Viramgam: હરિયાણાથી કચ્છમાં દારૂ પહોંચે તે પહેલાં વિરમગામ બાયપાસ પર પોલીસે ઝડપ્યો

હરિયાણા રાજ્યના ફરીદાબાદમાંથી એક ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો કચ્છમાં પહોંચાડવા માટે બોલેરો જીપના પાઈલોટીંગ કવચ સાથે રવાના કરાયો હતો.પરંતુ દારૂનો જથ્થો કચ્છમાં પહોંચે તે પહેલાં વિરમગામ ગ્રામ્ય પોલીસને બાતમી મળી જતા બાયપાસ હાઈવે પર ત્રિરંગા ચાર રસ્તા પાસે પોલીસે દારુના જથ્થા સાથે ત્રણને દબોચી લીધા હતા.વિરમગામ ગ્રામ્ય પોલીસને અમદાવાદ તરફ્થી કચ્છના માળિયા તરફ્ એક ટ્રકમાં દારૂનો જથ્થો આવી રહ્યો છે. સાથે ટ્રકની આગળ એક બોલેરો વાહન પાઈલોટીંગ પણ કરી રહ્યાની બાતમી મળી હતી. જેથી શહેરના બાયપાસ કચ્છ તરફ્ના હાઇવે માર્ગ પર તપાસ ગોઠવી હતી. દરમિયાનમાં બોલેરો વાહન આવી પહોંચતા રોકવામાં આવ્યું હતુ. જેમાં બે વ્યક્તિ સવાર હતા. પાછળને પાછળ એક ટ્રક પણ આવી હતી. જેને રોકી લેવાઇ હતી. જેમાં એક ચાલક જ હતો. ટ્રક બંધ બોડીની સીલબંધ હોવાથી પોલીસે દબોચેલા ત્રણેયની પુછપરછ કરતા દારૂનો જથ્થો હોવાનુ જાણવા મળ્યુ હતુ. જેથી ત્રણે વ્યક્તિઓ સહિત બંને વાહન સહિત કુલ 30,46,000 કિંમતનો મુદ્દામાલ કબજે કરી દબોચેલા ટ્રક ચાલક લિયાકત રુદાર મેઉ રહે. ગોધેલા, જિ. નુહુ, બોલેરો વાહન ચાલક મોહમ્મદ શાહીદ ઈશાકખાન મેઉ, સાથીદાર મોહમ્મદ ઈરફન મોહંમદ ફારુક મેઉ રહે.પચાનકા, જિ.પલવલ, હરિયાણા સહિત જથ્થો મોકલનાર શાહરૂખ મેઉ રહ. ધોજ,ફરીદાબાદ વિરૂદ્ધ ગુનો નોંધી વિરમગામ ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Viramgam: હરિયાણાથી કચ્છમાં દારૂ પહોંચે તે પહેલાં વિરમગામ બાયપાસ પર પોલીસે ઝડપ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હરિયાણા રાજ્યના ફરીદાબાદમાંથી એક ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો કચ્છમાં પહોંચાડવા માટે બોલેરો જીપના પાઈલોટીંગ કવચ સાથે રવાના કરાયો હતો.પરંતુ દારૂનો જથ્થો કચ્છમાં પહોંચે તે પહેલાં વિરમગામ ગ્રામ્ય પોલીસને બાતમી મળી જતા બાયપાસ હાઈવે પર ત્રિરંગા ચાર રસ્તા પાસે પોલીસે દારુના જથ્થા સાથે ત્રણને દબોચી લીધા હતા.

વિરમગામ ગ્રામ્ય પોલીસને અમદાવાદ તરફ્થી કચ્છના માળિયા તરફ્ એક ટ્રકમાં દારૂનો જથ્થો આવી રહ્યો છે. સાથે ટ્રકની આગળ એક બોલેરો વાહન પાઈલોટીંગ પણ કરી રહ્યાની બાતમી મળી હતી. જેથી શહેરના બાયપાસ કચ્છ તરફ્ના હાઇવે માર્ગ પર તપાસ ગોઠવી હતી. દરમિયાનમાં બોલેરો વાહન આવી પહોંચતા રોકવામાં આવ્યું હતુ. જેમાં બે વ્યક્તિ સવાર હતા. પાછળને પાછળ એક ટ્રક પણ આવી હતી. જેને રોકી લેવાઇ હતી. જેમાં એક ચાલક જ હતો. ટ્રક બંધ બોડીની સીલબંધ હોવાથી પોલીસે દબોચેલા ત્રણેયની પુછપરછ કરતા દારૂનો જથ્થો હોવાનુ જાણવા મળ્યુ હતુ. જેથી ત્રણે વ્યક્તિઓ સહિત બંને વાહન સહિત કુલ 30,46,000 કિંમતનો મુદ્દામાલ કબજે કરી દબોચેલા ટ્રક ચાલક લિયાકત રુદાર મેઉ રહે. ગોધેલા, જિ. નુહુ, બોલેરો વાહન ચાલક મોહમ્મદ શાહીદ ઈશાકખાન મેઉ, સાથીદાર મોહમ્મદ ઈરફન મોહંમદ ફારુક મેઉ રહે.પચાનકા, જિ.પલવલ, હરિયાણા સહિત જથ્થો મોકલનાર શાહરૂખ મેઉ રહ. ધોજ,ફરીદાબાદ વિરૂદ્ધ ગુનો નોંધી વિરમગામ ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.