Saurashtraમાં મગફળીનું રેકોર્ડબ્રેક વાવેતર થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

રાજયમાં 19 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું 15 લાખ હેક્ટરમાં વાવેતર માત્ર સૌરાષ્ટ્રમાં નોંધાયું 2.97 લાખ હેક્ટરમાં સોયાબીનનું પણ વાવેતર સૌરાષ્ટ્રમા મગફળીનું રેકોર્ડબ્રેક વાવેતર થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.સાથે સાથે 23.35 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર નોંધાયું છે.રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મગફળીનું રેકોર્ડ બ્રેક વાવેતર નોંધાતા ખેડૂતો માટે વરસાદ આશીર્વાદ સમાન બન્યો છે.રાજયમાં 19 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે તો 15 લાખ હેક્ટર વાવેતર માત્ર સૌરાષ્ટ્રમાં થયું હોવાનું નોંધાયું છે. મગફળીનું વાવેતર મગફળી બાદ સોયાબીનનું વાવેતર પણ વધ્યું છે,ખેડૂતોએ 2.97 લાખ હેક્ટરમાં સોયાબીનનુ વાવેતર કર્યું છે,કપાસની 23.35 લાખ હેક્ટરમાં વાવણીમાં થઈ છે.માર્કેટીંગયાર્ડમાં દિવાળીમાં મગફળીના ઢગલા થવાના એંધાણ સેવાઈ રહ્યા છે.સિંગતેલમાં ભાવ જળવાઈ રહેશે તેવી વેપારીઓને આશા છે,આ વખતે સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થતા ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે,ત્યારે એ જોવાનું રહ્યું કે આ વખતે મગફળીના સારા વાવેતરની સામે ખેડૂતોને શું ભાવ મળે છે. મગફળીનું ઉત્પાદન કરે છે ખેડૂતો ગુજરાતમાં વર્ષ દરમિયાન કપાસના ભાવ કે જે અગાઉ રેકોર્ડબ્રેક ઉંચાઈએ પહોંચ્યા હતા તેની તેજીનો પરપોટો ફૂટયો અને ભાવ નોર્મલી પ્રતિ મણ રૂ. 1500થી 1600ના હાલ ચાલી રહ્યા છે ત્યારે મગફળીના ભાવ એકંદરે જળવાઈ રહ્યા હોય રાજ્યના ખેડૂતો મગફળી તરફ વળ્યા છે.ગત નાણાકીય વર્ષ 2023- 24ના રાજ્યમાં 46.42 લાખ ટન મગફળીનું બમ્પર ઉત્પાદન થયું હતું. મગફળીમાંથી બને છે તેલ મગફીના વાવેતરને લઈ ખેડૂતોમાં ખુશી છે,સાથે સાથે મગફળીમાંથી તેલ બને છે એટલે આ વખતે તેલના ભાવમાં પણ ઘટાડો નોંધાય તો નવાઈ નહી,મગફળી એક એવો પાક છે કે જેનું વાવેતર ખાલી વરસાદના સમયે જ થાય છે એટલે સૌરાષ્ટ્રમાં આ વખતે સારો વરસાદ પડતા ખેડૂતોને મગફળીના ભાવમાં સારો વધારો મળી શકે છે.મગફળીનો પાક બધા ખેડૂતો નથી કરતા કેમકે જો વરસાદ ભારે પડે તો મગફળીના પાક જમીનમાંથી નાશ પામે છે.

Saurashtraમાં મગફળીનું રેકોર્ડબ્રેક વાવેતર થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજયમાં 19 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું
  • 15 લાખ હેક્ટરમાં વાવેતર માત્ર સૌરાષ્ટ્રમાં નોંધાયું
  • 2.97 લાખ હેક્ટરમાં સોયાબીનનું પણ વાવેતર

સૌરાષ્ટ્રમા મગફળીનું રેકોર્ડબ્રેક વાવેતર થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.સાથે સાથે 23.35 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર નોંધાયું છે.રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મગફળીનું રેકોર્ડ બ્રેક વાવેતર નોંધાતા ખેડૂતો માટે વરસાદ આશીર્વાદ સમાન બન્યો છે.રાજયમાં 19 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે તો 15 લાખ હેક્ટર વાવેતર માત્ર સૌરાષ્ટ્રમાં થયું હોવાનું નોંધાયું છે.

મગફળીનું વાવેતર

મગફળી બાદ સોયાબીનનું વાવેતર પણ વધ્યું છે,ખેડૂતોએ 2.97 લાખ હેક્ટરમાં સોયાબીનનુ વાવેતર કર્યું છે,કપાસની 23.35 લાખ હેક્ટરમાં વાવણીમાં થઈ છે.માર્કેટીંગયાર્ડમાં દિવાળીમાં મગફળીના ઢગલા થવાના એંધાણ સેવાઈ રહ્યા છે.સિંગતેલમાં ભાવ જળવાઈ રહેશે તેવી વેપારીઓને આશા છે,આ વખતે સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થતા ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે,ત્યારે એ જોવાનું રહ્યું કે આ વખતે મગફળીના સારા વાવેતરની સામે ખેડૂતોને શું ભાવ મળે છે.

મગફળીનું ઉત્પાદન કરે છે ખેડૂતો

ગુજરાતમાં વર્ષ દરમિયાન કપાસના ભાવ કે જે અગાઉ રેકોર્ડબ્રેક ઉંચાઈએ પહોંચ્યા હતા તેની તેજીનો પરપોટો ફૂટયો અને ભાવ નોર્મલી પ્રતિ મણ રૂ. 1500થી 1600ના હાલ ચાલી રહ્યા છે ત્યારે મગફળીના ભાવ એકંદરે જળવાઈ રહ્યા હોય રાજ્યના ખેડૂતો મગફળી તરફ વળ્યા છે.ગત નાણાકીય વર્ષ 2023- 24ના રાજ્યમાં 46.42 લાખ ટન મગફળીનું બમ્પર ઉત્પાદન થયું હતું.

મગફળીમાંથી બને છે તેલ

મગફીના વાવેતરને લઈ ખેડૂતોમાં ખુશી છે,સાથે સાથે મગફળીમાંથી તેલ બને છે એટલે આ વખતે તેલના ભાવમાં પણ ઘટાડો નોંધાય તો નવાઈ નહી,મગફળી એક એવો પાક છે કે જેનું વાવેતર ખાલી વરસાદના સમયે જ થાય છે એટલે સૌરાષ્ટ્રમાં આ વખતે સારો વરસાદ પડતા ખેડૂતોને મગફળીના ભાવમાં સારો વધારો મળી શકે છે.મગફળીનો પાક બધા ખેડૂતો નથી કરતા કેમકે જો વરસાદ ભારે પડે તો મગફળીના પાક જમીનમાંથી નાશ પામે છે.