Sayla તાલુકાના સુદામડાગામમાં શાંતિને પલિતો ચાંપતા તત્ત્વોને નાથવા જિલ્લા પોલીસ એક્શન મોડમાં

સાયલા તાલુકાના સંવેદનશીલ વિસ્તારોમાં એક એવા સુદામડા ગામમાં એક સપ્તાહ પહેલા બનેલા ચકચારી ગોળીબાર પ્રકરણ બાદ શુક્રવારે પણ બે જ્ઞાતિના શખ્સો વચ્ચે સામાન્ય બાબતમાં માથાકૂટની ઘટનાથી ગામમાં ભય સાથે ફ્ફ્ડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.કાયદો અને વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ઊભા કરતા બે ગંભીર બનાવોથી પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઇ પણ ભોગે શાંતિ સ્થાપવા માટે અને નાગરિકો માં પેસી ગયેલા માથાભારે લુખ્ખા તત્વો ના ડરને દૂર કરવા માટે દિવસે તથા રાતે કોમ્બીંગ સાથે ફુટ પેટ્રોલિંગ પણ હાથ ધરાયું હતું. જિલ્લા પોલીસ વડાની સૂચના અને લીંબડી ડ્ઢરૂજીઁ વિશાલ રબારીના સીધા માર્ગદર્શન હેઠળ કરાયેલ કાર્યવાહીમાં જિલ્લા તથા ડિવિઝન ના પોલીસ અધિકારીઓ, કર્મીઓના કાફ્લા દ્વારા તાજેતરમાં બનેલ ઘટનામાં તેમજ અગાઉના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓના, શંકાસ્પદ ઇસમોના ઘર સહિતના સ્થાનો પર સર્ચ ઓપરેશન હાથ ધરતા બૂટલેગરો,ખનીજ માફીયાઓ,માથાભારે લુખ્ખા તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.ગુનેગારો બેફમ બન્યા બાદ હરકતમાં આવેલ ખાખીના આ પ્રયાસથી ગ્રામજનોએ થોડી હળવાશ અનુભવી છે ત્યારે કાયમ શાંતિ માટે પોલીસે ધાર્મિક, સામાજિક,રાજકીય આગેવાનોનો સહકાર લઇ જ્ઞાતિ, જ્ઞાતિ વચ્ચે ભાઇચારો સ્થાપી સામાજિક સમરસતાનું વાતાવરણ ઊભું કરવું પણ ખુબ જ જરૂરી બન્યું છે તેવું બુદ્ધિજનોનું માનવું છે.

Sayla તાલુકાના સુદામડાગામમાં શાંતિને પલિતો ચાંપતા તત્ત્વોને નાથવા જિલ્લા પોલીસ એક્શન મોડમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાયલા તાલુકાના સંવેદનશીલ વિસ્તારોમાં એક એવા સુદામડા ગામમાં એક સપ્તાહ પહેલા બનેલા ચકચારી ગોળીબાર પ્રકરણ બાદ શુક્રવારે પણ બે જ્ઞાતિના શખ્સો વચ્ચે સામાન્ય બાબતમાં માથાકૂટની ઘટનાથી ગામમાં ભય સાથે ફ્ફ્ડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

કાયદો અને વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ઊભા કરતા બે ગંભીર બનાવોથી પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઇ પણ ભોગે શાંતિ સ્થાપવા માટે અને નાગરિકો માં પેસી ગયેલા માથાભારે લુખ્ખા તત્વો ના ડરને દૂર કરવા માટે દિવસે તથા રાતે કોમ્બીંગ સાથે ફુટ પેટ્રોલિંગ પણ હાથ ધરાયું હતું.

જિલ્લા પોલીસ વડાની સૂચના અને લીંબડી ડ્ઢરૂજીઁ વિશાલ રબારીના સીધા માર્ગદર્શન હેઠળ કરાયેલ કાર્યવાહીમાં જિલ્લા તથા ડિવિઝન ના પોલીસ અધિકારીઓ, કર્મીઓના કાફ્લા દ્વારા તાજેતરમાં બનેલ ઘટનામાં તેમજ અગાઉના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓના, શંકાસ્પદ ઇસમોના ઘર સહિતના સ્થાનો પર સર્ચ ઓપરેશન હાથ ધરતા બૂટલેગરો,ખનીજ માફીયાઓ,માથાભારે લુખ્ખા તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.ગુનેગારો બેફમ બન્યા બાદ હરકતમાં આવેલ ખાખીના આ પ્રયાસથી ગ્રામજનોએ થોડી હળવાશ અનુભવી છે ત્યારે કાયમ શાંતિ માટે પોલીસે ધાર્મિક, સામાજિક,રાજકીય આગેવાનોનો સહકાર લઇ જ્ઞાતિ, જ્ઞાતિ વચ્ચે ભાઇચારો સ્થાપી સામાજિક સમરસતાનું વાતાવરણ ઊભું કરવું પણ ખુબ જ જરૂરી બન્યું છે તેવું બુદ્ધિજનોનું માનવું છે.