Rajkotમાં સગીર આરોપીને તાલિબાની સજા મામલે હોબાળો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં એક સગીર આરોપીને અમાનવીય તાલિબાની સજા આપવાનો મામલો સામે આવ્યા બાદ ભારે હોબાળો મચી ગયો છે. આ સજાનો વીડિયો વાયરલ થતાં સમગ્ર ઘટના પર ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઘટનામાં સગીર આરોપીના વાળ ખેંચવામાં આવ્યા હતા. આ મામલે સગીર આરોપી તેના પરિવારજનો અને સમાજના આગેવાનોએ આજે પોલીસ કમિશનરની મુલાકાત લીધી હતી અને સમગ્ર બનાવ અંગે રજૂઆત કરી હતી.
વાળ ખેંચનાર સફાઈકર્મી સામે પોલીસ ફરિયાદ
પોલીસ કમિશનરની સૂચનાના આધારે આ અમાનવીય કૃત્ય આચરનાર સફાઈકર્મી સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર ઘટનાનો વીડિયો બનાવનાર વ્યક્તિ સામે પણ કાયદેસરનાં પગલાં લેવામાં આવશે તેવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. સમગ્ર કેસની તપાસ એસીપી રાધિકા ભારાઈને સોંપવામાં આવી છે. જોકે એક આગેવાનના જણાવ્યા મુજબ સગીરે અગાઉ જે એસીપીના આદેશથી અમાનવીય વર્તન થયું હોવાનો આરોપ લગાવ્યો હતો તેમને જ તપાસ સોંપવામાં આવતા અનેક પ્રશ્નો ઊભા થયા છે.
વીડિયો બનાવનાર સામે પગલાં લેવામાં આવશે
પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આ મામલાની તપાસમાં જેના પણ નામ ખુલશે, પછી તે પોલીસકર્મી હોય કે અન્ય કોઈ, તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરીને કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાએ પોલીસ સ્ટેશનની કામગીરી અને માનવ અધિકારોના ભંગ અંગે ચિંતા જગાવી છે.
What's Your Reaction?






