Sanandમાં વેપારીની હત્યાના ષડયંત્રને લઈ તપાસનો ધમધમાટ, પોલીસ ભૂવાને લઈ વઢવાણ પહોંચી

અમદાવાદના સાણંદના વેપારીની હત્યાના ષડયંત્રને લઈ સરખેજ પોલીસે તપાસ તેજ કરી છે,આરોપી ભૂવા નવલસિંહને લઈ સરખેજ પોલીસ વઢવાણ પહોંચી છે અને અમદાવાદ પોલીસે મઢમાં આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું,વેપારીની હત્યા કરી મઢમાં દાટી દેવાનું રચ્યું હતું કાવતરું દોઢ વર્ષ પહેલા મળેલા મૃતદેહમાં સંડોવણીની આશંકા હોવાને લઈ પોલીસે અલગ-અલગ એન્ગલથી તપાસ આદરી છે,કેનાલમાંથી મળ્યા હતા માતા-પિતા અને પુત્રનો મૃતદેહ તો ભૂવા સામે કામ કરનાર પાસેથી મળી હતી સ્યુસાઈટ નોટ.આરોપીને લઈ પોલીસ વઢવાણ પહોંચી સાણંદના વેપારીની હત્યાનું કાવતરૂ રચનાર ભૂવા નવલસિંહને લઈ સરખેજ પોલીસ વઢવાણ પહોંચી છે,વઢવાણ ખાતે ભૂવા નવલસિંહને લાવી મઢમાં રીકન્ટ્રક્શન શરૂ કરવામાં આવ્યું છે,આજથી દોઢ વર્ષ પહેલાં કેનાલમાંથી માતા પિતા પુત્રની લાશ મળી આવી હતી આ ઘટનામાં પણ આજ ભુવાની સંડોવણીની આશંકા સેવાઈ રહી છે,ભૂવો રૂપિયા બમણાં કરી આપવાની લાલચે ફેકટરી માલિકની હત્યા કરી માતાજીના મઢમાં દાટી દેવાનું ભુવા નવલસિંહ દ્વારા કાવતરૂ રચવામાં આવ્યું હતું તો સમગ્ર બાબતનો ભાંડો ફૂટતા અંતે સરખેજ પોલીસે ભૂવા નવલસિંહની ધરપકડ કરી છે અને તપાસ આદરી છે. એક સ્યુસાઈડ નોટ પોલીસને મળી આવી ભૂવા સાથે કામ કરતા કાદરઅલી નામના વ્યક્તિ પાસેથી સ્યુસાઈટ નોટ પણ મળી આવી છે,બીજી તરફ જે મઢમાં ફેકટરી માલિકની હત્યા કરી દાટવાની વાત હતી તે મઢમાં પોલીસે ચેકિંગ કર્યુ છે,મઢમાં પણ ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે અનેક લોકોને ભૂવાએ ફસાવી મોતના મુખમાં ધકેલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે,અગાઉ ભોગ બનાર લોકો પણ તપાસ કરતા અધિકારીઓને મળવા દોડી આવ્યા હતા અને પોલીસ આ મામલે હજી પણ નવો ખુલાસો કરે તેવી શકયતાઓ સેવાઈ રહી છે. શું હતી સમગ્ર ઘટના? અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા ચોંગોદરમાં એબીઆર કોસ્મેટિક ટ્રેડિંગ ફેક્ટરીના માલિક અભિજિત સિંહ રાજપૂતે ભુવા નવલસિંહ ચાવડાએ તાંત્રિક વિધિ દ્વારા એક કા ચાર કરી આપવાની લાલચ આપી હતી. ભુવાીએ ફેક્ટરીના માલિકને 1 ડિસેમ્બરે બપોરે 3 વાગ્યે સનાથલ ખાતે રૂપિયા લઈને બોલાવ્યો હતો. ત્યારબાદ તાંત્રિક વિધિના નામે માલિકને પ્રવાહી પદાર્થમાં ઝેરી પદાર્થ ભેળવીને વિધિના બહાને પીવડાવી તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. ફેક્ટરીના માલિકની હત્યા કરી ભુવા સમગ્ર રૂપિયા લઈ નાસી જવાની તૈયારીમાં હતો. જોકે, સમગ્ર મામલાની સરખેજ પોલીસને બાતમી મળતાં તે સમયસર ઘટના સ્થળે પહોંચી અને ફેક્ટરીના માલિકનો જીવ બચાવી લીધો હતો. ---

