Smart Meterને લઈ તંત્રની બેઠક,હાલ સરકારી કચેરીઓમાં મીટર લાગશે

ઊર્જામંત્રી કનુ દેસાઈના કાર્યાલય પર યોજાઈ બેઠક બેઠક બાદ GUVNLના MD શિવહરેનું નિવેદન રાજયમાં 50 હજાર મીટર લગાવ્યા છેઃ શિવહરે સ્માર્ટ મીટરને લઈ ગુજરાતમાં ઠેર-ઠેર સ્થાનિકો તેનો વિરોધ કરી રહ્યાં છે,ત્યારે આજે GUVNL( Gujarat Urja Vikas Nigam )દ્રારા ઉર્જામંત્રીની હાજરીમાં બેઠક યોજાઈ હતી,જેમાં MD શિવહરેનું કહેવું છે કે,જૂનું અને નવું બંન્ને મીટર લગાવવામાં આવશે અને ત્યારબાદ લોકોનો વિશ્વાસ જીતીશું અને પછી મીટર લગાવીશું. GUVNLના MD શિવહરેનું શું કહેવું છે MD શિવહરેનું કહેવું છે કે,મીટરને લઈ કોઈ વિસંગતતા અમને જોવા નથી મળી,લોકો જોઈ શકે છે અને સમજી શકે છે,જે લોકોના બિલ વધારે આવ્યા છે તેની તપાસ કરવામાં આવશે,બધી જ ખાતરી કરીને મીટર લગાવ્યાં છે,નવા મીટરની સાથે સ્થાનિકો કહેશે તો બીજુ મીટર પણ લગાવવામાં આવશે,હાલ સરકારી કચેરીઓમાં આ મીટર લગવવામાં આવ્યા છે,અને મહાનુભાવોના ઘરે પણ મીટર લગાવીશું,અમારી તપાસ દરમિયાન સામે આવ્યું છે કે,જેમના બિલ વધારે આવ્યા છે એવુ દેખાયું બધાની તપાસ કરી છે કોઈ પણ એવી બાબત ધ્યાને નથી આવી,સૌથી પહેલાં મીટર અમારી GEB કોલોનીમાં લગાવ્યા હતા એમા ચકાસણી કરીને પછી જ બીજે બધાને સમજાવી લગાવયા છે. વધારે બીલ આવવાને લઈ કરી ચર્ચા ભવિષ્યમાં દિવસે સસ્તી વિજળી આપવા માટે ફિચર સાથે આધુનિક મીટર છે,ઘરે કે ઓફિસમાં બેઠા બેઠા મીટર કેટલુ છે તે જોઈ શકાય છે,બધી જ ખાતરી કરી મીટર લગાવ્યા છે,જેમના મીટર નવા લાગ્યા છે એ લોકો પણ ચેક મીટર લગાવાવનુ કહે તો બંન્ને લગાવી આપીશું,અગાઉ બિલ પેંડિગ હોય તો હપ્તામાં લેવામા આવતુ હતુ જુનુ બાકી બિલ પણ સાથે લેવાયુ હોવાના કારણે બિલ વધારે આવ્યા છે.સ્માર્ટ મીટર શું છે જાણો સ્માર્ટ મીટરમાં પહેલા જ પૈસા આપ્યા પછી વીજળી વાપરી શકાશે. સાદા મીટરમાં બીલ રિડિંગ માટે કર્મચારી આવતો હતો. સ્માર્ટ મીટરમાં બીલ રિંડીંગની જરૂર નહીં પડે, સાદા મીટરમાં બિલ આવે ત્યારે નાણાં ભરવા માટે જવું પડતું હતું. સ્માર્ટ મીટરમાં પહેલા જ રિચાર્જ કરાવું પડે છે, સાદા મીટરમાં રોજનો ચોક્કસ વપરાશ જાણી શકાતો ન હતો. પ્રીપેઇડ સ્માર્ટ મીટર શું છે? પ્રીપેઇડ સ્માર્ટ મીટર એ હાલના વીજ મીટરની જેમ જ વીજળીનો વપરાશ નોંધતું એક મીટર છે. આ સ્માર્ટ મીટર વીજળીના વપરાશની સચોટ માહિતી વધુ સ્પષ્ટતા સાથે આપે છે. સ્માર્ટ મીટર ટુ વે કોમ્યુનિકેશનની વિશેષતા પણ ધરાવે છે. યુનિટ વપરાય છે એના દર સમાન છે? આ બંને મીટરમાં યુનિટનો ચાર્જ એક સમાન જ છે, તેમાં કોઈ ચેન્જ નથી. તે ઉપરાંત વધારાનો ફાયદો એ છે કે જુના મીટરની જે સિક્યોરિટી અમાઉન્ટ છે એ ગ્રાહકને પરત આપી દેવામાં આવે છે, જેને જૂના બિલ સાથે એડજસ્ટ કરાય છે. જો અમારે ગ્રાહક પાસેથી પૈસા લેવાના નીકળે તો ગ્રાહકને બોજો ન પડે એ રીતે 180 દિવસની અંદર ડિવાઈડ કરીને વસૂલાય છે. જો ગ્રાહકને અમારી પાસેથી પૈસા લેવાના નીકળે તો એને ક્રેડિટ આપી દેવામાં આવે છે.  

