Ahmedabad News: 24 કલાકમાં ત્રીજું 'હાફ એન્કાઉન્ટર', ધોબીઘાટ રિવરફ્રન્ટ પાસે આરોપી પર પોલીસે કર્યું ફાયરિંગ!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે પોલીસ દ્વારા ગુનેગારો સામે કડક કાર્યવાહીનો સિલસિલો યથાવત છે. અમદાવાદ શહેરમાં માત્ર ચોવીસ કલાકની અંદર પોલીસનું ત્રીજું 'હાફ એન્કાઉન્ટર' સામે આવ્યું છે. અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા NDPSના એક ગુનામાં વોન્ટેડ અને 9 જેટલા ગંભીર ગુનાઓ ધરાવતા કુખ્યાત આરોપી મોહમ્મદ ફિરોઝ મહંમદ હનીફ શેખ ઉર્ફે 'ફિરોઝ ચોર' પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘટના રિવરફ્રન્ટ વિસ્તારમાં ધોબીઘાટ અને આંબેડકર બ્રિજ વચ્ચે બની હતી, જેને લઈને સમગ્ર પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે.
પોલીસ પર હુમલો કરી જીપ ભગાડવાનો અને રિવોલ્વર છીનવવાનો પ્રયાસ
પ્રાપ્ત વિગતો અનુસાર, PI એ. બી. ભટ્ટ અને PSI બી. જી. વાળાની ટીમે બાતમીના આધારે એલિસબ્રિજ વિસ્તારમાં નહેરુ બ્રિજ પાસેથી આરોપી ફિરોઝ અહેમદને ઝડપી લીધો હતો. આ આરોપી અગાઉના કેસોમાં દારૂ અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓના સપ્લાયર તરીકે સંડોવાયેલો હતો અને માંડ 20 દિવસ પહેલા જ જામીન પર જેલમાંથી બહાર આવ્યો હતો.

પોલીસ ટીમ આરોપીને SOG કચેરીએ લઈ જઈ રહી હતી તે દરમિયાન રિવરફ્રન્ટના આંબેડકર બ્રિજ નીચે ધોબીઘાટ પાસે આરોપીએ અચાનક ઉશ્કેરાઈને પોલીસ કર્મચારીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીએ પોલીસ કોન્સ્ટેબલ અજીતસિંહના માથામાં પહેરેલી હથકડી વડે હુમલો કરતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી અને ટાંકા આવ્યા હતા. આ ઉપરાંત, ડ્રાઇવર જયદીપસિંહ પર પણ હુમલો કરી ગાડીનું સ્ટેરિંગ ફેરવી નાખી વાહન દિવાલ સાથે અથડાવી દીધું હતું. એટલું જ નહીં, આરોપીએ PSI બી. જી. વાળાની સર્વિસ રિવોલ્વર છીનવી લઈને પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટવાનો નિરર્થક પ્રયાસ કર્યો હતો.

પરિસ્થિતિ કાબૂ બહાર જતા PI એ આગમાં-પગમાં ચલાવી ગોળી
આરોપીના આક્રમક હુમલા અને હથિયાર છીનવી ભાગવાના પ્રયાસથી ગંભીર સ્થિતિ સર્જાતા પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે PI એ. બી. ભટ્ટે આત્મરક્ષણાર્થે અને કાયદો જાળવવા માટે આરોપીના પગમાં ગોળી ચલાવી હતી. પોલીસના જવાબી ગોળીબારમાં આરોપી ફિરોઝ અહેમદ ઈજાગ્રસ્ત થયો હતો.
=" target="_blank">
=
આ ગોળીબારની ઘટનામાં આરોપી ઉપરાંત હુમલાનો ભોગ બનેલા પોલીસ કર્મચારીઓને પણ ઈજાઓ પહોંચી હતી. પોલીસે તાત્કાલિક અસરથી ઈજાગ્રસ્ત આરોપી ફિરોઝ તેમજ ઘાયલ પોલીસકર્મીઓને સારવાર અર્થે અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. હાલ આ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં 24 કલાકમાં ત્રીજું 'હાફ એન્કાઉન્ટર'
તમને જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકની અંદર જ ગુજરાતમાં 24 કલાકમાં અલગ અલગ 3 હાફ એન્કાઉન્ટરની ઘટના બની છે. જેના પર નજર કરીએ તો પ્રથમ ઘટના ધાનેરાની છે. જ્યાં ધાનેરા પોલીસે સ્વબચાવમાં આરોપી પર ફાયરિંગ કર્યુ. NDPSનો આરોપી અશોક બિશ્નોઈ પોલીસની રિવોલ્વર ખેંચવાનો પ્રયાસ કરતો હતો, ત્યારે પોલીસે ફાયરિંગ કર્યું. બીજી ઘટના સુરેન્દ્રનગરની છે જેમાં પોલીસકર્મીની બંદૂક છીનવી આરોપીએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેના જવાબી કાર્યવાહીમાં આરોપી ઘાયલ થયો હતો. જે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્રીજી ઘટના અમદાવાદની છે. જેમાં SOG દ્વારા આરોપી પર ફાયરિંગ કરવામાં આવ્યું. મોહમ્મદ ફિરોઝ શેખ નામના આરોપીએ રિવોલ્વર છીનવવા પ્રયાસ કર્યો હતો. પોલીસની કાર્યવાહીમાં ઘાયલ આરોપી સારવાર હેઠળ છે.
આ પણ વાંચો: Ahmedabad News: નારણપુરમાં સુરક્ષાનો સવાલ બાજુએ મુકી ધારાસભ્યએ રોડના કામો ગણાવ્યા, લોકોમાં ભારે રોષ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

