Suratમા આવાસ યોજનામાં ઘર અપાવવાના બહાને અનેક લોકોને ચૂનો ચોપડનાર આરોપી ઝડપાયો

સુરતમાં ઘર આપવાના નામે ગરીબો સાથે ઠગાઈ આવાસ યોજનામાં ઘર અપાવવાના બહાને ઠગાઈ આરોપી ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમે આચરી છેતરપિંડી સુરતમાં આવસ યોજનમાં ઘર અપાવવાના બહાને આરોપી ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમે છેતરપિડીં આચરી છે,77 ઓરડીસાવાસીઓને 12.60 લાખનો ચૂનો ચોપડતા ગરીબલોકો પોલીસના શરણે પહોંચ્યા હતા.આરોપી રૂપિયા લઈ સુરત છોડી ભાગી ગયો હતો પરંતુ,ઉધના પોલીસે આરોપીને દબોચી વધુ તપાસ હાથધરી છે. આરોપી સુરત પરત આવતા પોલીસે ઝડપ્યો સરકારી આવાસ યોજનામાં ઓળખાણ છે અને તમને ઘરનું ઘર અપાવીશ તેમ કહી આરોપીઓ અલગ-અલગ વ્યકિતઓ પાસેથી રૂપિયા 12.60 લાખ લઈ ફરાર થઈ ગયો હતો,ઉધના વિસ્તારમાં આવાસ મકાન અપાવવાની લાલચે આ છેતરપિંડી કરવામાં આવી હતી,આરોપીએ કુલ 77 લોકો સાથે આ છેતરપિંડી કરી હતી,ભોગ બનનાર તમામ લોકો ઓરિસ્સાના રહેવાસીઓ છે. આરોપી રૂપિયા લઈ ફરાર થયો હતો સમગ્ર ઘટનામાં આરોપી રૂપિયા લઈ ફરાર થઈ ગયો હતો,મહત્વનું છે કે જયારે લોકોને ખબર પડી કે આરોપી રૂપિયા લઈ ફરાર થયો ત્યારે જમીન નીચેથી પગ સરકી ગયા હતા,તમામ લોકોએ રોકડા આપ્યા હોવાથી કોઈ પ્રુફ હતુ નહી પરંતુ પોલીસે તમામની વાત સાંભળી ફરિયાદ નોંધી હતી,પોલીસે જયારે ફરાર આરોપીને ઝડપ્યો ત્યારે તેણે કબૂલ કર્યુ કે આ રૂપિયા તેણે જ લીધા હતા અને તેને કોઈ જગ્યાએ ઓળખાણ નથી ફકત રૂપિયાની જરૂર હોવાથી આ કારસ્તાન કર્યુ હોવાનું કબૂલ્યું હતુ. સુરતમાં અન્ય એક વ્યકિત છેતરપિંડી કરતા ઝડપાયો જિલ્લાના લિંબાયત અને ચોકબજાર વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં કુલ રૂપિયા 2,68,500ની છેતરપિંડી મામલે લિંબાયત પોલીસે આરોપી દેવડ ઉર્ફ ડેવીડ જીતેન્દ્રભાઈ શિંદેને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી પોલીસે સોનાની 2 વીંટી, 1 મોપેડ સહીત કુલ રૂપિયા 92 000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીએ લિંબાયત અને ચોકબજાર વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં કુલ રૂપિયા 2.68.500 ની ખરીદી કર્યા બાદ ઓનલાઇન પેમેન્ટનું એડીટીંગ કરેલું ઓનલાઇન પેમેન્ટનું પેજ જ્વેલર્સને બતાવી છેતરપિંડી કરી હતી.  

Suratમા આવાસ યોજનામાં ઘર અપાવવાના બહાને અનેક લોકોને ચૂનો ચોપડનાર આરોપી ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં ઘર આપવાના નામે ગરીબો સાથે ઠગાઈ
  • આવાસ યોજનામાં ઘર અપાવવાના બહાને ઠગાઈ
  • આરોપી ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમે આચરી છેતરપિંડી

સુરતમાં આવસ યોજનમાં ઘર અપાવવાના બહાને આરોપી ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમે છેતરપિડીં આચરી છે,77 ઓરડીસાવાસીઓને 12.60 લાખનો ચૂનો ચોપડતા ગરીબલોકો પોલીસના શરણે પહોંચ્યા હતા.આરોપી રૂપિયા લઈ સુરત છોડી ભાગી ગયો હતો પરંતુ,ઉધના પોલીસે આરોપીને દબોચી વધુ તપાસ હાથધરી છે.

આરોપી સુરત પરત આવતા પોલીસે ઝડપ્યો

સરકારી આવાસ યોજનામાં ઓળખાણ છે અને તમને ઘરનું ઘર અપાવીશ તેમ કહી આરોપીઓ અલગ-અલગ વ્યકિતઓ પાસેથી રૂપિયા 12.60 લાખ લઈ ફરાર થઈ ગયો હતો,ઉધના વિસ્તારમાં આવાસ મકાન અપાવવાની લાલચે આ છેતરપિંડી કરવામાં આવી હતી,આરોપીએ કુલ 77 લોકો સાથે આ છેતરપિંડી કરી હતી,ભોગ બનનાર તમામ લોકો ઓરિસ્સાના રહેવાસીઓ છે.


આરોપી રૂપિયા લઈ ફરાર થયો હતો

સમગ્ર ઘટનામાં આરોપી રૂપિયા લઈ ફરાર થઈ ગયો હતો,મહત્વનું છે કે જયારે લોકોને ખબર પડી કે આરોપી રૂપિયા લઈ ફરાર થયો ત્યારે જમીન નીચેથી પગ સરકી ગયા હતા,તમામ લોકોએ રોકડા આપ્યા હોવાથી કોઈ પ્રુફ હતુ નહી પરંતુ પોલીસે તમામની વાત સાંભળી ફરિયાદ નોંધી હતી,પોલીસે જયારે ફરાર આરોપીને ઝડપ્યો ત્યારે તેણે કબૂલ કર્યુ કે આ રૂપિયા તેણે જ લીધા હતા અને તેને કોઈ જગ્યાએ ઓળખાણ નથી ફકત રૂપિયાની જરૂર હોવાથી આ કારસ્તાન કર્યુ હોવાનું કબૂલ્યું હતુ.

સુરતમાં અન્ય એક વ્યકિત છેતરપિંડી કરતા ઝડપાયો

જિલ્લાના લિંબાયત અને ચોકબજાર વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં કુલ રૂપિયા 2,68,500ની છેતરપિંડી મામલે લિંબાયત પોલીસે આરોપી દેવડ ઉર્ફ ડેવીડ જીતેન્દ્રભાઈ શિંદેને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી પોલીસે સોનાની 2 વીંટી, 1 મોપેડ સહીત કુલ રૂપિયા 92 000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીએ લિંબાયત અને ચોકબજાર વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં કુલ રૂપિયા 2.68.500 ની ખરીદી કર્યા બાદ ઓનલાઇન પેમેન્ટનું એડીટીંગ કરેલું ઓનલાઇન પેમેન્ટનું પેજ જ્વેલર્સને બતાવી છેતરપિંડી કરી હતી.