Surat: મહિલાને રસ્તા પર નડ્યો અકસ્માત, શિક્ષણ મંત્રીએ પોતાની કારમાં હોસ્પિટલ પહોંચાડી

રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ માનવતા મહેકાવી છે. આજે રાજ્ય સરકારના એક મંત્રીએ સુરતના રોડ પર એક મહિલાને ઈજાગ્રસ્ત હાલતમાં જોતા પોતાની ગાડીમાં જ લઈ જઈને હોસ્પિટલ પહોંચાડી હતી. સરકારના શિક્ષણ મંત્રીની આ કામગીરી સોશિયલ મીડિયા સાથે સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે.સુરતના સરથાણા રિંગરોડ વિસ્તારમાં મહિલાને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ અકસ્માતનો ભોગ બનેલી મહિલાને તાત્કાલિક સારવાર અપાવી હતી. શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયાએ અગત્યનું કામ પડતું મૂકી મહિલાને પોતાના વાહનમાં જ હોસ્પિટલ પહોંચાડી હતી. એકે પણ ક્ષણની રાહ જોયા વગર પોતાના સુરક્ષા કર્મીને ઉતારીને મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ જાતે લઈ ગયા હતા. શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયાની આ કામગીરીને સૌએ બિરદાવી હતી.મળતી માહિતી મુજબ, સુરત કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા આજે પોતાની ગાડીમાં સરકારી કામ અર્થે જઈ રહ્યા હતા ત્યારે સુરતના વરાછા રીંગરોડ વિસ્તારમાં એક અજાણ્યા વાહન ચાલકે એક મહિલાને અડફેટમાં લેતા મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. આ મહિલાને પ્રફુલ પાનસેરીયાએ જોઈ હતી તેને સારવારની તાત્કાલિક જરૂર હોય એમ્બ્યુલન્સની રાહ જોયા વિના જ પોતાની સરકારી ગાડીમાંથી સિક્યોરિટી ગાર્ડને ઉતારીને અકસ્માતનો ભોગ બનેલી મહિલાને વરાછા વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં મહિલાને તાત્કાલિક સારવાર મળવાનું શરૂ થઈ ગયું હતું અને મહિલાની હાલત સુધારા પર છે.

Surat: મહિલાને રસ્તા પર નડ્યો અકસ્માત, શિક્ષણ મંત્રીએ પોતાની કારમાં હોસ્પિટલ પહોંચાડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ માનવતા મહેકાવી છે. આજે રાજ્ય સરકારના એક મંત્રીએ સુરતના રોડ પર એક મહિલાને ઈજાગ્રસ્ત હાલતમાં જોતા પોતાની ગાડીમાં જ લઈ જઈને હોસ્પિટલ પહોંચાડી હતી. સરકારના શિક્ષણ મંત્રીની આ કામગીરી સોશિયલ મીડિયા સાથે સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

સુરતના સરથાણા રિંગરોડ વિસ્તારમાં મહિલાને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ અકસ્માતનો ભોગ બનેલી મહિલાને તાત્કાલિક સારવાર અપાવી હતી. શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયાએ અગત્યનું કામ પડતું મૂકી મહિલાને પોતાના વાહનમાં જ હોસ્પિટલ પહોંચાડી હતી. એકે પણ ક્ષણની રાહ જોયા વગર પોતાના સુરક્ષા કર્મીને ઉતારીને મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ જાતે લઈ ગયા હતા. શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયાની આ કામગીરીને સૌએ બિરદાવી હતી.

મળતી માહિતી મુજબ, સુરત કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા આજે પોતાની ગાડીમાં સરકારી કામ અર્થે જઈ રહ્યા હતા ત્યારે સુરતના વરાછા રીંગરોડ વિસ્તારમાં એક અજાણ્યા વાહન ચાલકે એક મહિલાને અડફેટમાં લેતા મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. આ મહિલાને પ્રફુલ પાનસેરીયાએ જોઈ હતી તેને સારવારની તાત્કાલિક જરૂર હોય એમ્બ્યુલન્સની રાહ જોયા વિના જ પોતાની સરકારી ગાડીમાંથી સિક્યોરિટી ગાર્ડને ઉતારીને અકસ્માતનો ભોગ બનેલી મહિલાને વરાછા વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં મહિલાને તાત્કાલિક સારવાર મળવાનું શરૂ થઈ ગયું હતું અને મહિલાની હાલત સુધારા પર છે.