Wadhvan ની વિશ્વકર્મા ટાઉનશિપના બે રહેણાંક મકાનોમાં તસ્કરો ત્રાટકયા
સુરેન્દ્રનગર જિલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ દિન-પ્રતિદિન સામે આવી રહી છે. ત્યારે વઢવાણની વિશ્વકર્મા ટાઉનશિપમાં બંધ 2 રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. બન્ને ઘરોમાંથી રોકડ અને આભુષણો મળી કુલ રૂપિયા 5.55 લાખની મત્તા ચોરાઈ છે. આટલેથી ન અટકતા તસ્કરો એક રહીશના ઘરની બહારથી રૂપિયા 20 હજારનું બાઈક પણ ચોરી ફરાર થઈ ગયા હતા.વઢવાણ-લીંબડી રોડ પર આવેલ વિશ્વકર્મા ટાઉનશીપમાં કમલેશભાઈ માનસંગભાઈ પરમાર અને તેમના પત્ની કાંતાબેન કમલેશભાઈ પરમાર રહે છે. કાંતાબેને મોતીયાનું ઓપરેશન કરાવ્યુ હોય દંપતી તા. 27-7-2024ના રોજ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના અણુમાલા ગામે રહેતા તેમના દિકરા રમેશભાઈ પરમારના ઘરે ગયા હતા અને ઘરની ચાવી તેમના કુંટુંબીજન ભરતભાઈ બેચરભાઈ પરમારને આપી હતી. ભરતભાઈ દર ર-3 દિવસે તેમના ઘરે આંટો મારવા જતા હતા. તા. 9મીએ સવારે ભરતભાઈ ઘરે જતા ઘરના તાળા અને નકુચા તુટેલા હતા. આથી ઘરમાં ચોરી થયાની જાણ થઈ હતી. ઘરમાં સીસીટીવી કેમેરા હોય તપાસ કરતા રાતના 3-10 કલાકે ત્રણ શખ્સો મોઢે બાંધીને આવ્યા હતા અને સીસીટીવી કેમેરા ફેરવી નાંખ્યા હતા. ઘરમાં તપાસ કરતા તસ્કરો રોકડા રૂ.4,50,000, રૂ. 30 હજારનો સોનાનો હાર, રૂ. 5 હજારના ચાંદીના છડા સહિત રૂ. 4.85 લાખની મત્તા ચોરી કરી લઈ ગયા હતા. બીજી તરફ વહેલી સવારે વિશ્વકર્મા ટાઉનશીપમાં રહેતા કાંતીભાઈ હસમુખભાઈ કણઝરીયાના ઘરે પણ તસ્કરો ખાબકયા હતા. કાંતીભાઈ પરીવાર સાથે થાનના તરણેતર ગામે મેળો કરવા ગયા હતા. ત્યારે તસ્કરોએ તેમના બંધ ઘરને નિશાન બનાવ્યુ હતુ. અને ઘરના દરવાજાના નકુચા તોડી રોકડા રૂ. 50 હજાર અને ઘરેણા મળી કુલ રૂ. 70 હજારની મત્તાની ચોરી કરીને નાસી છુટયા હતા. આ ઉપરાંત તેમના પડોશી જયંતીભાઈએ રાત્રે ઘરની બહાર પાર્ક કરીને મુકેલ રૂ. 20 હજારનું બાઈક પણ તસ્કરો ચોરી કરી લઈ ગયા હતા. બંને ચોરીની ઘટનાની વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીઆઈ પી.બી. લક્કડ ચલાવી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ દિન-પ્રતિદિન સામે આવી રહી છે. ત્યારે વઢવાણની વિશ્વકર્મા ટાઉનશિપમાં બંધ 2 રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. બન્ને ઘરોમાંથી રોકડ અને આભુષણો મળી કુલ રૂપિયા 5.55 લાખની મત્તા ચોરાઈ છે. આટલેથી ન અટકતા તસ્કરો એક રહીશના ઘરની બહારથી રૂપિયા 20 હજારનું બાઈક પણ ચોરી ફરાર થઈ ગયા હતા.
વઢવાણ-લીંબડી રોડ પર આવેલ વિશ્વકર્મા ટાઉનશીપમાં કમલેશભાઈ માનસંગભાઈ પરમાર અને તેમના પત્ની કાંતાબેન કમલેશભાઈ પરમાર રહે છે. કાંતાબેને મોતીયાનું ઓપરેશન કરાવ્યુ હોય દંપતી તા. 27-7-2024ના રોજ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના અણુમાલા ગામે રહેતા તેમના દિકરા રમેશભાઈ પરમારના ઘરે ગયા હતા અને ઘરની ચાવી તેમના કુંટુંબીજન ભરતભાઈ બેચરભાઈ પરમારને આપી હતી. ભરતભાઈ દર ર-3 દિવસે તેમના ઘરે આંટો મારવા જતા હતા. તા. 9મીએ સવારે ભરતભાઈ ઘરે જતા ઘરના તાળા અને નકુચા તુટેલા હતા. આથી ઘરમાં ચોરી થયાની જાણ થઈ હતી. ઘરમાં સીસીટીવી કેમેરા હોય તપાસ કરતા રાતના 3-10 કલાકે ત્રણ શખ્સો મોઢે બાંધીને આવ્યા હતા અને સીસીટીવી કેમેરા ફેરવી નાંખ્યા હતા. ઘરમાં તપાસ કરતા તસ્કરો રોકડા રૂ.4,50,000, રૂ. 30 હજારનો સોનાનો હાર, રૂ. 5 હજારના ચાંદીના છડા સહિત રૂ. 4.85 લાખની મત્તા ચોરી કરી લઈ ગયા હતા.
બીજી તરફ વહેલી સવારે વિશ્વકર્મા ટાઉનશીપમાં રહેતા કાંતીભાઈ હસમુખભાઈ કણઝરીયાના ઘરે પણ તસ્કરો ખાબકયા હતા. કાંતીભાઈ પરીવાર સાથે થાનના તરણેતર ગામે મેળો કરવા ગયા હતા. ત્યારે તસ્કરોએ તેમના બંધ ઘરને નિશાન બનાવ્યુ હતુ. અને ઘરના દરવાજાના નકુચા તોડી રોકડા રૂ. 50 હજાર અને ઘરેણા મળી કુલ રૂ. 70 હજારની મત્તાની ચોરી કરીને નાસી છુટયા હતા. આ ઉપરાંત તેમના પડોશી જયંતીભાઈએ રાત્રે ઘરની બહાર પાર્ક કરીને મુકેલ રૂ. 20 હજારનું બાઈક પણ તસ્કરો ચોરી કરી લઈ ગયા હતા. બંને ચોરીની ઘટનાની વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીઆઈ પી.બી. લક્કડ ચલાવી રહ્યા છે.