Surat: ચાની કીટલી પર રિવોલ્વર બતાવી શો-ઓફ કરનાર આશિષ સાકરીયાને લસકાણા પોલીસે દબોચ્યો

Aug 14, 2026 - 16:30
Surat: ચાની કીટલી પર રિવોલ્વર બતાવી શો-ઓફ કરનાર આશિષ સાકરીયાને લસકાણા પોલીસે દબોચ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા પોલીસ સતત કડક વલણ અપનાવી રહી છે, ત્યારે લાયસન્સવાળા હથિયારનો ગેરઉપયોગ કરી જાહેર જનતામાં દહેશત અથવા રોફ જમાવવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સરથાણાના અયોધ્યાચોક સ્થિત યુનિટી ટાવરમાં રહેતો આશિષભાઈ ધનજીભાઈ સાકરીયા નામનો શખ્સ પોતાની પાસે રહેલી લાયસન્સવાળી રિવોલ્વર લઈને એક ચાની કીટલી પર પહોંચ્યો હતો.

જાહેરમાં લાયસન્સવાળા હથિયારનો ગેરઉપયોગ

અહીં તેણે પોતાની બંદૂક બહાર કાઢીને જાહેરમાં ડિસ્પ્લે કરી સીન સપાટા કરવાનો અને શો-ઓફ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના કીટલી કે આસપાસ લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ફૂટેજ સોશિયલ મીડિયા અને પોલીસ વિભાગ સુધી પહોંચતાં જ ચકચાર મચી ગઈ હતી.જાહેર સ્થળે હથિયારનું પ્રદર્શન કરીને કાયદાના ધજાગરા ઉડાડવાના આ બનાવને સુરત પોલીસે અત્યંત ગંભીરતાથી લીધો હતો. લસકાણા પોલીસ સ્ટેશનની ટીમને આ મામલે ચોક્કસ બાતમી મળતાં જ તેમણે તાત્કાલિક દરોડો પાડીને ગણતરીની મિનિટોમાં જ આરોપી આશિષ સાકરીયાને ઝડપી પાડ્યો હતો.

પોલીસે આરોપીને ઝડપી લીધો

પોલીસે આરોપી આશિષ સાકરીયાની અટકાયત કરી તેની પાસેથી 1 લાયસન્સવાળી રિવોલ્વર તેમજ રિવોલ્વરના 2 ફૂટેલા કારતૂસ (ફાયર થયેલા ખોખા) કબજે કર્યા છે. લાયસન્સવાળા હથિયારની શરતોનો ભંગ કરવા બદલ અને જાહેરમાં ભય/રોફ ઊભો કરવા બદલ લસકાણા પોલીસે ગુનો નોંધી આરોપીના હથિયાર લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા સહિતની આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Bharuch: આમોદના નાહિયેર સ્વામિનારાયણ મંદિરના નિર્માણમાં 31 લાખની છેતરપિંડી, અમદાવાદથી સોમપુરા બંધુઓની ધરપકડ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0