Rajkot: ગુજસીટોકના આરોપી રાજુ સોલંકીની મુશ્કેલી વધી
આરોપીનું મકાન પેશકદમી કરેલી જમીન પર હોવાનું ખૂલ્યું અન્ય મિલકત અંગે પણ વિગતો મંગાવાઈ રાજુ સોલંકી સહિત 5 આરોપીના રિમાન્ડ પૂર્ણ ગુજસીટોકના આરોપી રાજુ સોલંકીની મુશ્કેલી વધી છે. જેમાં આરોપીનું મકાન પેશકદમી કરેલી જમીન પર હોવાનું ખૂલ્યુ છે. તેમજ અન્ય મિલકત અંગે પણ વિગતો મંગાવાઈ છે. જેમાં સરકારી કચેરીઓમાંથી વિગતો મંગાવાઈ છે. રાજુ સોલંકી સહિત 5 આરોપીના રિમાન્ડ પૂર્ણ થયા છે. તેમાં આરોપીને આજે રાજકોટમાં ગુજસીટોક કોર્ટમાં રજૂ કરાશે.એક આરોપીનો જેલમાંથી કબજો લેવાની તજવીજ હાથધરવામાં આવી એક આરોપીનો જેલમાંથી કબજો લેવાની તજવીજ હાથધરવામાં આવી છે. જુનાગઢના રાજુ સોલંકીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં આરોપી રાજુ સોલંકીનું મકાન પેશકદમી કરેલી જમીન પર હોવાનું ખુલ્યુ છે. અન્ય મિલકત અંગે પણ સરકારી કચેરીઓમાંથી વિગતો મંગાવાઇ છે. આજે રાજુ સોલંકી સહિત પાંચ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા રાજકોટમાં ગુજસીટોક કોર્ટમાં રજૂ કરાશે. એક આરોપીને જેલમાંથી કબજો લેવાની તજવીજ શરૂ કરાઇ છે. જાણો સમગ્ર મામલો ગોંડલના ધારાસભ્યના પુત્ર સામે ખૂની હુમલા, અપહરણ સહિતની ફરિયાદ કરનાર યુવક અને તેના પિતા રાજુ સોલંકી સહિત 5 શખ્સોને પોલીસે રાજકોટની ખાસ ગુજસીટોક કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા ખાસ કોર્ટે રિમાન્ડ મંજુર કર્યા હતા. પોલીસ દ્વારા જણાવાયું છે કે રાજુ સોલંકી તથા તેના પુત્ર અને ભાણીયાએ ગુનાહિત પ્રવૃતિથી મેળવેલી મિલ્કતો અંગેની તપાસ થશે તેમજ આ ટોળકીના જે લોકો ભોગ બન્યા છે અને ડરના કારણે ફરિયાદ કરી નથી તેવા લોકોનો પોલીસ સંપર્ક કરી તેની વિગતો ગુપ્ત રાખી પૂછપરછ કરશે. જેમાં પોલીસ દ્વારા આ ટોળકી સામે મજબૂત ગાળીયો કરવામાં આવી રહ્યો છે. સંજય ઉર્ફે ચંદુ રાજુ સોલંકી, દેવ રાજુ સોલંકી અને યોગેશ કાળા બગડાની ધરપકડ જૂનાગઢના દાતાર રોડ પર રહેતા સંજય ઉર્ફે ચંદુ રાજુ સોલંકીએ ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિતના દસ લોકો સામે અપહરણ તથા ખૂની હુમલો કર્યાની ફરિયાદ કરી હતી. પોલીસે આ કેસમાં ગણેશ જાડેજા સહિતનાઓની ધરપકડ કરી જેલ ધકેલ્યા હતા. બે માસમાં તપાસ પૂર્ણ કરી આ અંગેની ચાર્જસીટ કોર્ટમાં રજુ થઇ હતી. બાદમાં ફરિયાદી સંજય ઉર્ફે ચંદુ સોલંકી, તેના પિતા રાજુ બાવજી સોલંકી, ભાઈ દેવ રાજુ સોલંકી, કાકા જયેશ ઉર્ફે જવો બાવજી સોલંકી અને યોગેશ કાળા બગડા સામે ભૂતકાળમાં દાખલ થયેલા ગુનાઓના આધારે પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી રાજુ સોલંકી, સંજય ઉર્ફે ચંદુ રાજુ સોલંકી, દેવ રાજુ સોલંકી અને યોગેશ કાળા બગડાની ધરપકડ કરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- આરોપીનું મકાન પેશકદમી કરેલી જમીન પર હોવાનું ખૂલ્યું
- અન્ય મિલકત અંગે પણ વિગતો મંગાવાઈ
- રાજુ સોલંકી સહિત 5 આરોપીના રિમાન્ડ પૂર્ણ
ગુજસીટોકના આરોપી રાજુ સોલંકીની મુશ્કેલી વધી છે. જેમાં આરોપીનું મકાન પેશકદમી કરેલી જમીન પર હોવાનું ખૂલ્યુ છે. તેમજ અન્ય મિલકત અંગે પણ વિગતો મંગાવાઈ છે. જેમાં સરકારી કચેરીઓમાંથી વિગતો મંગાવાઈ છે. રાજુ સોલંકી સહિત 5 આરોપીના રિમાન્ડ પૂર્ણ થયા છે. તેમાં આરોપીને આજે રાજકોટમાં ગુજસીટોક કોર્ટમાં રજૂ કરાશે.
