Saurashtra-Kutchની સૌથી મોટી જેલ 65 એકરમાં રાજકોટમાં નિર્માણ પામશે

રાજકોટના ન્યારા ગામ પાસે બનશે જેલ આ જેલ આધુનિક સુવિધા સાથે સજ્જ હશે હાલ સેન્ટર જેલમાં 1250 ક્ષમતા સામે 2500 કેદીઓ સૌરાષ્ટ્ર કચ્છની સૌથી મોટી જેલ 65 એકરમાં હવે રાજકોટમાં બનવા જઈ રહી છે.સેન્ટ્રલ જેલ નાની પડતા નવી જેલ માટે દરખાસ્ત સરકારમાં કરાઈ હતી તો સરકારમાં મોકલવામાં આવેલા દરખાસ્તને મંજૂરી મળતા નવી જેલનુ કામકાજ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે,રાજકોટના ન્યારા ગામ પાસે બનાવવામાં આવશે જેલ.14 વર્ષ પછી તૈયાર થતી આ જેલ આધુનિક સુવિધા સાથે સજજ હશે. કલેકટર દ્વારા સરકારમાં મોકલવામાં આવેલ દરખાસ્તને મળી મંજૂરી જિલ્લા કલેકટર દ્વારા ટૂંક સમયમાં જમીન સોંપણીની કામગીરી કરવામાં આવશે અને ત્યારબાદ જેલનું નિર્માણ થશે,રાજકોટ સેન્ટર જેલમાં 1250 ક્ષમતા સાથે 2500 જેટલા કેદીઓ છે.રાજકોટ સેન્ટ્રલ જેલ નાની પડતા નવી જેલ માટે દરખાસ્ત કરવામાં આવી હતી.બીજી તરફ જેલ નાની પડતી હોવાથી જેલમાં રહેલા કેદીઓ તથા સ્ટાફને પણ તકલીફ પડી રહી છે એક બેરેકમાં ક્ષમતા કરતા વધુ કેદીઓ રખાતા અડચણ ઉભી થઈ રહી છે અને અંદરો અંદર કેદીઓ પણ ઘણી વાર ઝઘડતા જોવા મળે છે. નવી જેલ બનાવવા કલેકટરને કરાઈ હતી દરખાસ્ત નવી જેલ બને તે માટે કલેકટર પાસે જમીનની માંગણી કરવામાં આવી હતી,તો આ માંગણીને કલેકટરે રાજયસરકારને મોકલી આપી હતી અને રાજયસરકારે તેની પર મહોર મારતા નવી જેલ માટેની જમીન ફળવાઈ હતી.હાલ જુની જેલમાં 52 જેટલી બેરેક છે અને તેની સામે આરોપીઓની સંખ્યા બમણી છે માટે નવી જેલ બને તે જરૂરી હતું. નિયમ મૂજબ 60 એકરની જમીન જેલ માટે જોઈએ સરકારી નિયમ મૂજબ જેલ માટે 60 એકરની જમીન હોવી જોઈએ સાથે સાથે એક કેદી દીઠ 100 સ્ક્રેવર યાર્ડ જમીન હોવી જોઈએ તેવો નિયમ છે.નવી જેલ બનાવવામાં આવશે જેમાં કેદીઓ માટે આધુનિક સુવિધા ઉપલબ્ધ રહેશે ઉદ્યોગ માટેનો શેડ,મનોરંજન માટેનો હોલ,સ્પોર્ટ્સ ક્લબ,રિક્રિએશન ક્લબ,સ્ટાફ ક્વાર્ટર,હાઇ સિક્યોરિટી રહેશે.રાજકોટના પોપટપરા ખાતે આવેલી જેલ વર્ષ 2010 સુધી રાજકોટ જેલ જિલ્લા જેલ હતી. તેમાં જિલ્લાના કેદીઓને રખવામાં આવતા હતા બાદમાં સરકારે સેન્ટ્રલ જેલનો દરજ્જો આપતાં સૌરાષ્ટ્ર-કચ્છના 2 વર્ષથી વધુ સજા ભોગવતા કેદીઓને રાખવાનો નિર્ણય કર્યો હતો અને કેદીની સંખ્યા 212માંથી 1232 કરવામાં આવી હતી.

