Suratના બારડોલીમાં "નો ડ્રગ્સ ઈન"ને લઈ મેરેથોન દોડનું કરાયું આયોજન, વાંચો Story

સરદાર નગરી સુરત જિલ્લાના બારડોલીમાં જિલ્લા પોલીસ દ્વારાનો ડ્રગ્સ ઇન સુરત બેનર સાથે મેરેથોન દોડ યોજાઈ હતી.સુરત જીલ્લા પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા એક દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.આ દોડમાં વહેલી સવારથી લોકો હાજર રહ્યાં હતા,ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસ હરહંમેશ માટે સતર્ક રહી છે. ધારાસભ્યએ કર્યુ ફલેગઓફ સુરત જિલ્લાના બારડોલીમાં આજે સુરત જીલ્લા પોલીસ દ્વારા બારડોલી મેરરથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.ડ્રગ્સ અંગે લોકોમાં જાગૃતિ આવે એ હેતુ સાથે મેરેથોન દોડનું આયોજન કરાયું હતું. સવારે ફૂલ ગુલાબી ઠંડીમાં બારડોલીના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સ્ટેડિયમ ખાતેથી સરભણ રોડ ઉપર દોડ શરુ થઇ હતી અને ફરી ત્યાં જ પૂર્ણ થઇ હતી. જ્યાં જિલ્લા પોલીસ અધિક્ષક,જિલ્લા કલેક્ટર અને બારડોલી ધારાસભ્ય દ્વારા દોડને ફ્લેગ ઓફ કર્યું હતું. વહેલી સવારે યોજાઈ મેરેથોન 2 સુરત જીલ્લા પોલીસ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું.બારડોલી મેરેથોનમાં ત્રણ વિભાગ રાખવામાં આવ્યાં હતાં. 3 કિમિ, 5 કિમિ , 10કિમિની દોડનું આયોજન કરાયું હતું. ત્રણેય વિભાગ મળી કુલ 15 હજાર જેટલા દોડવીરો બારડોલી મેરેથોનમાં ભાગ લીધો હતો. દોડને લઇ બારડોલીમાં સરભણ રોડ તેમજ મહુવા તરફ જતાં માર્ગો ઉપર ડાઈવર્ઝન પણ આપવામાં આવ્યાં હતાં. લોકોએ દોડમાં લીધો ભાગ બારડોલી ખાતે યોજાયેલ બારડોલી મેરેથોનમાં કેટલીક મહત્વની બાબતો પણ જોવા મળી હતી.જેમાં દોડવીરો તો ઠીક પરંતુ રેન્જ આઈ જી જાતે સુરતથી સાઇકલ લઇને દોડમાં ભાગ લેવા આવ્યાં હતાં. સાથે 3 જેટલા દિવ્યાંગો અને કેટલાક એનઆરઆઈઓ પણ દોડમાં જોડાયા હતા.

Suratના બારડોલીમાં "નો ડ્રગ્સ ઈન"ને લઈ મેરેથોન દોડનું કરાયું આયોજન, વાંચો Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સરદાર નગરી સુરત જિલ્લાના બારડોલીમાં જિલ્લા પોલીસ દ્વારાનો ડ્રગ્સ ઇન સુરત બેનર સાથે મેરેથોન દોડ યોજાઈ હતી.સુરત જીલ્લા પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા એક દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.આ દોડમાં વહેલી સવારથી લોકો હાજર રહ્યાં હતા,ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસ હરહંમેશ માટે સતર્ક રહી છે.

ધારાસભ્યએ કર્યુ ફલેગઓફ

સુરત જિલ્લાના બારડોલીમાં આજે સુરત જીલ્લા પોલીસ દ્વારા બારડોલી મેરરથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.ડ્રગ્સ અંગે લોકોમાં જાગૃતિ આવે એ હેતુ સાથે મેરેથોન દોડનું આયોજન કરાયું હતું. સવારે ફૂલ ગુલાબી ઠંડીમાં બારડોલીના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સ્ટેડિયમ ખાતેથી સરભણ રોડ ઉપર દોડ શરુ થઇ હતી અને ફરી ત્યાં જ પૂર્ણ થઇ હતી. જ્યાં જિલ્લા પોલીસ અધિક્ષક,જિલ્લા કલેક્ટર અને બારડોલી ધારાસભ્ય દ્વારા દોડને ફ્લેગ ઓફ કર્યું હતું.


વહેલી સવારે યોજાઈ મેરેથોન

2 સુરત જીલ્લા પોલીસ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું.બારડોલી મેરેથોનમાં ત્રણ વિભાગ રાખવામાં આવ્યાં હતાં. 3 કિમિ, 5 કિમિ , 10કિમિની દોડનું આયોજન કરાયું હતું. ત્રણેય વિભાગ મળી કુલ 15 હજાર જેટલા દોડવીરો બારડોલી મેરેથોનમાં ભાગ લીધો હતો. દોડને લઇ બારડોલીમાં સરભણ રોડ તેમજ મહુવા તરફ જતાં માર્ગો ઉપર ડાઈવર્ઝન પણ આપવામાં આવ્યાં હતાં.

લોકોએ દોડમાં લીધો ભાગ

બારડોલી ખાતે યોજાયેલ બારડોલી મેરેથોનમાં કેટલીક મહત્વની બાબતો પણ જોવા મળી હતી.જેમાં દોડવીરો તો ઠીક પરંતુ રેન્જ આઈ જી જાતે સુરતથી સાઇકલ લઇને દોડમાં ભાગ લેવા આવ્યાં હતાં. સાથે 3 જેટલા દિવ્યાંગો અને કેટલાક એનઆરઆઈઓ પણ દોડમાં જોડાયા હતા.