Smart Meterને લઈ તંત્રની બેઠક,હાલ સરકારી કચેરીઓમાં મીટર લાગશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઊર્જામંત્રી કનુ દેસાઈના કાર્યાલય પર યોજાઈ બેઠક
  • બેઠક બાદ GUVNLના MD શિવહરેનું નિવેદન
  • રાજયમાં 50 હજાર મીટર લગાવ્યા છેઃ શિવહરે

સ્માર્ટ મીટરને લઈ ગુજરાતમાં ઠેર-ઠેર સ્થાનિકો તેનો વિરોધ કરી રહ્યાં છે,ત્યારે આજે GUVNL( Gujarat Urja Vikas Nigam )દ્રારા ઉર્જામંત્રીની હાજરીમાં બેઠક યોજાઈ હતી,જેમાં MD શિવહરેનું કહેવું છે કે,જૂનું અને નવું બંન્ને મીટર લગાવવામાં આવશે અને ત્યારબાદ લોકોનો વિશ્વાસ જીતીશું અને પછી મીટર લગાવીશું.

GUVNLના MD શિવહરેનું શું કહેવું છે

MD શિવહરેનું કહેવું છે કે,મીટરને લઈ કોઈ વિસંગતતા અમને જોવા નથી મળી,લોકો જોઈ શકે છે અને સમજી શકે છે,જે લોકોના બિલ વધારે આવ્યા છે તેની તપાસ કરવામાં આવશે,બધી જ ખાતરી કરીને મીટર લગાવ્યાં છે,નવા મીટરની સાથે સ્થાનિકો કહેશે તો બીજુ મીટર પણ લગાવવામાં આવશે,હાલ સરકારી કચેરીઓમાં આ મીટર લગવવામાં આવ્યા છે,અને મહાનુભાવોના ઘરે પણ મીટર લગાવીશું,અમારી તપાસ દરમિયાન સામે આવ્યું છે કે,જેમના બિલ વધારે આવ્યા છે એવુ દેખાયું બધાની તપાસ કરી છે કોઈ પણ એવી બાબત ધ્યાને નથી આવી,સૌથી પહેલાં મીટર અમારી GEB કોલોનીમાં લગાવ્યા હતા એમા ચકાસણી કરીને પછી જ બીજે બધાને સમજાવી લગાવયા છે.

વધારે બીલ આવવાને લઈ કરી ચર્ચા

ભવિષ્યમાં દિવસે સસ્તી વિજળી આપવા માટે ફિચર સાથે આધુનિક મીટર છે,ઘરે કે ઓફિસમાં બેઠા બેઠા મીટર કેટલુ છે તે જોઈ શકાય છે,બધી જ ખાતરી કરી મીટર લગાવ્યા છે,જેમના મીટર નવા લાગ્યા છે એ લોકો પણ ચેક મીટર લગાવાવનુ કહે તો બંન્ને લગાવી આપીશું,અગાઉ બિલ પેંડિગ હોય તો હપ્તામાં લેવામા આવતુ હતુ જુનુ બાકી બિલ પણ સાથે લેવાયુ હોવાના કારણે બિલ વધારે આવ્યા છે.

સ્માર્ટ મીટર શું છે જાણો

સ્માર્ટ મીટરમાં પહેલા જ પૈસા આપ્યા પછી વીજળી વાપરી શકાશે. સાદા મીટરમાં બીલ રિડિંગ માટે કર્મચારી આવતો હતો. સ્માર્ટ મીટરમાં બીલ રિંડીંગની જરૂર નહીં પડે, સાદા મીટરમાં બિલ આવે ત્યારે નાણાં ભરવા માટે જવું પડતું હતું. સ્માર્ટ મીટરમાં પહેલા જ રિચાર્જ કરાવું પડે છે, સાદા મીટરમાં રોજનો ચોક્કસ વપરાશ જાણી શકાતો ન હતો.

પ્રીપેઇડ સ્માર્ટ મીટર શું છે?

પ્રીપેઇડ સ્માર્ટ મીટર એ હાલના વીજ મીટરની જેમ જ વીજળીનો વપરાશ નોંધતું એક મીટર છે. આ સ્માર્ટ મીટર વીજળીના વપરાશની સચોટ માહિતી વધુ સ્પષ્ટતા સાથે આપે છે. સ્માર્ટ મીટર ટુ વે કોમ્યુનિકેશનની વિશેષતા પણ ધરાવે છે.

યુનિટ વપરાય છે એના દર સમાન છે?

આ બંને મીટરમાં યુનિટનો ચાર્જ એક સમાન જ છે, તેમાં કોઈ ચેન્જ નથી. તે ઉપરાંત વધારાનો ફાયદો એ છે કે જુના મીટરની જે સિક્યોરિટી અમાઉન્ટ છે એ ગ્રાહકને પરત આપી દેવામાં આવે છે, જેને જૂના બિલ સાથે એડજસ્ટ કરાય છે. જો અમારે ગ્રાહક પાસેથી પૈસા લેવાના નીકળે તો ગ્રાહકને બોજો ન પડે એ રીતે 180 દિવસની અંદર ડિવાઈડ કરીને વસૂલાય છે. જો ગ્રાહકને અમારી પાસેથી પૈસા લેવાના નીકળે તો એને ક્રેડિટ આપી દેવામાં આવે છે.