Ahmedabad: હોટલ માલિકની હત્યા કરનારા 3 આરોપીઓ પોલીસ સકંજામાં

અમદાવાદમાં લિફ્ટ નહીં આપતા કુખ્યાત ગુનેગારોએ હોટલના માલિકને છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. આ હુમલામાં હોટલમાં કામ કરતો કર્મચારી પણ ઈજાગ્રસ્ત થયો હતો. કૃષ્ણનગર પોલીસે આ હત્યા કેસમાં 3 આરોપીની ધરપકડ કરી છે. ત્યારે કોણ છે આ કુખ્યાત ગુનેગારો, વાંચો આ અહેવાલમાં.બાઈક પર લિફ્ટ આપવાની ના પાડતા કરી હત્યા! પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી જયેશ ઉર્ફે કાળુ ચૌહાણ, સાગર ઉર્ફે ભોલો જાદવ અને દિપક રાજબરની હત્યાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓને હાઈવે સુધી લિફ્ટ નહીં આપતા હોટલના માલિક રાજેન્દ્રસિંગ ઉર્ફે શંકરભાઈ રાવની હત્યા કરી દીધી હતી. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ગત રાત્રે ઠક્કરનગરમાં આવેલી મધુવન હોટલ નીચે ત્રણેય આરોપીઓ બેઠા હતા. ત્યારે આ હોટલમાં નોકરી કરતો ભરત ઉર્ફે ભુરો ખિમસૂરિયા હોટલના માલિક રાજેન્દ્રસિંગને બાઈક પર ઓઢવ ઘરે મુકવા જઈ રહ્યો હતો. ત્યારે આ ત્રણેય આરોપીએ ભરતને હાઈવે સુધી મૂકી જવાનું કહ્યું, પરંતુ માલિકને મુકવા જવાનું હોવાથી ભરતે લિફ્ટ આપવાની ના પાડી હતી અને માલિકને ઘરે મૂકીને આવ્યા બાદ લઈ જવાનું કહ્યું હતું. આરોપી જયેશ, દિપક અને સાગર ઠક્કરનગરના રહેવાસી જેથી આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને છરીથી બંન્ને પર હુમલો કર્યો હતો. જેમાં ભરત ઈજાગ્રસ્ત થયો હતો. જ્યારે હોટલના માલિક રાજેન્દ્રસિંગનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ આરોપીઓે દોઢ લાખ રૂપિયાની લૂંટ પણ કરી હોવાનો ફરિયાદીનો આક્ષેપ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે પકડાયેલા આરોપીઓમાં જયેશ ઉર્ફે કાળુ કુખ્યાત ગુનેગાર છે. તેની વિરુદ્ધ અગાઉ 7 જેટલા ગુના નોંધાયા છે અને પાસા પણ કરવામાં આવી છે. આરોપી જયેશ, દિપક અને સાગર ઠક્કરનગરના રહેવાસી છે અને આ વિસ્તારમાં પોતાનો રોફ જમાવવા મારામારી કરતા હોય છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી આ આરોપીઓ મોડી રાત સુધી મધુવન હોટલની નીચે બેસી રહેતા હોય છે. ઘટનાની રાત્રે પણ આરોપીઓએ પોતાનો રોફ જમાવવા ભરતને હાઈવે સુધી ઉતારી જવાની સૂચના આપી હતી. પરંતુ ભરતે ઈન્કાર કરતા આરોપીઓ ઉશ્કેરાઈને હત્યા કરી દીધી હતી. કૃષ્ણનગર પોલીસે હત્યા કેસમાં ફરિયાદીને સાથે રાખીને ઘટના સ્થળનું પંચનામું કરીને વધુ તપાસ શરૂ કરી છે. કૃષ્ણનગર પોલીસે હત્યા કેસમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીઓએ દોઢ લાખની લૂંટ કરી હતી તો આ રૂપિયા ક્યાં છુપાયા છે અને હત્યા પાછળ કોઈ અન્ય અદાવત છે કે નહીં તે મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે.

