Rajkotમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, યુવક પર શ્વાન અને તેના માલિકે મળીને કર્યો ઘાતક હુમલો!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અને માનવતાને શરમાવે તેવો કિસ્સો સામે આવ્યો છે. શહેરના મૌવડી વિસ્તારમાં આવેલ અમરનગરમાં એક યુવક પર શ્વાન અને તેના માલિક દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બની છે. સામાન્ય બોલાચાલી કે અદાવતમાં શ્વાનના માલિકે ખુદ શ્વાનને ઉશ્કેરીને યુવક પર હુમલો કરવા માટે તેની મદદ લીધી હોવાનો ચોંકાવનારો આક્ષેપ સામે આવ્યો છે.
યુવક ઈજાગ્રસ્ત, સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ
શ્વાને અચાનક હુમલો કરીને બચકાં ભરતાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને યુવકને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ પ્રકારની વિચિત્ર અને હિંસક ઘટનાને લીધે અમરનગર વિસ્તારના રહીશોમાં ભારે આક્રોશ અને ભયનો માહોલ ફેલાઈ ગયો છે.
વાયરલ વીડિયોના આધારે માલવિયા પોલીસની સઘન તપાસ
આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં માલિક શ્વાન પાસે હુમલો કરાવતો દ્રશ્યમાન થઈ રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વાયરલ વીડિયો ધ્યાન પર આવતાં જ માલવિયા પોલીસ સ્ટેશનની ટીમ હરકતમાં આવી છે. પોલીસે વીડિયો ફૂટેજના આધારે ઘટનાની ગંભીરતાથી નોંધ લઈ શ્વાન માલિક વિરૂદ્ધ કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : Surat News : ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત જોઈ આસામથી લાવ્યો નકલી નોટો, ગોડાદરામાંથી 165 નકલી નોટ સાથે યુવક ઝડપાયો!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

