Dangમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ, નવરાત્રિના મંડપો થયા ધરાશાયી
રાજ્યમાં એક તરફ નવરાત્રિનો રંગ ઠેરઠેર જામ્યો છે, ત્યારે આ દરમિયાન ડાંગ જિલ્લામાં આહવા ખાતે આજે સવારથી વાદળછાયું વાતાવરણ છવાયેલુ હતું અને હવામાન વિભાગની આગામી મુજબ જ વરસાદનું આગમન થયું છે.આહવામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો ડાંગ જિલ્લામાં આહવા અને સાપુતારા પંથકમાં બપોરના બફારા બાદ વરસાદનું આગમન થયું છે. ગાજવીજ સાથે આહવા ખાતે વરસાદનું આગમન થયું છે. ત્યારે ભારે પવન અને ગાજવીજ સાથે આહવામાં ઘણી જગ્યાએ બરફના કરા પણ વરસ્યા છે અને ઘણા વિસ્તારોમાં નવરાત્રિના મંડપો પણ ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી છે. જો કે બીજી તરફ વરસાદ વરસવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આગામી 4 દિવસ વરસાદ વરસે તેવી હવામાન વિભાગની આગાહી ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈ આગાહી વ્યક્ત કરી છે અને આજે અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ આ વરસાદ માત્ર એક જ દિવસ માટે નહીં પણ આગામી 4 દિવસ સુધી વરસી શકે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં નવરાત્રિના અંતિમ દિવસોમાં વરસાદ વિઘ્ન બને તેવી પણ આગાહી કરવામાં આવી રહી છે. આવતીકાલે અમરેલી અને ભાવનગરમાં વરસાદ વરસવાની શક્યતા જો કે રાજ્યમાંથી હજુ પણ મેઘરાજાએ સંપૂર્ણ વિદાય લીધી નથી. રાજ્યના ગીર સોમનાથ, સુરત, નર્મદા,તાપી, ડાંગ, વલસાડ. નવસારી,દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. નવરાત્રિના અંતિમ દિવસોમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે તેમ છે. અરબી સમુદ્રમાં લો-પ્રેશર સક્રિય થતા વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. આવતીકલે 10મી ઓકટોબરે અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. સાયકલોન ચક્રવાતમાં રૂંપાતરીત થઈ શકે: અંબાલાલ પટેલ બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ સાયકલોન ચક્રવાતમાં રૂંપાતરીત થઈ શકે છે અને સાથે સાથે આ ચક્રવાતની સૌથી મોટી અસર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી શકે છે. આ સાથે જ મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ વરસતો હોય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં એક તરફ નવરાત્રિનો રંગ ઠેરઠેર જામ્યો છે, ત્યારે આ દરમિયાન ડાંગ જિલ્લામાં આહવા ખાતે આજે સવારથી વાદળછાયું વાતાવરણ છવાયેલુ હતું અને હવામાન વિભાગની આગામી મુજબ જ વરસાદનું આગમન થયું છે.
આહવામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો
ડાંગ જિલ્લામાં આહવા અને સાપુતારા પંથકમાં બપોરના બફારા બાદ વરસાદનું આગમન થયું છે. ગાજવીજ સાથે આહવા ખાતે વરસાદનું આગમન થયું છે. ત્યારે ભારે પવન અને ગાજવીજ સાથે આહવામાં ઘણી જગ્યાએ બરફના કરા પણ વરસ્યા છે અને ઘણા વિસ્તારોમાં નવરાત્રિના મંડપો પણ ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી છે. જો કે બીજી તરફ વરસાદ વરસવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
આગામી 4 દિવસ વરસાદ વરસે તેવી હવામાન વિભાગની આગાહી
ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈ આગાહી વ્યક્ત કરી છે અને આજે અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ આ વરસાદ માત્ર એક જ દિવસ માટે નહીં પણ આગામી 4 દિવસ સુધી વરસી શકે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં નવરાત્રિના અંતિમ દિવસોમાં વરસાદ વિઘ્ન બને તેવી પણ આગાહી કરવામાં આવી રહી છે.
આવતીકાલે અમરેલી અને ભાવનગરમાં વરસાદ વરસવાની શક્યતા
જો કે રાજ્યમાંથી હજુ પણ મેઘરાજાએ સંપૂર્ણ વિદાય લીધી નથી. રાજ્યના ગીર સોમનાથ, સુરત, નર્મદા,તાપી, ડાંગ, વલસાડ. નવસારી,દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. નવરાત્રિના અંતિમ દિવસોમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે તેમ છે. અરબી સમુદ્રમાં લો-પ્રેશર સક્રિય થતા વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. આવતીકલે 10મી ઓકટોબરે અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.
સાયકલોન ચક્રવાતમાં રૂંપાતરીત થઈ શકે: અંબાલાલ પટેલ
બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ સાયકલોન ચક્રવાતમાં રૂંપાતરીત થઈ શકે છે અને સાથે સાથે આ ચક્રવાતની સૌથી મોટી અસર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી શકે છે. આ સાથે જ મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ વરસતો હોય છે.