Rajkotમાં લાખાજીરાજ રોડ પર દબાણ હટાવ શાખા-વેપારીઓ વચ્ચે માથાકૂટ, RMC અધિકારીઓએ ફરિયાદની આપી ચીમકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટના લાખાજીરાજ રોડ ઉપર દબાણ હટાવ શાખા અને સ્થાનિક વેપારીઓ વચ્ચે માથાકૂટનો વીડિયો વાયરલ થયો છે. કેટલાક શખ્સ આ ઉગ્ર ઝગડાને શાંત પાડવા પ્રયાસ કરે છે. પરંતુ સ્થાનિકો સામે અધિકારીઓ રીતસર દાદાગીરી પર ઉતરી આવ્યા હોય તેવું દેખાય છે. વાસ્તવમાં પોલીસ લોકોની રજૂઆત બાદ જાહેર રોડ પર ગેરકાયદે દબાણ કરનાર પાથરણાંવાળાઓને દૂર કરી રહી હતી. અને આ બાબતે વેપારીઓ અને અધિકારીઓ વચ્ચે ભયંકર ઝગડો થયો. આ ઝગડાનો વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર મામલે સઘન કાર્યવાહી થઈ શકે છે.
RMC અધિકારીઓ અને વેપારીઓ વચ્ચે બબાલ
વર્ષોથી તહેવાર અને રજાના દિવસે લાખાજી રોડ પરના જૂની બજારમાં પાથરણા વાળાને પગલે માથાકૂટ અને ઘર્ષણ થાય છે. આ વીડિયોમાં દેખાય છે કે કેવી રીતે પોલીસ અને વેપારીઓ સામસામે આવી ગયા હતા. વેપારીઓ અને દબાણ હટાવ શાખા વચ્ચે ઝગડાનો આ વીડિયો લાખાજી રાજ અને ધર્મેન્દ્ર રોડ ઉપરનો છે. જ્યાં પાથરણાવાળા રોડ પર પોતાની લારીઓ અને વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે. રોડ પર વસ્તુઓનું વેચાણ કરતા ત્યાં લોકોની ભીડ થવા લાગી. જેના કારણે આ રસ્તા પરથી અવર-જવર કરવું લોકો માટે મોટી મુસીબત બની. લોકોની ભીડના કારણે ટ્રાફિક જામ થઈ જતો હતો અને એટલે જ ત્યાંના સ્થાનિકો દ્વારા ગેરકાયદેસર રીતે રોડ પરના આ દબાણ હટાવવા તંત્રને રજૂઆત કરી હતી.
RMC અધિકારીઓએ ફરિયાદની આપી ચીમકી
લોકોની ફરિયાદના પગલે દબાણ હટાવ શાખાએ પાથરણાવાળાઓને દૂર કરવા કવાયત હાથ ધરી. દબાણ હટાવ કામગીરીમાં ત્યાંના વેપારીઓએ દુકાન બહાર રાખેલા સામાનને RMC અધિકારીઓ જપ્ત કર્યો. આ, કરતાં જ વેપારીઓ અને RMC અધિકારીઓ વચ્ચે મોટી માથાકૂટ થઈ. સામાન જપ્ત કરવાને લઈને વેપારી એસોસિએશનના હોદેદારો અને એસ્ટેટ વિભાગના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. વેપારીઓ વધુ ઉગ્ર બનતા આરએમસીના અધિકારીએ ફરજમાં રૂકાવટ હેઠળ ફરિયાદ નોંધાવવા ચીમકી આપી. વેપારી અને અધિકારીઓના ઝગડામાં કેટલાક સમજદાર લોકો વચ્ચે પડતાં બબાલનો મામલો થાળે પડયો. પરંતુ આ કિસ્સાનો વીડિયો વાયરલ થતા આખરે સવાલ એ થાય કે વાંક કોનો ? પાથરણાંવાળાનો ? કે પછી અધિકારીઓની ફરજમાં રુકાવટ બનનાર વેપારીઓનો ?
What's Your Reaction?






