Ahmedabad: સોનાની શેરબજાર સાથે હરીફાઈ, રૂ. 79,300ની નવી ટોચે

વૈશ્વિક બુલિયન ચાલુ સપ્તાહે ઇન્વેસ્ટર ઇન્ટરેસ્ટ વધતાં માર્કેટમાં ફરી તેજીનો માહોલ બન્યો છે. તેના પગલે સ્થાનિક બજારોમાં ઘરાકી ન હોવા Aતાં સોનાના ભાવ સતત બીજા દિવસે વિક્રમી સપાટીએ પહોંચ્યા છે. બુલિયન વિશ્લેષકોના મતે ફેડરલ રિઝર્વ આવતા મહિને વ્યાજદરમાં વધારો કરે તેવી સંભાવના વધી છે.આ સાથે જ US બોન્ડ યિલ્ડમાં ઘટાડો થવાના કારણે સેફ્ હેવન તરીકે કીમતી ધાતુઓમાં રોકાણ વધી રહ્યું છે. અમદાવાદ ખાતે 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 300 વધીને રૂ. 79,300ની નવી ઊંચાઈએ પહોંચ્યા છે. તેવી જ રીતે 22 કેરેટ સોનાનો ભાવ રૂ. 79,100 પ્રતિ 10 ગ્રામ થયો હતો. ચાંદીના ભાવમાં ગુરુવારે રૂ. 92,000 પ્રતિ કિલોના સ્તરે સ્થિર રહ્યા હતા. વૈશ્વિક બજારમાં હાજર સોનું 2,677 ડોલર સામે વધીને 2,688 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. ચાંદી 31.87 ડોલર સામે નજીવી ઘટીને 31.83 ડોલર પ્રતિ ઔંસ થઈ હતી. MCX સોનાનો ડિસેમ્બર વાયદો રૂ. 242 વધીને રૂ. 76,664 પ્રતિ 10 ગ્રામ થયો હતો. MCX ચાંદી ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 86 ઘટીને રૂ. 92,183 પ્રતિ કિલો થયો હતો. ગુરુવારે મોડી સાંજે કોમેક્સ સોનું 8.90 ડોલર વધીને 2,700.20 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું. કોમેક્સ ચાંદી 3.9 સેંટ ઘટીને 31.93 ડોલર પ્રતિ ઔંસ પર વેચાઈ રહી હતી. કોમોડિટી નિષ્ણાતોએ જણાવ્યું કે, નબળી બોન્ડ યિલ્ડ અને ઇક્વિટીના કારણે બુલિયનમાં તેજીને ટેકો મળી રહ્યો છે. અખાતી પ્રદેશમાં પણ ટેન્શન અટક્યું છે પણ નબળું પડયું નથી.

Ahmedabad: સોનાની શેરબજાર સાથે હરીફાઈ, રૂ. 79,300ની નવી ટોચે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વૈશ્વિક બુલિયન ચાલુ સપ્તાહે ઇન્વેસ્ટર ઇન્ટરેસ્ટ વધતાં માર્કેટમાં ફરી તેજીનો માહોલ બન્યો છે. તેના પગલે સ્થાનિક બજારોમાં ઘરાકી ન હોવા Aતાં સોનાના ભાવ સતત બીજા દિવસે વિક્રમી સપાટીએ પહોંચ્યા છે. બુલિયન વિશ્લેષકોના મતે ફેડરલ રિઝર્વ આવતા મહિને વ્યાજદરમાં વધારો કરે તેવી સંભાવના વધી છે.

આ સાથે જ US બોન્ડ યિલ્ડમાં ઘટાડો થવાના કારણે સેફ્ હેવન તરીકે કીમતી ધાતુઓમાં રોકાણ વધી રહ્યું છે. અમદાવાદ ખાતે 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 300 વધીને રૂ. 79,300ની નવી ઊંચાઈએ પહોંચ્યા છે. તેવી જ રીતે 22 કેરેટ સોનાનો ભાવ રૂ. 79,100 પ્રતિ 10 ગ્રામ થયો હતો. ચાંદીના ભાવમાં ગુરુવારે રૂ. 92,000 પ્રતિ કિલોના સ્તરે સ્થિર રહ્યા હતા. વૈશ્વિક બજારમાં હાજર સોનું 2,677 ડોલર સામે વધીને 2,688 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. ચાંદી 31.87 ડોલર સામે નજીવી ઘટીને 31.83 ડોલર પ્રતિ ઔંસ થઈ હતી. MCX સોનાનો ડિસેમ્બર વાયદો રૂ. 242 વધીને રૂ. 76,664 પ્રતિ 10 ગ્રામ થયો હતો. MCX ચાંદી ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 86 ઘટીને રૂ. 92,183 પ્રતિ કિલો થયો હતો. ગુરુવારે મોડી સાંજે કોમેક્સ સોનું 8.90 ડોલર વધીને 2,700.20 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું. કોમેક્સ ચાંદી 3.9 સેંટ ઘટીને 31.93 ડોલર પ્રતિ ઔંસ પર વેચાઈ રહી હતી. કોમોડિટી નિષ્ણાતોએ જણાવ્યું કે, નબળી બોન્ડ યિલ્ડ અને ઇક્વિટીના કારણે બુલિયનમાં તેજીને ટેકો મળી રહ્યો છે. અખાતી પ્રદેશમાં પણ ટેન્શન અટક્યું છે પણ નબળું પડયું નથી.