Sabarkantha: વદરાડ નજીક કાર અને મોપેડ વચ્ચે ભયાનક ટક્કર, યુવકનું કમકમાટીભર્યું મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પ્રાંતિજ તાલુકાના વદરાડ ગામ નજીક હાઈવે પર કાળજું કંપાવી દેનારો એક માર્ગ અકસ્માત સર્જાયો છે. રોડ પરથી પસાર થઈ રહેલા એક મોપેડ સવાર યુવકને પૂરપાટ ઝડપે અને બેદરકારીપૂર્વક હંકારાઈને આવતી એક કારે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા.
શરીરના કુરચેકુરચા ઉડી ગયા, લાઈવ દ્રશ્યો કેદ
આ ગોઝારા અકસ્માતના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે, જે નબળા કાળજાના લોકો જોઈ ન શકે તેવા ભયાનક છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે મોપેડ સવાર યુવક પોતાના રસ્તે જઈ રહ્યો હતો ત્યારે જ સામેથી ધસમસતી આવેલી કારે તેને અડફેટે લીધો હતો. કારની સ્પીડ એટલી વધારે હતી કે ટક્કર વાગતાની સાથે જ મોપેડના ફુરચા ઉડી ગયા હતા અને યુવક હવામાં કેટલાય ફૂટ ઊંચો ઉછળીને રોડ પર પટકાયો હતો. આ ગંભીર અકસ્માતમાં કમનસીબ યુવકનો એક હાથ શરીરથી કપાત થઈને દૂર જઈ પડ્યો હતો. ગંભીર રીતે લોહીલુહાણ થયેલા યુવકે તડપી-તડપીને ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.
પોલીસે ગુનો નોંધી કારચાલક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી
અકસ્માતની જાણ થતાં જ સ્થાનીય લોકો અને રાહદારીઓ બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા, પરંતુ યુવકનું પ્રાણપંખેરૂ ઉડી ચૂક્યું હતું. ઘટનાની માહિતી મળતા જ પ્રાંતિજ પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક યુવકના શબને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે અને તેના પરિવારજનોને આ અંગેની કરુણ જાણ કરી છે. પોલીસે ઘટનાસ્થળની આસપાસથી સીસીટીવી ફૂટેજ પોતાના કબ્જામાં લીધા છે અને આ લાઈવ પુરાવાના આધારે ગુનો નોંધીને અકસ્માત સર્જનાર કારચાલક વિરૂદ્ધ કાયદાનો સકંજો કસવા આગળની ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: Rajkot: જામનગર રોડ પર 74 કરોડના ખર્ચે બનેલો હાઇટેક 'સાંઢિયા પુલ' લોકાર્પણ માટે તૈયાર
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

