Rajkotમાં સરકારી સ્કૂલે જવાના રસ્તાની દયનીય હાલત,વિધાર્થીઓ કાદવમાંથી ચાલવા મજબૂર જુઓ Video

રેલનગરમાં સ્કૂલે જવા વિધાર્થીઓ કાદવમાંથી ચાલીને જવા મજબૂર 900 બાળકો કાચા રસ્તા અને કાદવમાંથી ચાલવા મજબૂર ત્રણ વર્ષથી અરજી કરવા છતા રસ્તો બન્યો નથી રાજકોટના રેલનગરમાં વરસાદી સિઝનમાં પણ રસ્તાની સ્થિતિ દયનીય બની છે.રેલનગરમાં સરકારી શાળા આવેલી છે અને આ શાળામાં વિધાર્થીઓ ભણવા માટે આવે છે જેમાં રોડ પર એટલો બધો કાદવ છે કે વિધાર્થીઓને આ કાદવમાંથી પસાર થવાનો વારો આવ્યો છે.વાલીઓએ ખરાબ રસ્તાને લઈને આક્રોશ ઠાલવ્યો છે. વાલીઓ રોષે ભરાયા રાજકોટના રેલનગર વિસ્તારમાં સરકારી શાળાનો રસ્તો ભયાનક રૂપથી ખરાબ છે.અડધા ઇંચ વરસાદમાં બાળકો કાદવમાં લપસી જાય છે.પ્રવેશ ઉત્સવ ઉજવાયો પણ રસ્તો બનાવવાનું મહાપાલિકા ભૂલી ગઈ છે,આ શાળાના 900 બાળકો કાચા અને કાદવથી ખદબદતા રસ્તામાં ચાલવા મજબૂર બન્યા છે,વાલીઓનો આક્ષેપ છે કે,ત્રણ વર્ષથી અરજી કરવા છતા રસ્તો બન્યો નથી,તો વાલીઓ એ ખરાબ રસ્તાને લઈને દેકારો કર્યો.રાજકોટના લોધિકામાં પણ ખરાબ રોડ રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના વિરવા ગામમાં ખરાબ રોડ-રસ્તાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.વિરવા ગામે સ્થાનિક લોકો તેમજ વિવિધ ઇન્ડસ્ટ્રીઝનાં માલિકો દ્વારા રસ્તા રોકીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ આ સમસ્યા અંગે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવતો નહીં હોવાનો આરોપ લગાવાયો હતો. એટલું જ નહીં, આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન નહીં કરવાની ચિમકી પણ સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. જૂનાગઢમાં પણ રોડની સમસ્યાથી સ્થાનિકો હેરાન ચોમાસાની શરૂઆત થતાની સાથે જ શહેરમાં રસ્તાની સમસ્યાએ માઝા મૂકી છે. ભૂગર્ભ ગટર માટે અનેક વિસ્તારોમાં રસ્તા ખોદ્યા બાદ રસ્તા બનાવવામાં નહિ આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.દરમિયાન વોર્ડ નંબર 13માં આવેલ સોમનાથ ટઉનશીપના લોકોએ ખરાબ રસ્તાને લઇને મહાનગરપાલિકા કચેરીએ જઇને રજૂઆત કરી હતી. ઘણાં લાંબા સમયથી રસ્તો ખરાબ હોય અને એમાંય હવે ચોમાસુ શરૂ થતા રસ્તાની સમસ્યાએ માઝા મૂકી હોય સ્થાનિક લોકોએ રસ્તા બાબતે મનપાના અધિકારીને રજૂઆત કરી હતી.

Rajkotમાં સરકારી સ્કૂલે જવાના રસ્તાની દયનીય હાલત,વિધાર્થીઓ કાદવમાંથી ચાલવા મજબૂર જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રેલનગરમાં સ્કૂલે જવા વિધાર્થીઓ કાદવમાંથી ચાલીને જવા મજબૂર
  • 900 બાળકો કાચા રસ્તા અને કાદવમાંથી ચાલવા મજબૂર
  • ત્રણ વર્ષથી અરજી કરવા છતા રસ્તો બન્યો નથી

રાજકોટના રેલનગરમાં વરસાદી સિઝનમાં પણ રસ્તાની સ્થિતિ દયનીય બની છે.રેલનગરમાં સરકારી શાળા આવેલી છે અને આ શાળામાં વિધાર્થીઓ ભણવા માટે આવે છે જેમાં રોડ પર એટલો બધો કાદવ છે કે વિધાર્થીઓને આ કાદવમાંથી પસાર થવાનો વારો આવ્યો છે.વાલીઓએ ખરાબ રસ્તાને લઈને આક્રોશ ઠાલવ્યો છે.

વાલીઓ રોષે ભરાયા

રાજકોટના રેલનગર વિસ્તારમાં સરકારી શાળાનો રસ્તો ભયાનક રૂપથી ખરાબ છે.અડધા ઇંચ વરસાદમાં બાળકો કાદવમાં લપસી જાય છે.પ્રવેશ ઉત્સવ ઉજવાયો પણ રસ્તો બનાવવાનું મહાપાલિકા ભૂલી ગઈ છે,આ શાળાના 900 બાળકો કાચા અને કાદવથી ખદબદતા રસ્તામાં ચાલવા મજબૂર બન્યા છે,વાલીઓનો આક્ષેપ છે કે,ત્રણ વર્ષથી અરજી કરવા છતા રસ્તો બન્યો નથી,તો વાલીઓ એ ખરાબ રસ્તાને લઈને દેકારો કર્યો.


રાજકોટના લોધિકામાં પણ ખરાબ રોડ

રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના વિરવા ગામમાં ખરાબ રોડ-રસ્તાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.વિરવા ગામે સ્થાનિક લોકો તેમજ વિવિધ ઇન્ડસ્ટ્રીઝનાં માલિકો દ્વારા રસ્તા રોકીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ આ સમસ્યા અંગે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવતો નહીં હોવાનો આરોપ લગાવાયો હતો. એટલું જ નહીં, આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન નહીં કરવાની ચિમકી પણ સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.


જૂનાગઢમાં પણ રોડની સમસ્યાથી સ્થાનિકો હેરાન

ચોમાસાની શરૂઆત થતાની સાથે જ શહેરમાં રસ્તાની સમસ્યાએ માઝા મૂકી છે. ભૂગર્ભ ગટર માટે અનેક વિસ્તારોમાં રસ્તા ખોદ્યા બાદ રસ્તા બનાવવામાં નહિ આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.દરમિયાન વોર્ડ નંબર 13માં આવેલ સોમનાથ ટઉનશીપના લોકોએ ખરાબ રસ્તાને લઇને મહાનગરપાલિકા કચેરીએ જઇને રજૂઆત કરી હતી. ઘણાં લાંબા સમયથી રસ્તો ખરાબ હોય અને એમાંય હવે ચોમાસુ શરૂ થતા રસ્તાની સમસ્યાએ માઝા મૂકી હોય સ્થાનિક લોકોએ રસ્તા બાબતે મનપાના અધિકારીને રજૂઆત કરી હતી.