Sarangpur શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને સેવંતીના ફૂલો શણગાર કરાયો, જુઓ Video
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.07-02-2025ને શુક્રવારના રોજ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને ગુલાબ-સેવંતીના મિક્સ ફૂલોનો દિવ્ય શણગાર કરાયો હતો. સિંહાસહનને પણ કરાયો શણગાર આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.દાદાના સિંહાસને આજે સેવંતીના રંગબેરંગી ફૂલનો શણગાર કરાયો છે.આજે કરાયેલા દાદાના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે,એક હરિભક્તના યજમાન પદે આજે દાદાનું રાજોપચાર પૂજન સાંજે 4થી 6:15 વાગ્યા સુધી કરાશે. જે અંતર્ગત દાદાને પ્યોર સિલ્કના કાપડના સાળંગપુરમાં તૈયાર થયેલા વાઘા પહેરાવાયા છે. આ સાથે સિંહાસને 200 કિલો સેવંતીના રંગબેરંગી ફૂલનો શણગાર કરાયો છે. દાદાના શણગાર-આરતી-દર્શનનો અમૂલ્ય લ્હાવો અનેક ભકતોએ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. સાળંગપુરમાં રાજમહેલ જેવા બિલ્ડીંગનો ભકતો લે છે લાભ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની ડાબી બાજુ થોડાક અંતરે અને નવાં ભોજનાલયની એકદમ પાછળ બનાવાયું છે. અહીં 20 વિઘા જમીનમાં ઊભા કરાયેલા યાત્રિક ભવનની ભવ્યતા આખો આંજી દે એવી છે. જેના બિલ્ડીંગનું 9, 00, 000 સ્ક્વેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે. 8 ફ્લોરવાળું અને 108 ફૂટ ઊંચુ આ બિલ્ડીંગ 340 કોલમ પર ઊભું કરાયું છે.રાજમહેલ જેવા દેખાતા આ બિલ્ડીંગનું એલીવેશન ઇન્ડિયન રોમન સ્ટાઈલનું છે. આ બિ્ડિંગની ડિઝાઇન ચારથી પાંચવાર બનાવવામાં આવી હતી. એ પછી અત્યારની ડિઝાઇન સંતોએ ફાઈનલ કરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.07-02-2025ને શુક્રવારના રોજ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને ગુલાબ-સેવંતીના મિક્સ ફૂલોનો દિવ્ય શણગાર કરાયો હતો.
સિંહાસહનને પણ કરાયો શણગાર
આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.દાદાના સિંહાસને આજે સેવંતીના રંગબેરંગી ફૂલનો શણગાર કરાયો છે.આજે કરાયેલા દાદાના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે,એક હરિભક્તના યજમાન પદે આજે દાદાનું રાજોપચાર પૂજન સાંજે 4થી 6:15 વાગ્યા સુધી કરાશે. જે અંતર્ગત દાદાને પ્યોર સિલ્કના કાપડના સાળંગપુરમાં તૈયાર થયેલા વાઘા પહેરાવાયા છે. આ સાથે સિંહાસને 200 કિલો સેવંતીના રંગબેરંગી ફૂલનો શણગાર કરાયો છે. દાદાના શણગાર-આરતી-દર્શનનો અમૂલ્ય લ્હાવો અનેક ભકતોએ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
સાળંગપુરમાં રાજમહેલ જેવા બિલ્ડીંગનો ભકતો લે છે લાભ
ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની ડાબી બાજુ થોડાક અંતરે અને નવાં ભોજનાલયની એકદમ પાછળ બનાવાયું છે. અહીં 20 વિઘા જમીનમાં ઊભા કરાયેલા યાત્રિક ભવનની ભવ્યતા આખો આંજી દે એવી છે. જેના બિલ્ડીંગનું 9, 00, 000 સ્ક્વેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે. 8 ફ્લોરવાળું અને 108 ફૂટ ઊંચુ આ બિલ્ડીંગ 340 કોલમ પર ઊભું કરાયું છે.રાજમહેલ જેવા દેખાતા આ બિલ્ડીંગનું એલીવેશન ઇન્ડિયન રોમન સ્ટાઈલનું છે. આ બિ્ડિંગની ડિઝાઇન ચારથી પાંચવાર બનાવવામાં આવી હતી. એ પછી અત્યારની ડિઝાઇન સંતોએ ફાઈનલ કરી હતી.