Sanandમાં વેપારીની હત્યાના ષડયંત્રને લઈ તપાસનો ધમધમાટ, પોલીસ ભૂવાને લઈ વઢવાણ પહોંચી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના સાણંદના વેપારીની હત્યાના ષડયંત્રને લઈ સરખેજ પોલીસે તપાસ તેજ કરી છે,આરોપી ભૂવા નવલસિંહને લઈ સરખેજ પોલીસ વઢવાણ પહોંચી છે અને અમદાવાદ પોલીસે મઢમાં આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું,વેપારીની હત્યા કરી મઢમાં દાટી દેવાનું રચ્યું હતું કાવતરું દોઢ વર્ષ પહેલા મળેલા મૃતદેહમાં સંડોવણીની આશંકા હોવાને લઈ પોલીસે અલગ-અલગ એન્ગલથી તપાસ આદરી છે,કેનાલમાંથી મળ્યા હતા માતા-પિતા અને પુત્રનો મૃતદેહ તો ભૂવા સામે કામ કરનાર પાસેથી મળી હતી સ્યુસાઈટ નોટ.

આરોપીને લઈ પોલીસ વઢવાણ પહોંચી

સાણંદના વેપારીની હત્યાનું કાવતરૂ રચનાર ભૂવા નવલસિંહને લઈ સરખેજ પોલીસ વઢવાણ પહોંચી છે,વઢવાણ ખાતે ભૂવા નવલસિંહને લાવી મઢમાં રીકન્ટ્રક્શન શરૂ કરવામાં આવ્યું છે,આજથી દોઢ વર્ષ પહેલાં કેનાલમાંથી માતા પિતા પુત્રની લાશ મળી આવી હતી આ ઘટનામાં પણ આજ ભુવાની સંડોવણીની આશંકા સેવાઈ રહી છે,ભૂવો રૂપિયા બમણાં કરી આપવાની લાલચે ફેકટરી માલિકની હત્યા કરી માતાજીના મઢમાં દાટી દેવાનું ભુવા નવલસિંહ દ્વારા કાવતરૂ રચવામાં આવ્યું હતું તો સમગ્ર બાબતનો ભાંડો ફૂટતા અંતે સરખેજ પોલીસે ભૂવા નવલસિંહની ધરપકડ કરી છે અને તપાસ આદરી છે.


એક સ્યુસાઈડ નોટ પોલીસને મળી આવી

ભૂવા સાથે કામ કરતા કાદરઅલી નામના વ્યક્તિ પાસેથી સ્યુસાઈટ નોટ પણ મળી આવી છે,બીજી તરફ જે મઢમાં ફેકટરી માલિકની હત્યા કરી દાટવાની વાત હતી તે મઢમાં પોલીસે ચેકિંગ કર્યુ છે,મઢમાં પણ ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે અનેક લોકોને ભૂવાએ ફસાવી મોતના મુખમાં ધકેલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે,અગાઉ ભોગ બનાર લોકો પણ તપાસ કરતા અધિકારીઓને મળવા દોડી આવ્યા હતા અને પોલીસ આ મામલે હજી પણ નવો ખુલાસો કરે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.

શું હતી સમગ્ર ઘટના?

અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા ચોંગોદરમાં એબીઆર કોસ્મેટિક ટ્રેડિંગ ફેક્ટરીના માલિક અભિજિત સિંહ રાજપૂતે ભુવા નવલસિંહ ચાવડાએ તાંત્રિક વિધિ દ્વારા એક કા ચાર કરી આપવાની લાલચ આપી હતી. ભુવાીએ ફેક્ટરીના માલિકને 1 ડિસેમ્બરે બપોરે 3 વાગ્યે સનાથલ ખાતે રૂપિયા લઈને બોલાવ્યો હતો. ત્યારબાદ તાંત્રિક વિધિના નામે માલિકને પ્રવાહી પદાર્થમાં ઝેરી પદાર્થ ભેળવીને વિધિના બહાને પીવડાવી તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. ફેક્ટરીના માલિકની હત્યા કરી ભુવા સમગ્ર રૂપિયા લઈ નાસી જવાની તૈયારીમાં હતો. જોકે, સમગ્ર મામલાની સરખેજ પોલીસને બાતમી મળતાં તે સમયસર ઘટના સ્થળે પહોંચી અને ફેક્ટરીના માલિકનો જીવ બચાવી લીધો હતો.

---