Surat: 35 હજારની લાંચ લેતા તલાટી ઝડપાયો

સુરતમાં વધુ એક લાંચિયો તલાટી ઝડપાયો માંડવીના વડેશિયા ગ્રામ પંચાયતનો તલાટી સંજય પોપટભાઇ પટેલ ACBના છટકામાં સુરત જિલ્લામાં વધુ એક તલાટી ઝડપાયો છે. માંડવી તાલુકાના વડેશિયા ગ્રામ પંચાયતના તલાટી સંજય પોપટભાઈ પટેલ એસીબીની છટકામાં ઝડપાઈ ગયો હતો. એસીબીના છટકામાં ઝડપાયેલા તલાટીએ સરકારી કામોના કોન્ટ્રાક્ટર પાસે કામો થયા બાદ જમા થયેલ નાણાં બાબતે કમિશન પેટે 35000 રૂપિયાની માંગણી કરી હતી. જેથી ફરિયાદીએ ACB સુરત ગ્રામ્યનો સંપર્ક કર્યો હતો. જેને લઈને ACBએ છટકું ગોઠવતા તલાટી 35 હજારની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો.તાજેતરમાં AMCના આસિસ્ટન્ટ ટીડીઓ 20 લાખની લાંચ લેતા ઝડપાયાઅમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર કચેરીમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ટીડીઓએ મિલકતની વૈકલ્પિક વ્યવસ્થા કરવાના કામ પેટે 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે પેટે રકઝક કરતા રૂ. 20 લાખ આપવાનું નક્કી થયું હતું. અને ફરિયાદી રૂ. 20 લાખ આપવા જતા આરોપી હર્ષદભાઈ અને સાથીદાર આશિષ પટેલ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. અધિકારીએ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા લાંચ માંગી આ કામના ફરીયાદીની અમદાવાદ શહેરમાં વડીલો પાર્જીત જમીનમાં મકાનો અને દુકાનો હતી. જે અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા કબ્જો લઈ તોડી નાખવામાં આવેલ હતી. જેથી મકાનો અને દુકાનોના ભાડુઆતો તથા આ કામના ફરીયાદીએ કાયદાકીય પ્રક્રિયા કરેલ. જેમા જણાવેલ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ જઈ જરૂરી પુરાવા રજુ કરશો તો AMC તેઓને વૈકલ્પીક વ્યવસ્થા કરી આપશે.

Surat: 35 હજારની લાંચ લેતા તલાટી ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં વધુ એક લાંચિયો તલાટી ઝડપાયો
  • માંડવીના વડેશિયા ગ્રામ પંચાયતનો તલાટી
  • સંજય પોપટભાઇ પટેલ ACBના છટકામાં

સુરત જિલ્લામાં વધુ એક તલાટી ઝડપાયો છે. માંડવી તાલુકાના વડેશિયા ગ્રામ પંચાયતના તલાટી સંજય પોપટભાઈ પટેલ એસીબીની છટકામાં ઝડપાઈ ગયો હતો.


એસીબીના છટકામાં ઝડપાયેલા તલાટીએ સરકારી કામોના કોન્ટ્રાક્ટર પાસે કામો થયા બાદ જમા થયેલ નાણાં બાબતે કમિશન પેટે 35000 રૂપિયાની માંગણી કરી હતી. જેથી ફરિયાદીએ ACB સુરત ગ્રામ્યનો સંપર્ક કર્યો હતો. જેને લઈને ACBએ છટકું ગોઠવતા તલાટી 35 હજારની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો.

તાજેતરમાં AMCના આસિસ્ટન્ટ ટીડીઓ 20 લાખની લાંચ લેતા ઝડપાયા

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર કચેરીમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ટીડીઓએ મિલકતની વૈકલ્પિક વ્યવસ્થા કરવાના કામ પેટે 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે પેટે રકઝક કરતા રૂ. 20 લાખ આપવાનું નક્કી થયું હતું. અને ફરિયાદી રૂ. 20 લાખ આપવા જતા આરોપી હર્ષદભાઈ અને સાથીદાર આશિષ પટેલ રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

અધિકારીએ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા લાંચ માંગી

આ કામના ફરીયાદીની અમદાવાદ શહેરમાં વડીલો પાર્જીત જમીનમાં મકાનો અને દુકાનો હતી. જે અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા કબ્જો લઈ તોડી નાખવામાં આવેલ હતી. જેથી મકાનો અને દુકાનોના ભાડુઆતો તથા આ કામના ફરીયાદીએ કાયદાકીય પ્રક્રિયા કરેલ. જેમા જણાવેલ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ જઈ જરૂરી પુરાવા રજુ કરશો તો AMC તેઓને વૈકલ્પીક વ્યવસ્થા કરી આપશે.