જામનગરમાં 300થી વધારે પ્રાચીન ગરબી થાય છે.ત્યારે શહેરના ઘણા બધા ગરબામાં સમાજને કઈ ને કઈ સંદેશો મળે તે માટેના રાસનું પણ લોકો સમક્ષ યોજવામાં આવે છે. હાલ જામનગરમાં 40 વર્ષ જૂની આશાપુરા ગરબીમાં નાની બાળો તલવાર રાસ ગરબામાં મહિલાઓ આગળ આવે અને આજની મહિલા પુરુષ સમોવડી અને પુરુષ કરતા પણ વધારે આગળ છે અને નારી પોતાની રક્ષા ખુદ કરી શકે છે તેવા સંદેશ સાથે હાથમાં દાંડિયાના બદલે તલવાર લઇ રાસ રમે છે. આ રાસ જોવા દૂર-દૂરથી લોકો અહીંયા આવે છે અને રાસ જોઈ મંત્રમુગ્ધ થઇ જાય છે. બાળાઓ રમી તલવારથી રાસ હાલ અત્યારે પ્રાચીન ગરબી કરતા અર્વાચીન અને ડિસ્કો દાંડિયાનો ક્રેઝ વધતો જાય છે ત્યારે જામનગરમાં નાની-નાની બાળાઓ દ્વારા પ્રાચીન ગરબામાં તલવાર રાસ રમી મહિલાઓને આગળ વધવાની હિંમત આપે છે અને કહે છે મહિલાઓને ઘરમાં બેસી ના રહેવું જોઈએ અને રસોડાની રાણીમાંથી બહાર નીકળે તો તે કોઈ પણ સામે લડી શકે છે. એવો એક સંદેશો આપતા તેઓએ આ રાસ દ્વારા મહિલાઓને જણાવ્યું છે. સાક્ષાત માતાજી રમતા હોય તેવો અહેસાસ આજના સમયમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ આવી રહી છે અને ખાસ તો હવે સરકાર પણ મહિલાઓને વધારે પ્રાધાન્ય આપી રહી છે ત્યારે હવે લોકોએ પણ મહિલાઓની સમજવાની જરૂર છે ત્યારે આ નવરાત્રી દરમિયાન મહિલાઓ અને ખાસ તો નાની બાળાઓ જયારે ગરબે ઘૂમે છે ત્યારે સાક્ષાત માતાજી રમતા હોય તેવું ફલિત થતું હોય છે.

Jamnagarમાં હાથી કોલોની વિસ્તારમાં નાની બાળાઓ તલવાર લઈને રમી રાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગરના હાથી કોલોની વિસ્તારમાં શેરી-1 માં આશાપુરા ગ્રુપ આયોજિત ગરબીમાં નાની નાની બાળાઓ હાથમાં દાંડિયાને બદલે તલવારો લઈને રાસ રમે છે. આ ગ્રુપની બાળાઓના ત્રણ ગ્રુપ પાડવામાં આવ્યા છે. સામાન્ય રીતે પુરુષો કે છોકરાઓ હાથમાં તલવાર લઈને ગરબા રમતા હોય છે. પણ આ 35 વર્ષથી વધારે આશાપુરા ગ્રુપમાં નાની બાળાઓના હાથમાં તલવાર જોઈને જોનારા દંગ થઇ જાય છે.

તલવાર રાસ

જામનગરમાં 300થી વધારે પ્રાચીન ગરબી થાય છે.ત્યારે શહેરના ઘણા બધા ગરબામાં સમાજને કઈ ને કઈ સંદેશો મળે તે માટેના રાસનું પણ લોકો સમક્ષ યોજવામાં આવે છે. હાલ જામનગરમાં 40 વર્ષ જૂની આશાપુરા ગરબીમાં નાની બાળો તલવાર રાસ ગરબામાં મહિલાઓ આગળ આવે અને આજની મહિલા પુરુષ સમોવડી અને પુરુષ કરતા પણ વધારે આગળ છે અને નારી પોતાની રક્ષા ખુદ કરી શકે છે તેવા સંદેશ સાથે હાથમાં દાંડિયાના બદલે તલવાર લઇ રાસ રમે છે. આ રાસ જોવા દૂર-દૂરથી લોકો અહીંયા આવે છે અને રાસ જોઈ મંત્રમુગ્ધ થઇ જાય છે.


બાળાઓ રમી તલવારથી રાસ

હાલ અત્યારે પ્રાચીન ગરબી કરતા અર્વાચીન અને ડિસ્કો દાંડિયાનો ક્રેઝ વધતો જાય છે ત્યારે જામનગરમાં નાની-નાની બાળાઓ દ્વારા પ્રાચીન ગરબામાં તલવાર રાસ રમી મહિલાઓને આગળ વધવાની હિંમત આપે છે અને કહે છે મહિલાઓને ઘરમાં બેસી ના રહેવું જોઈએ અને રસોડાની રાણીમાંથી બહાર નીકળે તો તે કોઈ પણ સામે લડી શકે છે. એવો એક સંદેશો આપતા તેઓએ આ રાસ દ્વારા મહિલાઓને જણાવ્યું છે.

સાક્ષાત માતાજી રમતા હોય તેવો અહેસાસ

આજના સમયમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ આવી રહી છે અને ખાસ તો હવે સરકાર પણ મહિલાઓને વધારે પ્રાધાન્ય આપી રહી છે ત્યારે હવે લોકોએ પણ મહિલાઓની સમજવાની જરૂર છે ત્યારે આ નવરાત્રી દરમિયાન મહિલાઓ અને ખાસ તો નાની બાળાઓ જયારે ગરબે ઘૂમે છે ત્યારે સાક્ષાત માતાજી રમતા હોય તેવું ફલિત થતું હોય છે.