Saurashtra-Kutchની સૌથી મોટી જેલ 65 એકરમાં રાજકોટમાં નિર્માણ પામશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટના ન્યારા ગામ પાસે બનશે જેલ
  • આ જેલ આધુનિક સુવિધા સાથે સજ્જ હશે
  • હાલ સેન્ટર જેલમાં 1250 ક્ષમતા સામે 2500 કેદીઓ

સૌરાષ્ટ્ર કચ્છની સૌથી મોટી જેલ 65 એકરમાં હવે રાજકોટમાં બનવા જઈ રહી છે.સેન્ટ્રલ જેલ નાની પડતા નવી જેલ માટે દરખાસ્ત સરકારમાં કરાઈ હતી તો સરકારમાં મોકલવામાં આવેલા દરખાસ્તને મંજૂરી મળતા નવી જેલનુ કામકાજ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે,રાજકોટના ન્યારા ગામ પાસે બનાવવામાં આવશે જેલ.14 વર્ષ પછી તૈયાર થતી આ જેલ આધુનિક સુવિધા સાથે સજજ હશે.

કલેકટર દ્વારા સરકારમાં મોકલવામાં આવેલ દરખાસ્તને મળી મંજૂરી

જિલ્લા કલેકટર દ્વારા ટૂંક સમયમાં જમીન સોંપણીની કામગીરી કરવામાં આવશે અને ત્યારબાદ જેલનું નિર્માણ થશે,રાજકોટ સેન્ટર જેલમાં 1250 ક્ષમતા સાથે 2500 જેટલા કેદીઓ છે.રાજકોટ સેન્ટ્રલ જેલ નાની પડતા નવી જેલ માટે દરખાસ્ત કરવામાં આવી હતી.બીજી તરફ જેલ નાની પડતી હોવાથી જેલમાં રહેલા કેદીઓ તથા સ્ટાફને પણ તકલીફ પડી રહી છે એક બેરેકમાં ક્ષમતા કરતા વધુ કેદીઓ રખાતા અડચણ ઉભી થઈ રહી છે અને અંદરો અંદર કેદીઓ પણ ઘણી વાર ઝઘડતા જોવા મળે છે.

નવી જેલ બનાવવા કલેકટરને કરાઈ હતી દરખાસ્ત

નવી જેલ બને તે માટે કલેકટર પાસે જમીનની માંગણી કરવામાં આવી હતી,તો આ માંગણીને કલેકટરે રાજયસરકારને મોકલી આપી હતી અને રાજયસરકારે તેની પર મહોર મારતા નવી જેલ માટેની જમીન ફળવાઈ હતી.હાલ જુની જેલમાં 52 જેટલી બેરેક છે અને તેની સામે આરોપીઓની સંખ્યા બમણી છે માટે નવી જેલ બને તે જરૂરી હતું.

નિયમ મૂજબ 60 એકરની જમીન જેલ માટે જોઈએ

સરકારી નિયમ મૂજબ જેલ માટે 60 એકરની જમીન હોવી જોઈએ સાથે સાથે એક કેદી દીઠ 100 સ્ક્રેવર યાર્ડ જમીન હોવી જોઈએ તેવો નિયમ છે.નવી જેલ બનાવવામાં આવશે જેમાં કેદીઓ માટે આધુનિક સુવિધા ઉપલબ્ધ રહેશે ઉદ્યોગ માટેનો શેડ,મનોરંજન માટેનો હોલ,સ્પોર્ટ્સ ક્લબ,રિક્રિએશન ક્લબ,સ્ટાફ ક્વાર્ટર,હાઇ સિક્યોરિટી રહેશે.રાજકોટના પોપટપરા ખાતે આવેલી જેલ વર્ષ 2010 સુધી રાજકોટ જેલ જિલ્લા જેલ હતી. તેમાં જિલ્લાના કેદીઓને રખવામાં આવતા હતા બાદમાં સરકારે સેન્ટ્રલ જેલનો દરજ્જો આપતાં સૌરાષ્ટ્ર-કચ્છના 2 વર્ષથી વધુ સજા ભોગવતા કેદીઓને રાખવાનો નિર્ણય કર્યો હતો અને કેદીની સંખ્યા 212માંથી 1232 કરવામાં આવી હતી.