એક આરોપીનો જેલમાંથી કબજો લેવાની તજવીજ હાથધરવામાં આવી
એક આરોપીનો જેલમાંથી કબજો લેવાની તજવીજ હાથધરવામાં આવી છે. જુનાગઢના રાજુ સોલંકીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં આરોપી રાજુ સોલંકીનું મકાન પેશકદમી કરેલી જમીન પર હોવાનું ખુલ્યુ છે. અન્ય મિલકત અંગે પણ સરકારી કચેરીઓમાંથી વિગતો મંગાવાઇ છે. આજે રાજુ સોલંકી સહિત પાંચ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા રાજકોટમાં ગુજસીટોક કોર્ટમાં રજૂ કરાશે. એક આરોપીને જેલમાંથી કબજો લેવાની તજવીજ શરૂ કરાઇ છે.
જાણો સમગ્ર મામલો
ગોંડલના ધારાસભ્યના પુત્ર સામે ખૂની હુમલા, અપહરણ સહિતની ફરિયાદ કરનાર યુવક અને તેના પિતા રાજુ સોલંકી સહિત 5 શખ્સોને પોલીસે રાજકોટની ખાસ ગુજસીટોક કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા ખાસ કોર્ટે રિમાન્ડ મંજુર કર્યા હતા. પોલીસ દ્વારા જણાવાયું છે કે રાજુ સોલંકી તથા તેના પુત્ર અને ભાણીયાએ ગુનાહિત પ્રવૃતિથી મેળવેલી મિલ્કતો અંગેની તપાસ થશે તેમજ આ ટોળકીના જે લોકો ભોગ બન્યા છે અને ડરના કારણે ફરિયાદ કરી નથી તેવા લોકોનો પોલીસ સંપર્ક કરી તેની વિગતો ગુપ્ત રાખી પૂછપરછ કરશે. જેમાં પોલીસ દ્વારા આ ટોળકી સામે મજબૂત ગાળીયો કરવામાં આવી રહ્યો છે.
સંજય ઉર્ફે ચંદુ રાજુ સોલંકી, દેવ રાજુ સોલંકી અને યોગેશ કાળા બગડાની ધરપકડ
જૂનાગઢના દાતાર રોડ પર રહેતા સંજય ઉર્ફે ચંદુ રાજુ સોલંકીએ ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિતના દસ લોકો સામે અપહરણ તથા ખૂની હુમલો કર્યાની ફરિયાદ કરી હતી. પોલીસે આ કેસમાં ગણેશ જાડેજા સહિતનાઓની ધરપકડ કરી જેલ ધકેલ્યા હતા. બે માસમાં તપાસ પૂર્ણ કરી આ અંગેની ચાર્જસીટ કોર્ટમાં રજુ થઇ હતી. બાદમાં ફરિયાદી સંજય ઉર્ફે ચંદુ સોલંકી, તેના પિતા રાજુ બાવજી સોલંકી, ભાઈ દેવ રાજુ સોલંકી, કાકા જયેશ ઉર્ફે જવો બાવજી સોલંકી અને યોગેશ કાળા બગડા સામે ભૂતકાળમાં દાખલ થયેલા ગુનાઓના આધારે પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી રાજુ સોલંકી, સંજય ઉર્ફે ચંદુ રાજુ સોલંકી, દેવ રાજુ સોલંકી અને યોગેશ કાળા બગડાની ધરપકડ કરી હતી.