Akasa Air: દિલ્હીથી મુંબઇ જતી ફ્લાઇટમાં બોમ્બની અફવા, કરાયુ ઈમરજન્સી લેન્ડિંગ

ફ્લાઈટમાં બોમ્બની અફવાને લઈ ઈમરજન્સી લેન્ડિંગ અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ અવારનવાર ફ્લાઇટમાં બોમ્બની અફવા હોવાના સમાચાર સામે આવી રહી છે. રોજ બરોજ એક ઘટના તો પ્રકાશમાં આવે જ છે. ત્યારે વધુ એકવાર ફ્લાઇટમાં બોમ્બ હોવાનું સામે આવતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. ઇમરજન્સી લેન્ડિંગ કરાયું અકાસા એરલાઇન્સમાં દિલ્હીથી મુંબઇ જતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની માહિતી મળતા જ ક્રૂ સહિત મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. પરિણામે અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું...વિસ્તારા એરલાઇન્સમાં પણ આવી જ ઘટના  પેરિસથી મુંબઇ આવી રહેલી વિસ્તાર એરલાઇન્સમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. બોમ્બ હોવાની ધમકી મળતા ગભરાહટ ફેલાઇ હતી.જો કે સમાચાર મળતા જ મુંબઇ એરપોર્ટ પર ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી હતી. મુસાફરોને એરપોર્ટની અંદર જ રહેવા સૂચના આપી. કોઇ બહાર ન જઇ શકે કે કોઇ અંદર ન આવી શકે. ફ્લાઈટ લેન્ડ થતાની સાથે જ પોલીસ, સિક્યોરિટી ગાર્ડ, ફાયર બ્રિગેડ, બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમ રનવે પર પહોંચી ગઈ હતી.મુસાફરની બેગમાં ધમકી લખેલો પત્ર આ અંગે વિસ્તારા એરલાઈન્સના પ્રવક્તાએ જણાવ્યું કે 2 જૂન, 2024ના રોજ સવારે વિસ્તારાની ફ્લાઈટ UK 024 પેરિસથી મુંબઈ આવી રહી હતી. ફ્લાઇટમાં 294 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર હતા. તેણે પેરિસ ચાર્લ્સ ડી ગોલ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. મુસાફરી દરમિયાન એક મુસાફરને તેની બેગમાંથી એક નોટ મળી, જેના પર ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકીભર્યો સંદેશ લખવામાં આવ્યો હતો.

Akasa Air: દિલ્હીથી મુંબઇ જતી ફ્લાઇટમાં બોમ્બની અફવા, કરાયુ ઈમરજન્સી લેન્ડિંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ફ્લાઈટમાં બોમ્બની અફવાને લઈ ઈમરજન્સી લેન્ડિંગ
  • અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ
  • દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

અવારનવાર ફ્લાઇટમાં બોમ્બની અફવા હોવાના સમાચાર સામે આવી રહી છે. રોજ બરોજ એક ઘટના તો પ્રકાશમાં આવે જ છે. ત્યારે વધુ એકવાર ફ્લાઇટમાં બોમ્બ હોવાનું સામે આવતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા.

ઇમરજન્સી લેન્ડિંગ કરાયું

અકાસા એરલાઇન્સમાં દિલ્હીથી મુંબઇ જતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની માહિતી મળતા જ ક્રૂ સહિત મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. પરિણામે અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું...

વિસ્તારા એરલાઇન્સમાં પણ આવી જ ઘટના 

પેરિસથી મુંબઇ આવી રહેલી વિસ્તાર એરલાઇન્સમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. બોમ્બ હોવાની ધમકી મળતા ગભરાહટ ફેલાઇ હતી.જો કે સમાચાર મળતા જ મુંબઇ એરપોર્ટ પર ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી હતી. મુસાફરોને એરપોર્ટની અંદર જ રહેવા સૂચના આપી. કોઇ બહાર ન જઇ શકે કે કોઇ અંદર ન આવી શકે. ફ્લાઈટ લેન્ડ થતાની સાથે જ પોલીસ, સિક્યોરિટી ગાર્ડ, ફાયર બ્રિગેડ, બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમ રનવે પર પહોંચી ગઈ હતી.

મુસાફરની બેગમાં ધમકી લખેલો પત્ર

આ અંગે વિસ્તારા એરલાઈન્સના પ્રવક્તાએ જણાવ્યું કે 2 જૂન, 2024ના રોજ સવારે વિસ્તારાની ફ્લાઈટ UK 024 પેરિસથી મુંબઈ આવી રહી હતી. ફ્લાઇટમાં 294 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર હતા. તેણે પેરિસ ચાર્લ્સ ડી ગોલ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. મુસાફરી દરમિયાન એક મુસાફરને તેની બેગમાંથી એક નોટ મળી, જેના પર ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકીભર્યો સંદેશ લખવામાં આવ્યો હતો.