Bhavnagarમાં શેરમાર્કેટની એપ ડાઉનલોડ કરાવી ડોકટર સાથે છેતરપિંડી કરનાર 2 આરોપી ઝડપાયા

ભાવનગરમાં છેતરપિંડી કરનારા 2 શખ્સો ઝડપાયા છે,આરોપીઓ દ્રારા ડોકટરને શેરમાર્કેટની એપ ડાઉનલોડ કરાવી રૂપિયા 50 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે.ડોકટરને વધુ નફો કમાવી આપવાની લાલચે આ છેતરપિંડી કરવામાં આવી છે,સાયબર ક્રાઇમે કલ્પેશ પટેલ, નિલેશ સોલંકીની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.બંન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ પોલીસે કરી છે. પોલીસે હાથધરી તપાસ બન્ને આરોપીઓએ ભેગા મળીને ડોકટર સાતે છેતરપિંડી કરી છે,રૂપિયા 50 લાખ ટુકડે-ટુકડે આ આરોપીઓએ લઈ લીધા છે,તો બીજી તરફ પોલીસે પણ આરોપીઓએ અગાઉ કોઈ સાથે છેતરપિંડી કરી છે કે નહી તે દિશામાં તપાસ હાથધરી છે.આરોપીઓ પાસે જયારે ડોકટરે નફાની રકમ માંગી પણ આરોપીઓએ તે રકમ આપી નહી ત્યારે ડોકટરને એવું થયું કે તેના પાસે રૂપિયા લઈને છેતરપિંડી આચરી છે,ત્યારે તેમણે પોલીસનો સંપર્ક સાધ્યો અને ફરિયાદ નોંધાવી હતી. 50 લાખની છેતરપિંડી આચરી ભાવનગરના ડોકટર સાથે છેતરપિંડી આચરનાર બે આરોપી કે જેઓ અમદાવાદ અને સાવરકુંડલાના રહેવાસી છે.ડોકટરનો સંપર્ક કરી તેમને કહેવામાં આવ્યું હતુ કે તમે રૂપિયાનુ રોકાણ કરો તેની સામે સારો નફો કમાવી આપીશું તેમ કહી તેમણે ડોકટર પાસે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રૂપિયા ટ્રાન્ફસર કર્યા હતા.ડોકટરને રૂપિયા પાછા આપ્યા નહી અને નફો પણ પાછો આપ્યો નહી તેને લઈ ફરિયાદ નોંધાઈ છે,પોલીસ આરોપીઓના વધુ રિમાન્ડની માંગ કરશે અને ઉંડાણપૂર્વક તપાસ કરશે. શેરબજારના નામે છેતરપિંડીઓ વધી સાયબર ક્રાઈમમાં મોટા ભાગના ગુનાઓમાં સામે આવ્યું છે કે,શેરબજારમાં રોકાણ કરાવીને ઉંચો નફો આપવાની લાલચે છેતરપિંડીની ઘટનાઓ બનતી હોય છે,ત્યારે લોકો પણ સજાગ થાય અને આવી બોગસ એપ્લિકેશનો ડાઉનલોડ ના કરે તે જરૂરી બન્યું છે,સામાન્ય લોકોને નફો કમાવવાની લાલચ આપી મોટી છેતરપિંડી કરવામાં આવતી હોય છે.

Bhavnagarમાં શેરમાર્કેટની એપ ડાઉનલોડ કરાવી ડોકટર સાથે છેતરપિંડી કરનાર 2 આરોપી ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ભાવનગરમાં છેતરપિંડી કરનારા 2 શખ્સો ઝડપાયા છે,આરોપીઓ દ્રારા ડોકટરને શેરમાર્કેટની એપ ડાઉનલોડ કરાવી રૂપિયા 50 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે.ડોકટરને વધુ નફો કમાવી આપવાની લાલચે આ છેતરપિંડી કરવામાં આવી છે,સાયબર ક્રાઇમે કલ્પેશ પટેલ, નિલેશ સોલંકીની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.બંન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ પોલીસે કરી છે.

પોલીસે હાથધરી તપાસ

બન્ને આરોપીઓએ ભેગા મળીને ડોકટર સાતે છેતરપિંડી કરી છે,રૂપિયા 50 લાખ ટુકડે-ટુકડે આ આરોપીઓએ લઈ લીધા છે,તો બીજી તરફ પોલીસે પણ આરોપીઓએ અગાઉ કોઈ સાથે છેતરપિંડી કરી છે કે નહી તે દિશામાં તપાસ હાથધરી છે.આરોપીઓ પાસે જયારે ડોકટરે નફાની રકમ માંગી પણ આરોપીઓએ તે રકમ આપી નહી ત્યારે ડોકટરને એવું થયું કે તેના પાસે રૂપિયા લઈને છેતરપિંડી આચરી છે,ત્યારે તેમણે પોલીસનો સંપર્ક સાધ્યો અને ફરિયાદ નોંધાવી હતી.


50 લાખની છેતરપિંડી આચરી

ભાવનગરના ડોકટર સાથે છેતરપિંડી આચરનાર બે આરોપી કે જેઓ અમદાવાદ અને સાવરકુંડલાના રહેવાસી છે.ડોકટરનો સંપર્ક કરી તેમને કહેવામાં આવ્યું હતુ કે તમે રૂપિયાનુ રોકાણ કરો તેની સામે સારો નફો કમાવી આપીશું તેમ કહી તેમણે ડોકટર પાસે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રૂપિયા ટ્રાન્ફસર કર્યા હતા.ડોકટરને રૂપિયા પાછા આપ્યા નહી અને નફો પણ પાછો આપ્યો નહી તેને લઈ ફરિયાદ નોંધાઈ છે,પોલીસ આરોપીઓના વધુ રિમાન્ડની માંગ કરશે અને ઉંડાણપૂર્વક તપાસ કરશે.

શેરબજારના નામે છેતરપિંડીઓ વધી

સાયબર ક્રાઈમમાં મોટા ભાગના ગુનાઓમાં સામે આવ્યું છે કે,શેરબજારમાં રોકાણ કરાવીને ઉંચો નફો આપવાની લાલચે છેતરપિંડીની ઘટનાઓ બનતી હોય છે,ત્યારે લોકો પણ સજાગ થાય અને આવી બોગસ એપ્લિકેશનો ડાઉનલોડ ના કરે તે જરૂરી બન્યું છે,સામાન્ય લોકોને નફો કમાવવાની લાલચ આપી મોટી છેતરપિંડી કરવામાં આવતી હોય છે.