Ahmedabad: હોટલ માલિકની હત્યા કરનારા 3 આરોપીઓ પોલીસ સકંજામાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં લિફ્ટ નહીં આપતા કુખ્યાત ગુનેગારોએ હોટલના માલિકને છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. આ હુમલામાં હોટલમાં કામ કરતો કર્મચારી પણ ઈજાગ્રસ્ત થયો હતો. કૃષ્ણનગર પોલીસે આ હત્યા કેસમાં 3 આરોપીની ધરપકડ કરી છે. ત્યારે કોણ છે આ કુખ્યાત ગુનેગારો, વાંચો આ અહેવાલમાં.

બાઈક પર લિફ્ટ આપવાની ના પાડતા કરી હત્યા!

પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી જયેશ ઉર્ફે કાળુ ચૌહાણ, સાગર ઉર્ફે ભોલો જાદવ અને દિપક રાજબરની હત્યાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓને હાઈવે સુધી લિફ્ટ નહીં આપતા હોટલના માલિક રાજેન્દ્રસિંગ ઉર્ફે શંકરભાઈ રાવની હત્યા કરી દીધી હતી. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ગત રાત્રે ઠક્કરનગરમાં આવેલી મધુવન હોટલ નીચે ત્રણેય આરોપીઓ બેઠા હતા. ત્યારે આ હોટલમાં નોકરી કરતો ભરત ઉર્ફે ભુરો ખિમસૂરિયા હોટલના માલિક રાજેન્દ્રસિંગને બાઈક પર ઓઢવ ઘરે મુકવા જઈ રહ્યો હતો. ત્યારે આ ત્રણેય આરોપીએ ભરતને હાઈવે સુધી મૂકી જવાનું કહ્યું, પરંતુ માલિકને મુકવા જવાનું હોવાથી ભરતે લિફ્ટ આપવાની ના પાડી હતી અને માલિકને ઘરે મૂકીને આવ્યા બાદ લઈ જવાનું કહ્યું હતું.

આરોપી જયેશ, દિપક અને સાગર ઠક્કરનગરના રહેવાસી

જેથી આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને છરીથી બંન્ને પર હુમલો કર્યો હતો. જેમાં ભરત ઈજાગ્રસ્ત થયો હતો. જ્યારે હોટલના માલિક રાજેન્દ્રસિંગનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ આરોપીઓે દોઢ લાખ રૂપિયાની લૂંટ પણ કરી હોવાનો ફરિયાદીનો આક્ષેપ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે પકડાયેલા આરોપીઓમાં જયેશ ઉર્ફે કાળુ કુખ્યાત ગુનેગાર છે. તેની વિરુદ્ધ અગાઉ 7 જેટલા ગુના નોંધાયા છે અને પાસા પણ કરવામાં આવી છે. આરોપી જયેશ, દિપક અને સાગર ઠક્કરનગરના રહેવાસી છે અને આ વિસ્તારમાં પોતાનો રોફ જમાવવા મારામારી કરતા હોય છે.

આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી

આ આરોપીઓ મોડી રાત સુધી મધુવન હોટલની નીચે બેસી રહેતા હોય છે. ઘટનાની રાત્રે પણ આરોપીઓએ પોતાનો રોફ જમાવવા ભરતને હાઈવે સુધી ઉતારી જવાની સૂચના આપી હતી. પરંતુ ભરતે ઈન્કાર કરતા આરોપીઓ ઉશ્કેરાઈને હત્યા કરી દીધી હતી. કૃષ્ણનગર પોલીસે હત્યા કેસમાં ફરિયાદીને સાથે રાખીને ઘટના સ્થળનું પંચનામું કરીને વધુ તપાસ શરૂ કરી છે. કૃષ્ણનગર પોલીસે હત્યા કેસમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીઓએ દોઢ લાખની લૂંટ કરી હતી તો આ રૂપિયા ક્યાં છુપાયા છે અને હત્યા પાછળ કોઈ અન્ય અદાવત છે કે નહીં તે મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે.