શહેરમાં વિવિધ વિસ્તારમાં આવેલા વૃક્ષોના ટ્રીમીંગ માટે ૧૭ હાઈડ્રોલીક વાહનો ખરીદાશે

        અમદાવાદ,ગુરુવાર,8 ઓગસ્ટ,2024અમદાવાદના વિવિધ વિસ્તારમાં આવેલા વૃક્ષોનું સમયાંતરે ટ્રીમીંગ કરવા માટે ૧૭ જેટલા હાઈડ્રોલીક વાહન ખરીદાશે.રુપિયા ૩.૬૫ કરોડના ખર્ચથી વાહનો ખરીદાયા બાદ ઝોન દીઠ બે વાહન વૃક્ષોના ટ્રીમીંગ માટે ફાળવવામા આવશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે ચોમાસાના સો દિવસના સમયમાં શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં ત્રીસ લાખ રોપા,વૃક્ષો વાવવાનું આયોજન કરવામા આવ્યુ છે.અત્યારસુધીમાં ૨૨ લાખ રોપા,વૃક્ષોનુ પ્લાન્ટેશન કરવામા આવ્યુ છે.વિવિધ વિસ્તારમાં આવેલા વૃક્ષો ભારે પવન,વરસાદ કે વાવાઝોડા સમયે ધરાશાયી થવાના બનાવ બને છે.શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર  વધુ ઉંચાઈના આવેલા તેમજ આંતરીક રસ્તાઓ ઉપર નમી પડેલા વૃક્ષોના ટ્રીમીંગ કરવા માટે હાઈડ્રોલીક લિફટીંગ સુવિધા અને બકેટ ધરાવતા ૧૭ વાહન ખરીદવા સ્ટેન્ડિંગ કમિટીએ મંજુરી આપી છે.આ વાહનથી સ્ટ્રીટ લાઈટ પોલને નડતરરુપ વૃક્ષોના નડતરરુપ ડાળીઓ સરળતાથી ટ્રીમીંગ કરી શકાશે એમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીનું કહેવુ છે.શહેરના વિવિધ મંદિરોમાં આજથી તુલસી રોપાનુ વિતરણ કરાશે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલા ૭૨ મંદિરોમાં આજથી ૧૫ ઓગસ્ટ સુધી તુલસીના રોપાનુ વિતરણ કરવામા આવશે.મંદિર દીઠ સો તુલસીના રોપા આપવાનો નિર્ણય કરાયો હોવાનુ રીક્રીએશન કમિટી ચેરમેન જયેશ ત્રિવેદીએ કહયુ છે.

શહેરમાં વિવિધ વિસ્તારમાં આવેલા વૃક્ષોના ટ્રીમીંગ માટે ૧૭ હાઈડ્રોલીક વાહનો ખરીદાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

       

 અમદાવાદ,ગુરુવાર,8 ઓગસ્ટ,2024

અમદાવાદના વિવિધ વિસ્તારમાં આવેલા વૃક્ષોનું સમયાંતરે ટ્રીમીંગ કરવા માટે ૧૭ જેટલા હાઈડ્રોલીક વાહન ખરીદાશે.રુપિયા ૩.૬૫ કરોડના ખર્ચથી વાહનો ખરીદાયા બાદ ઝોન દીઠ બે વાહન વૃક્ષોના ટ્રીમીંગ માટે ફાળવવામા આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે ચોમાસાના સો દિવસના સમયમાં શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં ત્રીસ લાખ રોપા,વૃક્ષો વાવવાનું આયોજન કરવામા આવ્યુ છે.અત્યારસુધીમાં ૨૨ લાખ રોપા,વૃક્ષોનુ પ્લાન્ટેશન કરવામા આવ્યુ છે.વિવિધ વિસ્તારમાં આવેલા વૃક્ષો ભારે પવન,વરસાદ કે વાવાઝોડા સમયે ધરાશાયી થવાના બનાવ બને છે.શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર  વધુ ઉંચાઈના આવેલા તેમજ આંતરીક રસ્તાઓ ઉપર નમી પડેલા વૃક્ષોના ટ્રીમીંગ કરવા માટે હાઈડ્રોલીક લિફટીંગ સુવિધા અને બકેટ ધરાવતા ૧૭ વાહન ખરીદવા સ્ટેન્ડિંગ કમિટીએ મંજુરી આપી છે.આ વાહનથી સ્ટ્રીટ લાઈટ પોલને નડતરરુપ વૃક્ષોના નડતરરુપ ડાળીઓ સરળતાથી ટ્રીમીંગ કરી શકાશે એમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીનું કહેવુ છે.

શહેરના વિવિધ મંદિરોમાં આજથી તુલસી રોપાનુ વિતરણ કરાશે

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલા ૭૨ મંદિરોમાં આજથી ૧૫ ઓગસ્ટ સુધી તુલસીના રોપાનુ વિતરણ કરવામા આવશે.મંદિર દીઠ સો તુલસીના રોપા આપવાનો નિર્ણય કરાયો હોવાનુ રીક્રીએશન કમિટી ચેરમેન જયેશ ત્રિવેદીએ કહયુ છે.