Botad: ગઢડામાં આઈસરે બાઈકને લીધું હડફેટે, 1 વ્યક્તિનું થયું મોત

ગઢડા(સ્વામીના) શહેરમાં આવેલા બોટાદ રોડ ઉપરથી પસાર થઈ રહેલા બાઈક સવારને સામેથી પૂરપાટ ઝડપે આવતા આઈસર ચાલકે ટક્કર મારતાં બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચી અને ત્યારબાદ સવાર વ્યક્તિનુ મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે.બાઈકચાલક થયા ઈજાગ્રસ્ત, બાઈકમાં સવાર 1 વ્યક્તિનું મોત આ અંગે વધારે જાણવા મળતી વિગત મુજબ તાલુકાના સીતાપર ગામે રહેતા બે સંબંધી સવારના સમયે બાઈક લઈને કામ અર્થે બોટાદ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક સામેથી પૂરપાટ ઝડપે આવતા આઈસર (ગાડી નંબર જીજે-33-ટી-5528)ના ચાલકે બાઈક ચાલકને સામેથી ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલક ફરિયાદી વિઠ્ઠલભાઈ આંબાભાઈ ધારાણીને નાની મોટી ઈજાઓ અને મુંઢ માર લાગતા ઘાયલ થયા હતા. તેમજ બાઈકમાં પાછળ સવાર રામજીભાઈ સવાભાઈ ધરજીયા (ઉં.વ.55)ને માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેઓનું કરૂણ મોત નિપજ્યું હતુ. ત્યારે હાલમાં આ સમગ્ર બાબતે પોલીસે ફરિયાદ નોંધીને આઈસર ચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને તેની શોધખોળ પણ હાથ ધરી છે. વડોદરામાં કાર ચાલકે મહિલાને અડફેટે લીધી બીજી તરફ વડોદરામાં પણ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં કાર ચાલકે મહિલાને અડફેટે લીધી છે. વાઘોડિયાના તવરા ગામ પાસે અકસ્માતનો બનાવ બન્યો છે. અકસ્માતમાં મહિલાને ગંભીર ઈજા પહોંચી છે. ત્યારે અકસ્માત કરનાર કાર ચાલક ગભરાઈ ગયો હતો અને પોતાના હાથની નસો કાપવા લાગ્યો હતો. લોકોના મારથી બચવા માટે કાર ચાલક પોતાના હાથની નસો કાપી હતી. મહીસાગરમાં ગાંધીનગર પોલીસને નડ્યો અકસ્માત મહીસાગરમાં ગાંધીનગર પોલીસને અકસ્માત નડ્યો છે. સંતરામપુરના નરસિંગપુર ગામ પાસે આ ઘટના બની છે. માર્ગ અકસ્માતમાં 2 પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી છે. પોલીસની કાર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો છે. દાહોદથી ગાંધીનગર જતી પોલીસને અકસ્માત નડ્યો છે. પોલીસ કર્મીઓને હાલમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. 

Botad: ગઢડામાં આઈસરે બાઈકને લીધું હડફેટે, 1 વ્યક્તિનું થયું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગઢડા(સ્વામીના) શહેરમાં આવેલા બોટાદ રોડ ઉપરથી પસાર થઈ રહેલા બાઈક સવારને સામેથી પૂરપાટ ઝડપે આવતા આઈસર ચાલકે ટક્કર મારતાં બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચી અને ત્યારબાદ સવાર વ્યક્તિનુ મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે.

બાઈકચાલક થયા ઈજાગ્રસ્ત, બાઈકમાં સવાર 1 વ્યક્તિનું મોત

આ અંગે વધારે જાણવા મળતી વિગત મુજબ તાલુકાના સીતાપર ગામે રહેતા બે સંબંધી સવારના સમયે બાઈક લઈને કામ અર્થે બોટાદ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક સામેથી પૂરપાટ ઝડપે આવતા આઈસર (ગાડી નંબર જીજે-33-ટી-5528)ના ચાલકે બાઈક ચાલકને સામેથી ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલક ફરિયાદી વિઠ્ઠલભાઈ આંબાભાઈ ધારાણીને નાની મોટી ઈજાઓ અને મુંઢ માર લાગતા ઘાયલ થયા હતા. તેમજ બાઈકમાં પાછળ સવાર રામજીભાઈ સવાભાઈ ધરજીયા (ઉં.વ.55)ને માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેઓનું કરૂણ મોત નિપજ્યું હતુ. ત્યારે હાલમાં આ સમગ્ર બાબતે પોલીસે ફરિયાદ નોંધીને આઈસર ચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને તેની શોધખોળ પણ હાથ ધરી છે.

વડોદરામાં કાર ચાલકે મહિલાને અડફેટે લીધી

બીજી તરફ વડોદરામાં પણ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં કાર ચાલકે મહિલાને અડફેટે લીધી છે. વાઘોડિયાના તવરા ગામ પાસે અકસ્માતનો બનાવ બન્યો છે. અકસ્માતમાં મહિલાને ગંભીર ઈજા પહોંચી છે. ત્યારે અકસ્માત કરનાર કાર ચાલક ગભરાઈ ગયો હતો અને પોતાના હાથની નસો કાપવા લાગ્યો હતો. લોકોના મારથી બચવા માટે કાર ચાલક પોતાના હાથની નસો કાપી હતી.

મહીસાગરમાં ગાંધીનગર પોલીસને નડ્યો અકસ્માત

મહીસાગરમાં ગાંધીનગર પોલીસને અકસ્માત નડ્યો છે. સંતરામપુરના નરસિંગપુર ગામ પાસે આ ઘટના બની છે. માર્ગ અકસ્માતમાં 2 પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી છે. પોલીસની કાર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો છે. દાહોદથી ગાંધીનગર જતી પોલીસને અકસ્માત નડ્યો છે. પોલીસ કર્મીઓને હાલમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.